________________
જ્ઞાતાગ્નિથી થાય કર્મો ભસ્મીભૂત
આ ‘જ્ઞાન’ આપીએ છીએ તે દહાડે શું થાય છે ? જ્ઞાનાગ્નિથી એનાં જે કર્મો છે તે ભસ્મીભૂત થઈ જાય છે. બે પ્રકારનાં કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને એક પ્રકારનાં કર્મો રહે છે. જે કર્મો વરાળરૂપે છે એનો નાશ થઈ જાય છે. અને જે કર્મો પાણીરૂપે છે, એનો પણ નાશ થઈ જાય છે અને જે કર્મો બરફરૂપે છે, તેનો નાશ નથી થતો. કારણ કે જામી ગયેલાં છે, કર્મ ફળ આપવાને માટે તૈયાર થઈ ગયું છે, એ છોડે નહીં પછી. પણ પાણીરૂપે અને વરાળરૂપે કર્મો હોય, એને જ્ઞાનાગ્નિ ઉડાડી મૂકે. એટલે જ્ઞાન મળતાં જ એકદમ હલકાં થઈ જાય છે લોકો, એમને જાગૃતિ એકદમ વધી જાય છે. કારણ કે કર્મો ભસ્મીભૂત થાય નહીં ત્યાં સુધી જાગૃતિ વધે જ નહીં માણસને ! આ બરફરૂપેનાં કર્મો તો આપણે ભોગવવાનાં જ રહ્યાં. અને તેય પાછાં સરળ રીતે કેમ ભોગવાય, એનાં બધા રસ્તા અમે બતાડ્યા છે કે ‘ભઈ, આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલજે, ત્રિમંત્ર બોલજે, નવ કલમો બોલજે.’
સંસારી દુઃખનો અભાવ એ પહેલો મુક્તિનો અનુભવ કહેવાય. એ અમે ‘જ્ઞાન’ આપીએ એટલે તમને બીજે જ દહાડે થઇ જાય. પછી આ શરીરનો બોજો, કર્મોનો બોજો એ બધા તૂટી જાય એ બીજો અનુભવ. પછી આનંદ જ એટલો બધો હોય છે કે જેનું વર્ણન જ ના થઇ શકે !!!
પ્રશ્નકર્તા : આપની પાસે જ્ઞાન મળ્યું તે જ આત્મજ્ઞાન ને ?
દાદાશ્રી : મળ્યું તે આત્મજ્ઞાન નથી, મહીં પ્રગટ થયું તે આત્મજ્ઞાન છે. અમે બોલાવીએ ને તમે બોલો તો તેની સાથે પાપો ભસ્મીભૂત થાય ને મહીં જ્ઞાન પ્રગટ થાય. તે તમને મહીં પ્રગટ થઇ ગયુંને ?
મહાત્મા : હા, થઇ ગયું છે.
દાદાશ્રી : આત્મા પ્રાપ્ત કરવો એ તે કંઈ સહેલું છે ? એની પાછળ (જ્ઞાનવિધિ વખતે) જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત થાય છે. બીજું શું થાય
૧૯