Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 15
________________ આચારપ્રદીપ થયેલા દેખાય છે અને કેટલાક પાપી પુરુષો પણ મોટામોટા રાજ્યસુખને ભોગવતા દેખાય છે. હવે કોઈક વખત તે રાજા ગુપ્તચર્યાથી જ્યાં અશઠપણે સ્વાધ્યાય થઈ રહ્યો છે એવા વિદ્યામઠ પાસે આવ્યો અને ત્યાં પાઠકવડે ઉચારાતા જાણે શુદ્ધ યશ ન હોય એવા આ શ્લોકને સાંભળ્યો. सर्वत्र सुधियः सन्तः, सर्वत्र कुधियोऽधमाः । સર્વત્ર વિનાં દુઃસ્તું, સર્વત્ર મુસ્લિનાં મુહમ્ ॥ ધ્ ॥ દ સર્વ જગ્યાએ સજ્જનો સારી બુદ્ધિવાળા હોય છે અને અધમો ખરાબ બુદ્ધિવાળા હોય છે. સર્વ જગ્યાએ દુઃખીઓને દુઃખ હોય છે અને સુખીઓને સુખ હોય છે. ત્યારપછી તે રાજાએ તે સુભાષિતશ્લોકની પરીક્ષા કરવા માટે ઘણા ગુણોથી પ્રસિદ્ધ એવા એક સજ્જનપુરુષને અતિ કઠોરતાથી ગુસ્સાપૂર્વક પોતાના માણસો દ્વારા બોલાવ્યો અને કહ્યું કે મદથી અંધ બનેલા હાથીની જેમ મદથી અંધ બનેલા એકલા તારા પુત્રે જ મારી આજ્ઞારૂપી અપાયેલી સાંકળને મારા ગુપ્તચરની સમક્ષ જ બલાત્કારે તોડી નાખી છે. આ પ્રમાણે દોષની ઉદ્ઘોષણા કરીને ખોટા ગુસ્સાને અતિશય પ્રગટ કરતા તે રાજાએ પુત્ર સહિત તે સજ્જનપુરુષને ચોરની જેમ બંદીખાને (જેલમાં) નંખાવ્યો. પછી પોતાના અતિવિશ્વાસુ ગુપ્તચર પુરુષોને છૂપી રીતે તેમનો વાર્તાલાપ સાંભળવા માટે ત્યાં મૂક્યા. અને રાજાએ કપટથી પોતાના શરીરમાં અતિશય બિમારી પ્રગટ કરી. અર્થાત્ રાજાએ બિમાર થયો હોય એવો ઢોંગ કર્યો. (પિતા-પુત્ર સાંભળે તે રીતે બંદીખાના આગળ મૂકેલા ગુપ્તચર પુરુષો બોલ્યા કે -) આયુષ્યના અંત સમયે જેવા પ્રકારનું શરીર થાય તેવા પ્રકારનું શરીર રાજાનું થઈ ગયું છે, અર્થાત્ રાજાને ભયંકર બિમારી થઈ છે. અથવા તો આકસ્મિક ઉત્પન્ન થયેલા આ ભયંકર આતંકથી જીવનની આશા પણ ક્યાંથી હોય? (૧૦) આ પ્રમાણે નજીકમાં રહેલા ગુપ્તચર પુરુષો પાસેથી સાંભળીને પરહિત કરવાની પ્રકૃતિવાળા તે પિતા-પુત્ર અત્યંત શોક પામ્યા અને ઝરણાની જેમ ઘણા આંસુ વહેવડાવવા લાગ્યા. પછી પોતાના હૃદયથી જ તે બંને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા— હાય ! હાય! અકસ્માત્ રાજાના શરીરમાં આ શું થયું ? રાજાનું જરા પણ અહિત ન થાવ. જો કે આ રાજાએ આપણા બંનેને અણવિચાર્યું જ અને એકાએક જ દુઃખ આપ્યું છે. આ રાજા મરી જશે તો આપણા બંનેની સુખેથી જલદી છૂટી થશે. કારણ કે— (આ રાજા મરી જશે એટલે નવો રાજા થશે અને) બંદીવાનોને છોડવાપૂર્વક જ નવા રાજાનો રાજ્ય મહોત્સવ થાય છે. તેથી નવો રાજા સંપૂર્ણપણે બંદીઓને છોડી મૂકશે. તે વિના તો એટલે કે રાજા મરે નહિ અને નવો રાજા થાય નહીં તો આપણા બંનેની છૂટવાની વાત પણ કોઈ રીતે દેખાતી નથી. કારણ કે આ રાજા આપણા ઉપર અતિગુસ્સે થયેલો છે અને આજ્ઞાભંગનો આક્ષેપ કરનારો આ રાજા શું શું કદર્થના ક૨શે એ કોણ જાણે ? કહ્યું છે કે—

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 310