Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 38
________________ ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલાં “એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. સુંવાળા જોડે તો સહુ કોઈ “એડજસ્ટ” થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે “એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ’ (અનુકુળ) થાય નહીં. આપણે એને “ફીટ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને “ફીટ’ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે “એડજસ્ટ એવરીવ્હેર'. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય ને એ આનાકાની કરતો હોય તો તેને ચાર રૂપિયા ઓછા-વત્તા કરીને (વધારે આપીને) મનાવી લેવો પડે અને ના મનાવીએ તો એ બેગ આપણાં માથા પર જ નાખે ને ! ફરિયાદ? નહીં, “એડજસ્ટ' ઘરમાંય “એડજસ્ટ થતાં આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળા શું કહેશે ? “થોડોઘણો ટાઈમ તો સાચવવો જોઈએને ?” તે આપણે વહેલા ઘેર જઈએ એ શું ખોટું ? હવે કેમ આવું માર ખાવાનું થયું ? કારણ કે પહેલાં બહુ ફરિયાદો કરી હતી. તેનાં આ પરિણામ આવ્યા. તે દહાડે સત્તામાં આવ્યો ત્યારે ફરિયાદો કર કર કરી. હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું, એટલે હવે “પ્લસમાઈનસ' કરી નાખો. સામો ગાળ ભાંડી ગયો, એને જમા કરી દેવાનું. ફરિયાદી થવાનું જ નહીં ને ! ઘરનાં ધણી-ધણીયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે “એડજસ્ટ થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે “એડજસ્ટ થઈ જવું તો ઉકેલ આવે. આ “એડજસ્ટ એવરીવ્હેર' નહીં થાય તો બધા ગાંડા થશો. સામાને છંછેડ્યા કરો, તેથી જ ગાંડા થયા. ૩૫

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62