________________
કે આ અથડામણ થઈ !' પોતાની ભૂલ જડે એટલે ઉકેલ થઈ ગયો, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે ‘સામાની ભૂલ છે’ એવું ખોળવા જઈશું તો કોઈ દહાડોય આ પઝલ સોલ્વ નહીં થાય. ‘આપણી ભૂલ છે’ એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે, બીજો કોઈ ઉપાય નથી. કોઈનીય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની.
હમણે એક છોકરું પથ્થર મારે અને લોહી નીકળે, એટલે છોકરા ઉપર શું કરો ? ગુસ્સો કરો. અને તમે જતા હો, ત્યારે ડુંગર ઉપરથી એક પથરો પડ્યો. તે વાગે ને લોહી નીકળે તો પછી શું કરો ? ગુસ્સો કરો ? ના. એનું શું કારણ ? પેલો પથરો ડુંગર ઉપરથી પડેલો છે ! પછી પેલો છોકરો પસ્તાતો હોય કે મારાથી આ ક્યાં થઈ ગયું. અને આ ડુંગર ઉપરથી પડ્યો, તે કોણે કર્યું ?
વિજ્ઞાન, સમજવા જેવું
પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું ?
દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખતે લડી શકે ? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું, તો આપણે એની જોડે શું કરવું ? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને માર માર કરવી ? એમ આ ખૂબ ક્લેશ કરાવતા હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું ? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે. પછી કોઈ મુશ્કેલી નથી.
આપણને આ ભીંતને વઢવાની સત્તા છે ? એવું સામાને માટે છે. અને એના નિમિત્તે જે અથડામણ છે, એ તો છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભીંત જેવા થઈ જાઓને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલાં છે, તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! ને તમને
૪૦