Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ લક્ષ ઉત્પન્ન થાય, પછી હું શુદ્ધાત્મા છું' એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા-દ્રષ્ટા થયા થોડીવાર એ અનુભવ. ૧૩. પ્રત્યક્ષ સત્સંગનું મહત્વ ગૂંચવાડાઓના સમાધાન માટે સત્સંગની આવશ્યકતા આ “અક્રમ વિજ્ઞાન” થકી તમને પણ આત્માનુભવ જ પ્રાપ્ત કર્યા છે. પણ તે તમને સહજ પ્રાપ્ત થયેલો છે તેથી તમને પોતાને લાભ થાય, પ્રગતિ મંડાય. “જ્ઞાની'ના પરિચયમાં વિશેષ વિશેષ રહીને સમજી લેવાનું આ જ્ઞાન ઝીણવટથી સમજી લેવું પડે. કારણ કે આ જ્ઞાન કલાકમાં જ આપેલું છે. કેવડું મોટું જ્ઞાન ! તે એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય એ જ્ઞાન અહીં માત્ર એક કલાકમાં થાય છે ! પણ બેઝિક (જ્ઞાન પ્રાપ્ત) થાય છે. પછી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવાર સમજવા માટે તો તમે મારી પાસે બેસી ને પૂછપરછ કરો, ત્યારે હું તમને સમજાવું. એટલે અમે કહીએ છીએ કે સત્સંગની બહુ જ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા (ગૂંચવાડા) પૂછતા જાવને, તે આંકડા મહીં ખૂલતા જાય. એ તો જેને ખૂંચે, તેણે પૂછી લેવું જોઈએ. બીજ વાવ્યા પછી પાણી છાંટવું જરૂરી પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી પણ હું શુદ્ધાત્મા છું' એવું ખ્યાલમાં લાવવું પડે છે એ થોડું અઘરું છે. દાદાશ્રી : ના, એ થવું જોઈએ. રાખવું પડે નહીં, એની મેળે જ રહે. એ છે કે એને માટે શું કરવું પડે ? એ પછી મારી પાસે આવવુંજવું પડે, અને પાણી જે છાંટવાનું એ છંટાતું નથી. એટલે આ બધું એ અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય ધંધાનું? ૨૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62