________________
તે પ્રગતિની સ્પીડ શેના ઉપર આધાર રાખે છે ? શું કરે તો વહેલી ઝડપી પ્રગતિ થાય ?
દાદાશ્રી : પાંચ આજ્ઞાઓ પાળે તો બધું ઝડપી ને પાંચ આજ્ઞા જ એનું એ કારણ છે. પાંચ આજ્ઞા પાળે એટલે આવરણ તૂટતું જાય, શક્તિઓ પ્રગટ થતી જાય. તે અવ્યક્ત શક્તિ છે, એ વ્યક્ત થતી જાય. પાંચ આજ્ઞા પાળવાથી ઐશ્વર્ય વ્યક્ત થાય. બધી જાત જાતની શક્તિઓ પ્રગટ થાય. આજ્ઞા પાળવા ઉપર આધાર છે.
અમારી આજ્ઞાને સિન્સીયર રહેવું એ તો મોટામાં મોટો મુખ્ય ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબુધ થયા તે અમારા જેવો જ થઈ જાય ! પણ આજ્ઞા જ્યાં સુધી સેવે છે ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર પછી ના થવો જોઈએ. તો વાંધો ના આવે.
દઢ નિશ્ચય જ પળાવે આજ્ઞા દાદાની આજ્ઞા પાળવી છે એ જ મોટામાં મોટી વસ્તુ છે. આજ્ઞા પાળવાનું નક્કી કરવું જોઈએ. તમારે આજ્ઞા પળાય છે કે નહીં તે જોવાનું નથી. આજ્ઞા જેટલી પળાય એટલી સાચી, પણ આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી છે.
પ્રશ્નકર્તા ઃ આજ્ઞા ઓછીવત્તી પળાય એનો વાંધો નથી ને ?
દાદાશ્રી : વાંધો નહીં એવું નહીં. આપણે નક્કી કરવું કે આજ્ઞા પાળવી જ છે ! સવારથી જ નક્કી કરવું કે “પાંચ આજ્ઞામાં જ રહેવું છે, પાળવી છે.” નક્કી થયું ત્યારથી અમારી આજ્ઞામાં આવી ગયો, મારે એટલું જ જોઈએ છે.
આજ્ઞા પાળવાની ભૂલી જાય તો પ્રતિક્રમણ કરવું કે “હે દાદા, આ બે કલાક ભૂલી ગયો, આપની આજ્ઞા ભૂલી ગયો. પણ મારે તો આજ્ઞા પાળવી છે. મને માફ કરો.” તો પાછલું બધુંય પાસ. સોએ સો માર્ક પુરા. એટલે જોખમદારી ના રહી. આજ્ઞામાં આવી જાય તો આખું વર્લ્ડ અડ નહીં. અમારી આજ્ઞા પાળો એટલે તમે કશું અડે નહીં.
૨ ૨