Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 13
________________ આચારપ્રદીપ પોતાના ઈષ્ટની સિદ્ધિ અવશ્ય થશે એવું જાણતો હોય તો તેમાં કેમ ન પ્રવર્તે? અર્થાત્ પ્રવર્તે જ. તેથી કહ્યું છે કે अज्ञानं खलु कष्ट, द्वेषादिभ्योऽपि सर्वदोषेभ्यः । अर्थे हितमहितं वा, न वेत्ति येनावृतो जीवः ॥१॥[आचाराङ्गसूत्र गा.७३ वृत्तौ] અજ્ઞાનથી આવરાયેલો જીવ પોતાના હિતાર્થને કે અહિતાર્થને જાણતો નથી. તેથી વૈષ . આદિ સર્વે દોષોથી પણ અજ્ઞાન મહાકષ્ટકારી છે. (૧) अप्रयत्नः प्रदीपोऽयमादित्यो नित्यमुद्गतः । तृतीयं लोचनं ज्ञान-मचौर्यहरणं धनम् ॥ २ ॥ જ્ઞાન કેવું છે? દીપકને પ્રગટાવવા પ્રયત્ન કરવો પડે, જ્યારે જ્ઞાન પ્રયત્ન વિના પ્રદીપ છે. સૂર્ય તો અસ્ત પણ પામે જ્યારે આ જ્ઞાન નિત્ય ઉદય પામનારો સૂર્ય છે. જ્ઞાન એ ત્રીજું લોચન છે. જ્ઞાન એ ચોરી ન શકાય અને હરણ ન કરી શકાય તેવું ધન છે. (૨). पावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसलपक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणे समप्पिति ॥ પાપથી નિવૃત્તિ તથા કુશલપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ, આ ત્રણેય પણ જ્ઞાન હોય તો પ્રાપ્ત થાય છે. (૩) તત્ત્વશ્રદ્ધા સ્વરૂપ સમ્યગુદર્શન આદિ પણ જ્ઞાન હોય તો જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી હિતકારી પુરુષના ઉપદેશ આદિથી તત્ત્વજ્ઞાન થતું નથી ત્યાં સુધી શ્રદ્ધા કરવાનું કેવી રીતે શક્ય બને? જેથી પરમઋષિનું આવા પ્રકારનું વચન છે કેनाणेण जाणई भावे, दंसणेण च सद्दहे । चरित्तेण निगिण्हाइ, तवेण परिसुज्झई ॥१॥ જ્ઞાનથી ભાવો (= પદાર્થો)ને જાણે છે અને દર્શનથી તેની શ્રદ્ધા કરે છે. ચારિત્રથી કર્મનો નિગ્રહ કરે છે અને તપથી કર્મનો નાશ કરી શુદ્ધ થાય છે. (૧) આ કારણથી જ પ્રથમજ્ઞાનાચારનો ઉપન્યાસ કર્યો છે અને ત્યાર પછી દર્શનાચારનો ઉપન્યાસ કર્યો છે. વળી દર્શનપૂર્વક જ પ્રાયઃ ચારિત્રની પ્રાપ્તિ થાય છે તેથી તેના પછી ચારિત્રાચારનો ઉપન્યાસ કર્યો છે. ચારિત્રને પ્રાપ્ત કરીને કર્મની નિર્જરા માટે તપ કરવામાં આવે છે તેથી ત્યાર પછી તપાચારનો ઉપન્યાસ કર્યો છે અને જ્ઞાનાદિ ચારે આચારમાં સર્વશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ, ક્યાંય પણ વીર્યને ગોપવવું ન જોઈએ. આથી પાંચમા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 310