Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02 Author(s): Motichand Oghavji, Satyasundarvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ સૂચિપત્ર-અનુક્રમણિકા સર્ગ છછું : શ્રેણિક રાજા ચેલણાને હાર અને નન્દાને ગોળા (દડા) આપે છે. હાર ન પસંદ પડવાથી રીસાઈ જઈ જીવ આપવા તૈયાર થયેલી ચેલ્લણા. હસ્તીપાલક અને મહસેના વેશ્યાનો સંવાદ. ઘર વેચીને તીર્થ હોય નહીં. બ્રાહ્મણ અને કિંશુકવૃક્ષનું દષ્ટાંત. બ્રહ્મદત્તચક્રવર્તીની. ઉપકથા. એકાંત અટવીમાં અમૃતસરોવર. નીતિભ્રષ્ટ નાગકન્યાની અદભુત ઘટના. બ્રહ્મદત્તને દેવતાનું વરદાન. દુરાગ્રહી દારાના પ્રેમાધીન પતિરાજ. અજ જેવા પશુનું પ્રશસ્ત પુરુષત્વ. આશાભંગ થયેલી ચેલ્લણા હારીને હેઠી બેસે છે. સાકેતપુરનો દાનેશ્વરી રાજા ચંદ્રાવતંસક. એનો કાયોત્સર્ગ, અને દાસીની મર્કટ ભક્તિને લીધે પ્રાણત્યાગ. પાછળ ગાદીએ આવેલા એના જ્યેષ્ઠ પુત્ર ઉપર વિપત્તિનું વાદળ. એને લીધે એનો વૈરાગ્ય અને સંસારત્યાગ. એના ભ્રાતૃપુત્રોના કુપાત્ર કુમારોની કહાણી-મુનિજનોની કદર્થના. ત્યાગી કાકો ઉશ્રુંખલ ભત્રીજાને ઠેકાણે લાવે છે-બળાત્કારે ધર્મ. મેતાર્યનો જન્મ-કુલહીનતા. મણિ મૂકનારો છાગ. પૂર્વજન્મના મિત્રદેવતાની સહાય-સાંન્નિધ્યને લીધે કુલહીનતા જતી રહે છે અને શ્રેણિકરાજા મેતાર્યને પોતાની પુત્રી આપે છે. ચોવીશ વર્ષના ગૃહવાસને અંતે એનું સર્વસ્ત્રો સહવર્તમાન ચારિત્રગ્રહણ. આત્મશોધક કસોટી. એનો કાળધર્મ અને મોક્ષ. મોક્ષનાં સુખ કેવાં હોય એ પ્રશ્નના નિરાકરણ પર પુલિન્દ-ભીલનું દષ્ટાંત. (પૃષ્ટ ૧ થી ૪૦.) સર્ગ સાતમો : ચેલ્લણા રાણીના હારનું બુટી જવું. એને સાંધી આપનાર મણિકારનું મૃત્યુ અને મર્કટયોનિમાં પુનર્જન્મ. હારનો અપહાર. એને શોધી લાવવા માટે શ્રેણિકરાજાનું અભયકુમારને આકરું ફરમાન. એવામાં (રાજગૃહીમાં) સુસ્થિતનામા આચાર્યનું આગમન. એમનો ઉપાશ્રયના ચોકમાં નિશ્ચળ કાયોત્સર્ગ. હારની શોધમાં ફરતો અભયકુમાર થાકીને ધર્મધ્યાનનિમિત્તે એજ ઉપાશ્રયમાં આવી ચઢે છે. હારનો ચોર (પેલો વાનર) રાત્રિને સમયે કાયોત્સર્ગે રહેલા આચાર્યના કંઠમાં હાર નાખી જાય છે. એ જોઈ આચાર્યના એક શિષ્યનો ગભરાટ અને ભયોચ્ચાર. અભયકુમારનાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250