Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ છે ? પછી ‘My ઈગોઈઝમ' બોલે છે કે ‘I એમ ઈગોઈઝમ' બોલે પ્રશ્નકર્તા : My ઈગોઈઝમ. દાદાશ્રી : ‘My ઈગોઈઝમ' બોલશો તો એટલું જુદું પાડી શકશો. પણ તેથી આગળ જે છે, એમાં તમારો ભાગ શું છે તે તમે જાણતા નથી. એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં. તમારું અમુક જ હદ સુધી જાણો. તમે સ્થૂળ વસ્તુ જ જાણો છો, સૂક્ષ્મમાં જાણતા જ નથી. આ તો સૂક્ષ્મ બાદ કરવાનું, એ પછી સૂક્ષ્મતર બાદ કરવાનું, પછી સૂક્ષ્મતમ બાદ કરવાનું એ જ્ઞાની પુરુષનું જ કામ. પણ એક-એક સ્પેરપાર્ટસ બધા બાદ કરતાં કરતાં જઈએ તો I ને My એ બે જુદું થઈ શકે ખરું ને ? I ને My બે જુદાં પાડતાં છેવટે શું રહે ? Myને બાજુએ મૂકો, તો છેવટે શું રહ્યું ? પ્રશ્નકર્તા : I. દાદાશ્રી : તે I એ જ તમે છો ! બસ, તે I ને રીયલાઈઝ કરવાનું છે. ત્યાં અમારી (જ્ઞાનીની) જરૂર પડે. હું એ બધું જ તમને છુટું પાડી આપું. પછી તમને ‘હું શુદ્ધાત્મા છું' એવો અનુભવ થયા કરે. અનુભવ થવો જોઇએ. અને જોડે જોડે દિવ્યચક્ષુ પણ આપું છું એટલે આત્મવત્ સર્વ ભૂતેષુ (બધામાં જ આત્મા) દેખાય. ૪. ‘હું’ની ઓળખાણ કેવી રીતે ? જપ-તપ, વ્રત તે નિયમ પ્રશ્નકર્તા : વ્રત, તપ, નિયમ એ જરૂરી છે કે નહીં ? દાદાશ્રી : એવું છે, આ ‘કેમિસ્ટ’ને ત્યાં જેટલી દવાઓ છે એ બધી જરૂરી છે પણ તે લોકોને જરૂરી છે, તમારે તો જે દવાની જરૂર છે એટલી ૬

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62