Book Title: Acharpradip Author(s): Dharmshekharvijay Publisher: Arihant Aradhak TrustPage 14
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર સ્થાને વીર્યાચારનો ઉપવાસ કર્યો છે. આ પ્રમાણે જ્ઞાન પરમ ઉપકારી હોવાથી અને જ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાન મુખ્ય કહેલું હોવાથી તેની આરાધનામાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે जइ वि हु दिवसेण पयं, धरिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जो मा मुंचसु, जइ इच्छसि सिक्खिउं नाणं ॥१॥ જો આખા દિવસમાં એક પદ (શ્લોકનો ચોથો ભાગ) ધારી શકે અથવા એક પક્ષમાં (પંદર દિવસમાં) અન્ધશ્લોક ધારી શકે તો પણ જો તું જ્ઞાનને શીખવાની ઈચ્છાવાળો છે તો જ્ઞાન ભણવાનો ઉદ્યમ (= પ્રયત્ન) ન મૂક. અર્થાત્ નિરંતર પ્રયત્ન કર. . સમ્યગ્દષ્ટિ જીવે ગ્રહણ કરેલું સર્વ પણ શાસ્ત્ર શ્રુતજ્ઞાન જ છે. જેથી કહ્યું છે કે व्याकरणच्छन्दोऽलङ्कृति-नाटककाव्यतर्कगणितादि । * સદાદિ -પૂi જયતિ શ્રુતજ્ઞાનમ્ . ? વ્યાકરણ - છંદ - અલંકાર - નાટક - કાવ્ય - તર્ક - ગણિત વગેરે શાસ્ત્ર સમ્યગુદષ્ટિએ ગ્રહણ કરવાથી પવિત્ર થયેલું શ્રુતજ્ઞાન જયવંતું વર્તે છે. અરે ! શાસ્ત્ર તો દૂર રહ્યું, માત્ર શ્લોકાદિ પણ મહાનગુણ માટે થાય છે. કારણ કે रश्मिव॒षं वाजिनमाशु वल्गा, कुमार्गगं मार्गयतीह यद्वत् । ज्ञानं तथा यद् द्विजमुञ्जराज-यवर्षिमुख्यान्नयति स्म मार्गे ॥१॥ જેવી રીતે આ લોકમાં સૂતર વગેરેની રાશ (દોરડું) કુમાર્ગે જતાં બળદને જલદી સારા માર્ગે લાવે છે. જેવી રીતે લગામ કુમાર્ગે જતાં ઘોડાને જલદી સારા માર્ગે લાવે છે. તેવી રીતે જ્ઞાને બ્રાહ્મણ-મુંજરાજા-યવર્ષિ વગેરેને સારા માર્ગે લાવ્યા. વળી પૃથ્વી પાલરાજાની જેમ તે જ ભવમાં પણ શ્રુતજ્ઞાનની આરાધનાથી કેવલજ્ઞાન પણ સુલભ થાય છે. તેની કથા આ પ્રમાણે છે– પૃથ્વીપાલ રાજાની કથા પૂર્વે પૃથ્વીપુર નામના નગરમાં પૃથ્વીનું પાલન કરનારો પૃથ્વીપાલ નામનો રાજા હતો. તે સમસ્તપદાર્થની પરીક્ષા કરવામાં ચતુર હતો અને તત્ક્ષણ ઉત્પન્ન થતી પ્રતિભાવાળો હતો. ધર્મથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે? ઈત્યાદિ વાક્યોનો સંવાદ ન દેખાતો હોવાથી અર્થાતુ વાક્ય પ્રમાણે ઘટતું ન હોવાથી તેને શાસ્ત્રો વિષે બહુમાન નથી. કારણ કે કેટલાક પુણ્યશાળી પુરુષો પણ નિરંતર દ્રારિદ્ર અને આધિ-વ્યાધિથી દુઃખીPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 310