________________
જ્ઞાનવિધિ શું છે ?
આત્મસાક્ષાત્કાર પામવાનો ભેદજ્ઞાનનો પ્રયોગ, જે પ્રશ્નોત્તરી સત્સંગથી જુદો છે, જેમાં મુમુક્ષુને પોતાના જ આત્માનો સાક્ષાત્કાર થાય છે. ૧૯૫૮માં પરમ પૂજ્ય દાદા ભગવાનને જે આત્મજ્ઞાન પ્રગટ્યું, તે જ આત્મજ્ઞાન આજે પણ એમની કૃપા તથા પૂજ્ય નીરુમાના આશીર્વાદથી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માધ્યમ થકી પ્રાપ્ત થાય છે. જ્ઞાન શા માટે લેવું જોઈએ ?
જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવા, મોક્ષપ્રાપ્તિ માટે. પોતાનો આત્મા જાગૃત કરવા.
ઘર, કુટુંબ, કામકાજ, વ્યવહારમાં સુખ-શાંતિ અનુભવવા. જ્ઞાનવિધિથી શું પ્રાપ્ત થાય છે?
- અનંત કાળનાં પાપો ભસ્મિભૂત થાય છે.
અજ્ઞાન માન્યતાઓ (રોંગ બિલીફો) દૂર થાય છે. આત્મજાગૃતિ ઉત્પન્ન થાય છે.
GG
G
- સાચી સમજણથી સંસારવ્યવહાર પૂરો કરવાની ચાવીઓ મળે છે. નવા કર્મો બંધાતા નથી અને જૂના કર્મો પૂરા થતા જાય છે. જ્ઞાન માટે પ્રત્યક્ષ આવવું જરૂરી છે ?
જ્ઞાનવિધિ એ જ્ઞાનીની કૃપા અને આર્શીવાદનું ફળ છે. તે માટે પ્રત્યક્ષ આવવું અનિવાર્ય છે.
પૂજ્ય નીરુમા તથા પૂજ્ય દીપકભાઈના ટીવી કે વીસીડી સત્સંગ કાર્યક્રમો તથા દાદાનાં પુસ્તકો તમને જ્ઞાન મેળવવા અંગેની પૂર્વભૂમિકા તૈયાર કરાવી શકે પરંતુ આત્મસાક્ષાત્કાર ના કરાવી શકે.
જ્ઞાન પ્રાપ્ત કરવાનાં કોઇ પણ સાધનથી શાંતિ જરૂર મળે પરંતુ પોતાનો આત્મા જગાડવા પ્રત્યક્ષ આવી જ્ઞાન લેવું પડે. દા.ત. પુસ્તકમાં દર્શાવેલો દીવો પ્રકાશ ના આપી શકે પરંતુ પ્રગટ દીવો પ્રકાશ આપી શકે.
જ્ઞાન લેવા તમારે ધર્મ કે ગુરુ બદલવાના નથી.
જ્ઞાન એ અમૂલ્ય વસ્તુ હોઈ એના માટે કંઈ પણ મૂલ્ય આપવાનું હોતું નથી.