________________
ક્રમમાં કરવાનું તે અક્રમમાં... એક ભાઈએ એક ફેર પ્રશ્ન પૂછયો કે ક્રમ ને અક્રમમાં ફેર શો? ત્યારે મેં કહ્યું કે, ક્રમ એટલે બધાં કહે કે આ અવળું છોડો ને સવળું કરો. બધાં એ જ કે’ કે કર્યા કરે, એનું નામ ક્રમિક માર્ગ. ક્રમ એટલે બધાં છોડવાનું કહે, આ કપટ-લોભ છોડો ને સારું કરો. એ જ તમે જોયું ને અત્યાર સુધી ? અને આ અક્રમ એટલે કરવાનું નહીં કરોમિ-કરોસિકરોતિ નહીં !
અક્રમ વિજ્ઞાન તો બહુ મોટી અજાયબી કહેવાય. આ જ્ઞાન લીધા પછી માણસ બીજે દહાડે ફેરફાર થઈ જાય. આ સાંભળતા જ લોકો માની જાય ને અહીં ખેંચાઈ આવે.
અક્રમમાં મૂળેય અંદરથી જ શરૂઆત થાય છે. ક્રમિક માર્ગમાં શુદ્ધતા પણ અંદરથી થઈ શકે નહીં, એનું કારણ કેપેસિટી નથી, એવી મશીનરી નથી એટલે બહારની રીત લીધી છે. પણ તે બહારની રીત અંદર ક્યારે પહોંચે ? મન-વચન-કાયાની એકતા હોય ત્યારે અંદર પહોંચે અને પછી અંદર શરૂઆત થાય. મૂળમાં તો અત્યારે) મન-વચન-કાયાની એકતા રહી
નથી.
એકાત્મયોગ તૂટતાં અપવાદે પ્રગટ્યો અક્રમ જગતે સ્ટેપ બાય સ્ટેપ, ક્રમે ક્રમે કરીને આગળ વધવાનો મોક્ષમાર્ગ ખોળી કાઢેલો છે. પણ તે ક્યાં સુધી સાચો કે મનમાં હોય, એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં હોય ત્યાં સુધી એ મોક્ષમાર્ગ ચાલ્યા કરે. નહીં તો એ માર્ગ બંધ થઈ જાય. તે આ કાળમાં મન-વચનકાયાની એકતા તૂટી ગઈ છે એટલે ક્રમિક માર્ગ ફ્રેક્યર થઈ ગયો છે. તેથી કહું છું ને આ ક્રમિક માર્ગનું બેઝમેન્ટ સડી ગયું છે, એટલે આ અક્રમ નીકળ્યો છે. અહીં બધું એલાઉ થાય છે, તું જેવો હોય એવો. અહીં તું મને ભેગો થયોને, માટે બસ ! એટલે આપણે તો બીજી બહારની ભાંજગડો જ નહીં કરવાની.
૧૬