Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ આ કાળ કેવો છે કે બધે કુસંગ છે. રસોડાથી માંડીને ઓફિસમાં, ઘરમાં, રસ્તામાં, બહાર, ગાડીમાં, ટ્રેનમાં, એવી રીતે બધે જ કુસંગ જ છે. કુસંગ છે એટલે આ જ્ઞાન મેં તમને બે કલાકમાં આપેલું એ આ કુસંગ ખઈ જાય. કુસંગ ના ખઈ જાય ? તો એને માટે પાંચ આજ્ઞાઓની પ્રોટેક્શન વાડ આપી કે આ પ્રોટેક્શન કર્યા કરશો તો મહીં દશામાં મીનમેખ ફેરફાર નહીં થાય. એ જ્ઞાન એને આપેલી સ્થિતિમાં જ રહેશે. વાડ તૂટી તો એ જ્ઞાનને ખલાસ કરી નાખે, ધૂળધાણી કરી નાખે. આ જ્ઞાન તો મેં તમને આપ્યું અને ભેદજ્ઞાન જુદું પાડ્યું. પણ હવે એ જુદું થયેલું રહે, એટલે હું પાંચ વાક્ય (આજ્ઞા રૂપે) તમને પ્રોટેક્શન માટે આપું છું કે જેથી કરીને આ જે કળિયુગ છે ને, તે કળિયુગના લૂંટી ના લે બધા. બોધબીજ ઊગે તો પાણી ને બધું છાંટવું પડે ને ? વાડોળિયું મૂકવું પડે કે ના મૂકવું પડે ? “જ્ઞાત' પછી કઈ સાધતા ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી હવે કઈ જાતની સાધના કરવી ? દાદાશ્રી : સાધના તો, આ પાંચ આજ્ઞા પાળે છે ને, એ જ ! હવે બીજી કોઈ સાધના ના હોય. બીજી સાધના બંધનકારક છે. આ પાંચ આજ્ઞા છોડાવનારી છે. પ્રશ્નકર્તા: આ જે પાંચ આજ્ઞા છે, એનાથી પર એવું કંઈ ખરું? દાદાશ્રી : પાંચ આજ્ઞાની એક વાડ છે તમને, તે આ તમારો માલ મહીં ચોરી ના ખાય કોઈ, એ વાડ તમે રાખી મેલો તો મહીં એક્કેક્ટ અમે આપ્યું એનું એ જ રહેશે અને વાડ ઢીલી થઈ, તે કોઈ પેસી જઈને બગાડશે. તે પાછું મારે રીપેર કરવા આવવું પડે. એટલે આ પાંચ આજ્ઞામાં રહે ત્યાં સુધી નિરંતર સમાધિની અમે ગેરન્ટી આપીએ છીએ. આજ્ઞાથી ગતિ ઝડપી પ્રશ્નકર્તા: આપણે જ્ઞાન પામ્યા પછી જે આપણી પ્રગતિ થાય, ૨૧

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62