Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ ન ફાવે તોય તભાવો તારી જોડે જે કોઈ ડિસએડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી જેઠાણીને ડિસૂએડજસ્ટમેન્ટ થતું હોય તો, જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય, તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાંય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! સુધારવી કે એડજસ્ટ થવું? દરેક વાતમાં આપણે સામાને “એડજસ્ટ થઈ જઈએ તો કેટલું બધું સરળ થઈ જાય ! આપણે જોડે શું લઈ જવાનું છે ? કોઈ કહેશે કે, ‘ભાઈ, એને સીધી કરો.” “અરે, તું એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ.” માટે “વાઈફ’ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાટું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે ! બન્નેના મરણકાળ જુદા, બન્નેનાં કરમ જુદાં ! કશું લેવા કે નહીં ને દેવા યે નહીં! અહીંથી તે કોને ત્યાં જશે, તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતાં જન્મે કો'કને ભાગે જાય ! માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું ! પ્રકૃતિ કોઈની કોઈ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તેવી ભલે હો, “એડજસ્ટ એવરીવ્હેર'. વાંકા જોડે એડજસ્ટ થાવ વ્યવહાર તો એનું નામ કહેવાય કે “એડજસ્ટ’ થઈએ એટલે પડોશી યે કહે કે, “બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી. જેની જોડે ના ૩૪

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62