________________
ના થવી જોઈએ ? એની ખાતરી એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. એટલે પૂર્ણ કામ થઈ ગયું ને ?
અક્રમ સરળતાથી કરાવે આત્માનુભૂતિ
ક્રમિક માર્ગમાં તો કેટલો બધો પ્રયત્ન કરે ત્યારે આત્માનો ખ્યાલ આવે, તેય ઝાંખો ઝાંખો અને લક્ષ તો બેસે જ નહીં. એમને લક્ષમાં રાખવું પડે કે આત્મા આવો છે અને અક્રમ માર્ગમાં તો સીધો આત્માનુભવ જ થાય છે. માથું દુઃખે, ભૂખ લાગે, પેરાલિસીસ થાય, બહાર ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પણ મહીં શાતા જતી નથી એને આત્માનુભવ કહ્યો. આત્માનુભવ તો દુઃખનેય સુખ કરી આપે અને મિથ્યાત્વીને તો સુખમાંય દુઃખ લાગે.
આ અક્રમ વિજ્ઞાન છે એટલે આટલું જલદી સમતિ થાય છે, આ તો બહુ ઊંચી જાતનું વિજ્ઞાન છે. આત્મા ને અનાત્મા વચ્ચે એટલે તમારી ને પારકી ચીજ એમ બે વહેંચણી કરી આપીએ. આ તમારો ભાગ અને આ ભાગ તમારો નહીં, બે વચ્ચે વિધિન વન અવર (માત્ર એક કલાકમાં જ) લાઈન ઑફ ડિમાર્કેશન (ભેદરેખા) નાખી આપું. તમે જાતે માથાકૂટ કરવા જાવ તો લાખ અવતારેય ઠેકાણું નહીં પડે.
'મને' મળ્યો તે અધિકારી
પ્રશ્નકર્તા : આ માર્ગ આવો સહેલો છે, તો પછી કોઈ અધિકાર જેવું જોવાનું જ નહીં ? ગમે તેને માટે એ શક્ય ?
દાદાશ્રી : લોકો મને પૂછે કે, ‘હું અધિકારી ખરો ?” ત્યારે મેં કહ્યું, ‘મને મળ્યો માટે તું અધિકારી.' આ મળવું એ સાયંટિફિક
સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આની પાછળ. એટલે અમને જે કોઈ માણસ ભેગો થાય, એને અધિકારી માનવામાં આવે છે. એ ભેગો શા આધારે થાય છે ? એ અધિકારી છે તેના આધારે મને ભેગો થાય છે. મને ભેગો થાય છતાં એને પ્રાપ્તિ ના થાય, તો પછી એને અંતરાયકર્મ નડે છે.
૧૫