Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 48
________________ ચોર ચોરી કરવામાં ધર્મ માને છે ને દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે, ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે કોઈ જીવને દુ:ખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે.” તિજદોષો દેખાડે અન્યાય ફક્ત પોતાના દોષને લઈને જગત બધું ગેરકાયદેસર લાગે છે. કોઈ ક્ષણે ગેરકાયદેસર થયું જ નથી. બિલકુલ ન્યાયમાં જ હોય. અહીંની કોર્ટના ન્યાયમાં ફેરફાર પડી જાય. એ ભૂકો નીકળે પણ આ કુદરતના ન્યાયમાં ફેર નહીં. અને એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહેશે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે તેથી આ બધું ઊભું થયું છે. જગત ન્યાય સ્વરૂપ આ જગત ગપ્યું નથી. જગત ન્યાય સ્વરૂપ છે. કુદરતે ક્યારેય બિલકુલ અન્યાય કર્યો નથી. કુદરત જે પેણે માણસને કાપી નાખે છે, એક્સિડન્ટ થઈ જાય છે, એ બધું ન્યાય સ્વરૂપ છે. ન્યાયની બહાર કુદરત ચાલી નથી. આ વગર કામના અણસમજણથી ઠોકાઠોક કરે છે અને જીવન જીવવાની કળા પણ નથી આવડતી અને જો ચિંતા-ચિંતા માટે જે બન્યું એને ન્યાય કહો. બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. આ દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી, ન્યાય જ થઈ રહ્યો છે. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને ૪૫.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62