________________
જ્ઞાનીકૃપાથી પ્રાપ્તિ પ્રશ્નકર્તા : આપે જે અક્રમ માર્ગ કહ્યો તે આપના જેવા “જ્ઞાની” માટે બરાબર છે, સહેલો છે. પણ અમારા જેવા સામાન્ય, સંસારમાં રહેતા કામ કરતા લોકોને માટે એ અઘરો છે. તો એને માટે શો ઉપાય ?
દાદાશ્રી : “જ્ઞાની પુરુષ'ને ત્યાં ભગવાન પ્રગટ થઇ ગયેલા હોય, ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા હોય; એવા “જ્ઞાની પુરુષ' ભેગા થાય તો શું બાકી રહે ? તમારી શક્તિથી કરવાનું નથી, એમની કૃપાથી થવાનું છે. કૃપાથી બધો જ ફેરફાર થાય. માટે અહીં તો તમે માંગો તે બધોય હિસાબ પૂરો થાય. તમારે કશું કરવાનું નહીં. તમારે તો “જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં જ રહેવાનું. આ તો “અક્રમ વિજ્ઞાન છે. એટલે રૂબરૂ આ ભગવાન પાસે કામ કાઢી લેવાનું, અને તે આપણને ક્ષણે ક્ષણે (હાજ૨) રહે, કલાક-બે કલાક જ નહીં.
પ્રશ્નકર્તા એટલે એમને બધું સોંપી દીધું હોય એટલે એ જ બધું કરે ?
દાદાશ્રી : એ જ બધું કરે, તમારે કશું કરવાનું નહીં. કરવાથી તો કર્મ બંધાય. તમારે તો ખાલી લિફટમાં બેસવાનું. લિફટમાં બેસી) પાંચ આજ્ઞાઓ પાળવાની. લિફટમાં બેઠા પછી મહીં કૂદાકૂદ કરશો નહીં, હાથ બહાર કાઢશો નહીં, એટલું જ તમારે કરવાનું. કો'ક વખત આવો માર્ગ નીકળે છે, તે પુણ્યશાળીઓને માટે જ છે. “વર્લ્ડનું આ અગિયારમું આશ્ચર્ય કહેવાય! જેને ટિકિટ મળી ગઈ તેનું કામ થઈ ગયું.
“અક્રમ માર્ગ' ચાલુ જ છે આમાં મારો હેતુ આટલો જ છે કે હું જે સુખને પામ્યો એ સુખને તમેય પામો. એટલે આવું વિજ્ઞાન” જે પ્રગટ થયું છે એ એમને એમ દબાઈ જવાનું નથી. અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલુ રહેશે. માટે સજીવન મૂર્તિ ખોળજો. એના વગર ઉકેલ આવે તેમ નથી.
૧૭