________________
‘આજ્ઞા' પાળવાથી સાચો પુરુષાર્થ શરૂ
મેં તમને જ્ઞાન આપ્યું, તે પ્રકૃતિથી તમે છૂટા પડ્યા. ‘હું શુદ્ધાત્મા’ એટલે પુરુષ છે અને ત્યાર પછી પુરુષાર્થ છે ખરો, રિયલ પુરુષાર્થ આ. પ્રશ્નકર્તા : રિયલ પુરુષાર્થ અને રિલેટિવ પુરુષાર્થ, એ બેમાં ફરક બતાવોને !
દાદાશ્રી : રિયલ પુરુષાર્થમાં ક૨વાની વસ્તુ નથી હોતી. બેમાં ફરક એ છે કે રિયલ પુરુષાર્થ એટલે ‘જોવાનું’ ને ‘જાણવાનું’ અને રિલેટિવ પુરુષાર્થ એટલે શું ? ભાવ કરવાના. આવું હું કરીશ.
તમે જે ચંદુભાઈ હતા ને પુરુષાર્થ કરતા હતાને, એ ભ્રાંતિનો પુરુષાર્થ હતો. પણ જ્યારે ‘હું શુદ્ધાત્મા છું’ ને એ પુરુષાર્થ કરો પછી, દાદાની પાંચ આજ્ઞામાં રહો એ રિયલ પુરુષાર્થ. પુરુષ થઈને પુરુષાર્થ કર્યો કહેવાય.
પ્રશ્નકર્તા ઃ જ્ઞાનબીજ જે રોપાયું એ જ પ્રકાશ છે, એ જ જ્યોતિ છે ?
દાદાશ્રી : એ જ ! પણ બીજરૂપે. હવે એ ધીમે ધીમે પૂનમ થશે. પુદ્ગલ અને પુરુષ બે જુદા પડ્યા ત્યારથી પુરુષાર્થ સાચો શરૂ થાય. જ્યાં પુરુષાર્થ ચાલુ થયો, તે બીજની પૂનમ કરશે. હા ! આ આજ્ઞા પાળી એટલે થાય. બીજું કશું કરવાનું જ નથી, ફક્ત આજ્ઞા પાળવાની.
પ્રશ્નકર્તા : દાદા, પુરુષ થયા પછીનાં પુરુષાર્થનું વર્ણન તો કરો થોડું. વ્યવહારમાં કેવી રીતે કરતો હોય ?
દાદાશ્રી : વ્યવહા૨માં જ છેને બધું આ, આ આપણા મહાત્માઓ બધા પાંચ આજ્ઞામાં રહે છેને ! પાંચ આજ્ઞા એ જ દાદા, એ જ રિયલ પુરુષાર્થ.
પાંચ આજ્ઞા પાળવી, એનું નામ પુરુષાર્થ અને પાંચ આજ્ઞાના પરિણામે શું થાય છે ? જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાય છે. અને અમને કોઈ પૂછે કે ખરા પુરુષાર્થનું નામ શું ? ત્યારે અમે કહીએ, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે ! તે આ પાંચ આજ્ઞા, જ્ઞાતા-દ્રષ્ટા જ શીખવાડે છેને ?
૨૩