Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02 Author(s): Motichand Oghavji, Satyasundarvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ પૂછવાથી એ શિષ્યે કહેલો આત્મવૃત્તાન્ત. વળી બીજા શિષ્યને હાર જોઈને ઉત્પન્ન થયેલો ‘મહાભય'. અભયના પ્રશ્નપરથી એણે યે કહેલું ‘આત્મવૃત્તાન્ત.’ ' એજ પ્રમાણે ત્રીજા અને ચોથા શિષ્યની સંભ્રાન્તિ અને આત્મ-વૃત્તાન્ત.' આમ ચાર શિષ્યોની સાથે ધર્મગોષ્ટીમાં રાત્રિના ચાર પહોરનું વ્યતીત થવું-અને અભયકુમારનું ઘેર જવા માટે બહાર નીકળવું. બહાર નીકળતાં જ સૂરિજીના કંઠમાં હાર જોઈ ખેદયુક્ત હર્ષ ! ઉદ્યોગ ન ફળ્યો, સમય ફળ્યો. હાર લઈને પિતા-શ્રેણિકને અર્પણ કરવો. માતપિતાનો હર્ષ-પ્રશંસા-આશીર્વાદ. (પૃષ્ટ ૪૧ થી ૯૯) સર્ગ આઠમો : માળવા દેશમાં ઉજ્જયિની નગરીનું વર્ણન. એના ચંડપ્રદ્યોત રાજાનો લોભ-રાજગૃહરોધ. અભયનો અભેદ્ય ભેદચંડપ્રદ્યોતનું પલાયન. એની પ્રખર પ્રતિજ્ઞા-‘અલ્ટિમેટમ.’ એની ગણતરીબાજ ગણિકાનું શ્રેણિકના જયવત્ત જિનમંદિરમાં આવવું. એ કુટિલાની કપટજાળપાપિણીના પ્રપંચની પરાકાષ્ટા. કાક છેતરાય છે-અભયકુમારનું હરણ. અભયકુમારની એક સ્ત્રી-ખેતર પુત્રીની કર્મકથારૂપ ઉપકથા-શોક્યનું સાલ. ફેંકી દીધેલું રત્ન પુનઃ પરીક્ષકના હાથમાં. ચંડપ્રદ્યોતરાજાનાં ચાર રત્નો. રાજકુમારી વાસવદત્તા. એને માટે સંગીતશિક્ષકની શોધ. કૌશામ્બીનો સંગીતપ્રવીણ ઉદયન રાજા. રાજાપ્રધાનની એના ઉપર દૃષ્ટિ. એને પકડી મંગાવવાની કુટિલ યુક્તિ. કૃત્રિમકુંજરરાજરૂપ છલપ્રપંચથી ઉદયનનું સપડાવું-અને રાજપુત્રીના સંગીતશિક્ષક તરીકે રહેવું. કાણી શિષ્યા અને કુષ્ટી ગુરુ ! ગુરુશિષ્યા કે પતિપત્ની ! વિકટ હસ્તીને વશ કરનાર વત્સરાજ ઉર્ફે ઉદયન વાસવદત્તાનું હરણ કરી જાય છે હાથી હાથણીની રેસ'. ચંડપ્રદ્યોતનો રોષ-એના અમાત્યની સમજાવટ, પ્રસંગેપ્રસંગે ચંડપ્રદ્યોતે અભયને આપેલાં ચાર ‘વર'. એ ચારેની એકસામટી માગણી. ચંડપ્રદ્યોત પર હિમપાત ! અભયકુમારનો મોક્ષ-છૂટકારો. વળતી એની ચાહન ‘ચેલેન્જ'. શત્રુબન્ધનનાટક. પ્રદ્યોતમદમર્દન. અભયકુમારપ્રતિજ્ઞાપૂરણ. (પૃષ્ટ ૧૦૦ થી ૧૫૦). " સર્ગ નવમો : રાજગૃહીમાં ધનદત્તશેઠ અને વસુમતી શેઠાણી. અનર્ગળ દ્રવ્ય છતાં સંતતિ ન હોવાથી વસુમતીનો શોક. એનાં અન્તરાયPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 250