________________
છે ? આત્મા ને દેહ જુદાં પડી જાય છે. ત્રીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઊતરે છે. એટલે નિરંતર જાગૃતિ ઊભી થઈ જાય છે, એને પ્રજ્ઞા શરૂ થઈ જાય છે.
બીજમાંથી પૂનમ જ્ઞાન આપીએ છીએ ત્યારે અનાદિ કાળથી, એટલે લાખો અવતાર થઈ ગયા, તો અમાસ હતી. અમાસ તમે સમજ્યા ? “નો મૂન” ! અનાદિકાળથી “ડાર્કનેસ'માં (અંધારામાં) જ જીવે છે બધા. અજવાળું જોયું જ નથી. મૂન (ચંદ્ર) જોયો જ નથી ! તે અમે આ જ્ઞાન આપીએ છીએ એટલે મૂન પ્રગટ થાય છે. તે પહેલું બીજના જેવું અજવાળું આવે. અને આખુંય જ્ઞાન આપીએ ત્યારે મહીં પ્રગટ થાય. કેટલું ? બીજના ચંદ્રમાં જેટલું જ. પછી આ અવતારમાં પૂનમ થાય ત્યાં સુધી આપણે કરી લેવું. પછી બીજની ત્રીજી થાય, ચોથ થાય, ચોથની પાંચમ થાય. ને પૂનમ થઈ જાય એટલે કમ્પ્લીટ થઈ ગયો ! એટલે કેવળજ્ઞાન થઈ ગયું. કર્મ બંધાય નહીં, કર્મ બંધાતા અટકી જાય. ક્રોધ-માન-માયા-લોભ હોય નહીં. પહેલા ચંદુભાઈ ખરેખર હતો ને તે જ ભ્રાંતિ હતી. તે ખરેખર “હું ચંદુભાઈ છું એ ગયું. એ ભ્રાંતિ ગઈ. હવે તને આજ્ઞા આપી છે એ આજ્ઞામાં રહેજે.
અહીં જ્ઞાનવિધિમાં આવશો તો હું બધા પાપ ધોઈ નાખીશ. પછી (તમને) પોતાના દોષ દેખાશે. અને પોતાના દોષ દેખાયા ત્યારથી જાણવું કે હવે મોક્ષે જવાની તૈયારી થઈ. ૧૧. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી પાળવાની આજ્ઞાનું મહત્વ
આજ્ઞા, જ્ઞાનના પ્રોટેક્શન માટે અમે જ્ઞાન આપીએ પછી તમને આત્મ અનુભવ થઈ જાય તો શું કામ બાકી રહે ? જ્ઞાની પુરુષની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને અમારી આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં, એવું આ અક્રમ વિજ્ઞાન છે.