Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 12
________________ પહેલો પ્રકાશ - જ્ઞાનાચાર તેથી આગમમાં પણ શ્રુતજ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનાચારનો વ્યવહાર કરવામાં આવે છે. તેથી જ્ઞાનમાં એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં, દર્શનમાં એટલે સમ્યગદર્શનરૂપ દર્શનમાં સમજવું, પણ ચક્ષુદર્શન વગેરે દર્શનનો અહીં અધિકાર ન હોવાથી ચક્ષુદર્શન વગેરે દર્શનમાં ન સમજવું. ચારિત્રમાં એટલે કે સર્વવિરતિરૂપ ચારિત્રમાં અને શ્રાવકને આશ્રયી દેશવિરતિરૂપ ચારિત્રમાં. તપમાં એટલે ઉપવાસ આદિ તપમાં. વીર્યમાં એટલે ધર્મકાર્યને આશ્રયીને જે ઉદ્યમ કરવો તે ઉદ્યમરૂપવીર્યમાં સારી રીતે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ રીતે જ્ઞાનાચાર - દર્શનાચાર – ચારિત્રાચાર - તપાચાર – વિર્યાચારરૂપ પાંચ આચારો છે અને તે આચારોના ભેદો અનુક્રમે આઠ, આઠ, આઠ, બાર અને છત્રીસ જાણવા. અર્થાત્ જ્ઞાનાચારના આઠ, દર્શનાચારના આઠ, ચારિત્રાચારના આઠ, તપાચારના બાર અને વીર્યાચારના છત્રીસ ભેદ છે. જેથી નિશીથભાષ્યમાં પણ કહ્યું છે કે नाणे दंसणे चरणे, तवे अ वीरिए अ भावमायारो । મદદકતુવાસ, વીઝિમહાપ ૩ના સિં શા (ાથા-૭) જ્ઞાનવિષે, દર્શનવિષે, ચારિત્રવિષે તથા તપવિષે અને વીર્યવિષે જે ભાવ છે તે આચાર કહેવાય છે અને તેના અનુક્રમે આઠ, આઠ, આઠ, બાર અને તે ચારેની હાનિ ન થવા દેવી તે છત્રીસ પ્રકારનો વીર્યાચાર છે. અહીં તેની ચૂર્ણિ આ પ્રમાણે છે– જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે. યાવત્ વીર્યાચાર છત્રીસ પ્રકારનો છે અને તે છત્રીસભેદ જ્ઞાનાચાર આદિના ભેગા (= એકઠા) કરીએ ત્યારે થાય છે. જ્ઞાનાચાર આદિની હાનિ ન થવા દેવી તે જ વીર્યાચાર છે. (જ્ઞાનાચાર આદિના ભેદોની હાનિ ન થવા દેવી એટલે કે તે જ્ઞાનાચાર આદિના ભેદોને ભેગા કરવા તે છત્રીસ ભેદવાળો વીર્યાચાર છે.) વળી જ્ઞાન આ ભવ અને પરભવ એમ બંને ભવમાં હિતકારી છે. અને પ્રાયઃ જ્ઞાનથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. અને જ્ઞાનના અભાવમાં વિપરીતપણાની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ ઈષ્ટકાર્યની સિદ્ધિ થતી નથી, અને એ બધાને અનુભવસિદ્ધ છે. જો ભોજન કરવું, ગમન કરવું, ઢાંકવું, સુવું, બેસવું, બોલવું, ભૂતકાળ આદિમાં થયેલ હકીકતને કહેવી, સ્નાન કરવું, પાન કરવું, ગાવું, જાણવું, આપવું, ઉભા રહેવું, પ્રીતિ કરવી, વૈર બાંધવું, સૌજન્ય કરવું, ચાડી ખાવી, સેવા કરવી, યુદ્ધ કરવું, ઔષધ લેવું, મંત્રની સાધના કરવી, દેવતાનું આરાધન કરવું, થાપણ મૂકવી ઈત્યાદિ તથા વિશ્વાસ કરવો, રાજ્ય ચલાવવું, વેપાર કરવો, વસ્તુ લેવી વગેરે બધી જગ્યાએ ભવિષ્યમાં થનારા અનર્થની જો પહેલેથી જ ખબર પડી જાય તો તે કાર્યમાં કેવી રીતે પ્રવર્તે? અને જો અનર્થની શંકાવાળા તે જ ભોજનાદિમાં ભવિષ્યમાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 310