________________
હતી, તેની અસર આજ સુધી ચાલે છે. તો “જ્ઞાની પુરુષ'ની વાણીનીય અસર થાય જ. વીતરાગ વાણી વગર બીજો કોઇ ઉપાય નથી.
પ્રત્યક્ષ પરિચય ન મળે ત્યારે પ્રશ્નકર્તા: દાદાજી, પરિચયમાં ના રહેવાય તો પુસ્તકો કેટલી હેલ્પ કરે ?
દાદાશ્રી : બધું હેલ્પ કરે. બધી આ અહીંની દરેક ચીજ દાદાની, એ શબ્દો દાદાનાં છે, આશય દાદાનો છે, એટલે બધું હેલ્પ કરે.
પ્રશ્નકર્તા: પણ સાક્ષાત્ પરિચય ને આમાં ફેર ને ?
દાદાશ્રી : એ તો ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય. માટે આપણે તો જે વખતે જે આવ્યું તે કરવું. દાદા ના હોય ત્યારે શું કરવું? દાદાનું પુસ્તક છે તે વાંચવું. પુસ્તકમાં દાદા જ છેને ! નહીં તો આંખો મીંચીએ કે તરત દાદા દેખાય !
૧૫. પાંચ આજ્ઞાથી જગત નિર્દોષ
જ્ઞાત પછી પ્રારંભ, તિજદોષ દર્શનનો સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, “હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યો ડમરો છું” એમ રહે. અને “સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા; મનવચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય.
જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, તે પોતે ‘પરમાત્મા સ્વરૂપ” થઈ ગયો ! “હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું' – એ સમજાય પછી નિષ્પક્ષપાતી થવાય. કોઇનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે અમારું
૨૯