Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 36
________________ એટલે પછી એ પજવે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય ‘એડજસ્ટ' થા. અમને કોઈ કહે કે, ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે, ‘એ તો પહેલેથી જ ન્હોતી. હમણાં તું ક્યાં ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી. પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટીને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. વાઈફ જોડે એડજસ્ટમેન્ટ આપણે કંઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળુંસવળું બોલવા માંડી, ‘આટલાં મોડાં આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ...', એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે ‘હા, તારી વાત ખરી છે, તું કહેતી હોય તો પાછો જઉં, તું કહેતી હોય તો મહીં બેસું.’ ત્યારે કહે, ‘ના, પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના.’ પણ પછી કહીએ, ‘તું કહું તો ખાઉં, નહીં તો સૂઈ જાઉં.' ત્યારે કહે, ‘ના, ખઈ લો.’ એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવીએ ઉપરથી, તો ચાનો કપ છણકો મારીને આપે, તે ત્રણ દા'ડા સુધી ચાલ્યા જ કરે. જમવામાં એડજસ્ટમેન્ટ વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે ‘એડજસ્ટ એવરીવ્હેર’ થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. મતભેદ ના પાડવા. એટલે અત્યારે લોકોને મેં શબ્દ આપ્યો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર' ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે દાદાએ એડજસ્ટમેન્ટ કહ્યું છે, પછી એ કઢી થોડી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ રહે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં. ઘરમાં ઝઘડો ના હોય. પોતે કોઈ જગ્યાએ મુશ્કેલીમાં મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તોય સંસાર રૂપાળો લાગે. ૩૩

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62