Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ કર્મનો ક્ષયોપશમ અને પુત્ર-જન્મ. એ પુત્ર-કૃતપુણ્ય-નો એક સાગરદત્તશેઠની પુત્રી જયશ્રી સાથે વિવાહ. કૃતપુણ્યની ભોગવિલાસથી પરામુખતા. શેઠને આંગળીએ નચાવનારી શેઠાણીના અનિષ્ટ આગ્રહને લીધે કૃતપુણ્યને નીચ સોબતમાં મૂકવો. કામના અમોઘશસ્ત્રરૂપ દેવદત્તાવેશ્યાના ફંદમાં કૃતપુણ્યનું ફસાવું. ત્યાંથી દ્રવ્યક્ષીણ થયે એનો બહિષ્કાર, અને પશ્ચાત્તાપ. પુનઃ ગૃહગમન અને દીન ગૃહિણીનો સત્કાર. કૃતપુણ્ય દ્રવ્યોપાર્જનાર્થે દેશાત્તર જવા નીકળે છે. એક અતુલદ્રવ્યસંપત્તિવાળી વિધવા શ્રેષ્ઠિની. એના એકનાએક પુત્રનો ચચ્ચાર સ્ત્રીઓ મૂકીને સમુદ્રને વિષે જળનિવાસ. સંતતિ નહીં હોવાના કારણે રાજ્ય તરફનાં દ્રવ્યહરણના ભયે, કોઈ પુરુષની શોધમાં શ્રેષ્ઠિની. શહેર બહાર નીકળીને રહેલા સંઘમાં રાત્રિને વિષે પલંગ પર નિદ્રા લેતા કૃતપુણ્યને પલંગસહિત ઉપડાવી જવો. ત્યાં એની ચારે પુત્રવધૂઓની સાથે બારવર્ષપર્યન્ત ગૃહવાસ અને બાળગોપાળની સમૃદ્ધિ. એના વિશેષ ભાગ્યની અદભુત ઘટના. મણિગર્ભિત મોદક. ગંગાતીરે હત્યારો હાથી. તપોવનમાં સેચનકનો જન્મ-ક્રીડા અને હત્યારા પિતા સાથે યુદ્ધ. યુદ્ધમાં પિતાનું મૃત્યુ. શ્રેણિકને ત્યાં પુત્ર-નંદિષેણનો જન્મ. કૃતઘ્ની કુંજરનો શ્રેણિકની હસ્તીશાળામાં કારાવાસ. ત્યાં એની ઉશ્રુંખલતા અને વિર્ભાગજ્ઞાન-પૂર્વ ભવનું સ્મરણ. વિધિનું વિધાનતત્ત્વકનું આક્રમણ. મોદકે મોદકે મણિ. પ્રપંચની પુતળી-દેવદત્તાવેશ્યાનું પારાવાર પાંડિત્ય. કર્મિષ્ટ કૃતપુણ્યની વૈતસી વૃત્તિ. અભિજાત અભયકુમારના અલૌકિક બુદ્ધિપ્રયોગવડે કૃતપુણ્યને પુત્રાદિ લક્ષ્મીની સંપ્રાપ્તિ. સાસુના દુર્ભાગ્ય કે વધુના સદભાગ્ય. મહાવીરપ્રભુનું સમવસરણ–આગમન. શ્રેણિકરાજા, કૃતપુણ્ય વગેરે પ્રભુને વંદન કરવા જાય છે. પ્રભુની દેશના-ધર્મનું સ્વરૂપ. અભયદાન ઉપર તસ્કરનું દૃષ્ટાંત. બાર ભાવનાનું સ્વરૂપ. કૃતપુણ્યનો પૂર્વભવ. દેવદ્રવ્યભક્ષણવિષે વ્યાખ્યાન. દેવદ્રવ્યભક્ષકનું દષ્ટાંત. કૃતપુણ્યનો વિરક્તભાવ અને દીક્ષા ગ્રહણ (પૃષ્ઠ ૧૫૧ થી ૨૨૫) પરિશિષ્ટ-ટિપ્પણી. (પૃષ્ટ ૨૨૬ થી ૨૪૦).

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 250