Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 11
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર આ લોકમાં ભવ્યજીવોએ ચિત્ત દઈને માન્ય કરેલા શ્રી જિનમતમાં રહસ્યભૂત અવતરણવાળો આચાર છે અને તે આચાર જ્ઞાન-દર્શન આદિ ભેદથી પાંચ પ્રકારનો છે. જેથી કહ્યું છે કે नाणंमि दंसणंमि अ, चरणमि तवंमि तह य वीरियंमि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥३॥ જ્ઞાનમાં, દર્શનમાં તથા ચારિત્રમાં, તપમાં તેમ જ વીર્યમાં જે આચરણ કરવું તે આચાર . કહેવાય છે અને તે આચાર પાંચ પ્રકારનો કહ્યો છે. જો કે જ્ઞાન, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવળજ્ઞાનના ભેદથી પાંચ પ્રકારનું છે. તો પણ અહીં શ્રુતજ્ઞાન જ ગ્રહણ કરવા યોગ્ય છે. કારણ કે આગળ કહેવાશે તે કાલવિનય આદિ આઠ પ્રકારનો જ્ઞાનાચાર શ્રુતજ્ઞાનમાં જ ઘટે છે. વળી શ્રુતજ્ઞાનથી જ બાકીના મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રકાશિત કરાય છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક જ પ્રાયઃ બાકીના જ્ઞાન પ્રાપ્ત થાય છે. આથી કેવળજ્ઞાનથી પણ શ્રુતજ્ઞાન ચડિયાતું દેખાય છે. જેથી પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે ओहो सुओवउत्तो, सुअनाणी जइ हु गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ, अपमाण सुअंभवे इहरा ॥(पिंडनियुक्ति गा० ५२४) સામાન્યજ્ઞાનમાં ઉપયોગવાળો એવો શ્રુતજ્ઞાની જો અશુદ્ધ આહાર ગ્રહણ કરી લાવે તો તે અશુદ્ધ આહારને કેળવજ્ઞાની પણ વાપરે છે. જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ બને. અર્થાત્ શ્રુતજ્ઞાની શ્રુતના ઉપયોગપૂર્વક આ કહ્યું અને આ ન કહ્યું એવું જાણીને આહાર ગ્રહણ કરે છે, છતાં અશુદ્ધ આહાર આવી જાય તો તે આહારને કેળવજ્ઞાની પણ વાપરે, જો ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ બને. તથા વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે सुअनाणं महिड्डीअं, केवलं तयणंतरं । अप्पणो सेसगाणं च, जम्हा तं पविभावगं ॥ સઘળા ય જ્ઞાનથી શ્રુતજ્ઞાન ચડિયાતું છે. કેવલજ્ઞાન પણ ત્યાર પછી આવે છે. કારણ : કે શ્રુતજ્ઞાન પોતાને અને બાકીના જ્ઞાનોને બતાવનારું છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 310