________________
અથડામણ ટાળો
ન આવો અથડામણમાં.... કોઈનીય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.” આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોશે પહોંચીશ. અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય.
અમારો એક શબ્દ એક દહાડો પાળે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય ! અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તેવી અથડામણ કોઈ નાખી જાય (કરવા આવે) તોય તે ટાળી શકાય.
જો ભૂલેચૂકેય તું કોઈની અથડામણમાં આવી ગયો, તો તેનો નિકાલ કરી નાખજે. સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે.
ટ્રાફિકના કાયદાથી ટળે અથડામણ હંમેશાં દરેક અથડામણમાં બન્નેને નુકસાન થાય. તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં. એ અથડામણ છે, એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહનવ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો, અથડાવામાં જોખમ છે. માટે કોઈની જોડે અથડાશો નહીં. એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં.
કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતાં હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણાં મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં ઓચિંતી કંઈક અસર થઈ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી; એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય.
૩૮