Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 52
________________ જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. “ભોગવે એની ભૂલ.” જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે. ભગવાનનો કાયદો શું? ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે, તે પોતે જ ગુનેગાર છે. આ કોઈનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે, તો આજે પકડાયો માટે તે ચોર ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે. આ વાત સમજી ગયાં એટલે ગૂંચવાડો ઓછો થતો જાય. આ જગતનો નિયમ એવો છે કે આંખે દેખે, એને ભૂલ કહે છે અને કુદરતનો નિયમ એવો છે કે કોણ ભોગવે છે, એની ભૂલ છે. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના આપીએ, કો'ક દુઃખ આપે તે આપણે જમે કરી લઈએ તો આપણા ચોપડા ચોખ્ખા થઈ જાય. કોઈને આપીએ નહીં, નવો વેપાર શરૂ કરીએ નહીં અને જૂનો હોય તે માંડવાળ કરી દઈએ એટલે ચૂકતે થઈ જાય. ઉપકારી, કર્મમાંથી મુક્ત કરાવનારા જગતમાં કોઈનો દોષ નથી, દોષ કાઢનારાનો દોષ છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. સહુ સહુના કર્મના ઉદયથી છે. બધા ભોગવી રહ્યા છે, તે કોઈ આજે ગુનો કરતા નથી. ગયા અવતારના કર્મના ફળ રૂપે આ બધું થાય છે. આજ તો એને પસ્તાવો થતો હોય પણ પેલો કોન્ટેક્ટ ૪૯

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62