________________
આપેલું “જ્ઞાન” પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય.
આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી અહંકાર નિમૂળ નહીં થાય. અહંકાર નિમૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.
કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશેને? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવને, તોય બધું બહુ કામ લાગે.
આજ્ઞાપાલન થકી વધે નિર્દોષ દષ્ટિ મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દૃષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે, તેને સહેજેય ફ્રેક્ટર નહીં થવા દે.
ત્યારથી થયું સમકિત પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે. નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા, તેની બહુ ચિંતા કરવા જેવી નથી પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે !
દોષો એટલાં જ ખપે પ્રતિક્રમણ અનંત દોષનું ભાન છે ત્યારે એટલાં જ પ્રતિક્રમણ કરવા પડશે. જેટલાં દોષ ભરી લાવ્યા છે, તે તમને દેખાશે. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા
૩૦