________________
જ્ઞાતી પુરુષતી ઓળખાણ
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ઓળખવા કેવી રીતે ?
દાદાશ્રી : જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાય એવાં હોય. એમની સુગંધી જ ઓળખાય એવી હોય. એમનું વાતાવરણ ઓર જાતનું હોય ! એમની વાણી ઓર જાતની હોય ! એમના શબ્દો ઉપરથી ખબર પડી જાય. અરે ! એમની આંખ જોઈને જ ખબર પડી જાય. બાકી, જ્ઞાની પાસે તો બહુ ખાતરી હોય, જબરજસ્ત ખાતરી ! અને એમનો શબ્દેશબ્દ શાસ્ત્રરૂપે હોય, જો સમજણ પડે તો. એમના વાણી-વર્તન ને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું હોય. એટલે બધા બહુ લક્ષણો હોય.
જ્ઞાની પુરુષ અબુધ હોય. જે આત્માના જ્ઞાની હોય ને, તે તો પરમ સુખી હોય અને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય, તે આપણું કલ્યાણ કરે. પોતે તર્યા, તે આપણને તારે. ત્યાં લાખો માણસ તરી પાર નીકળી જાય.
શ્રીમદ્ રાજચંદ્રે શું કહ્યું કે ‘જ્ઞાની પુરુષ’ કોણ ? જેને કિંચિત્માત્ર કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી, દુનિયામાં કોઈ પ્રકારની ભીખ જેને નથી, ઉપદેશ આપવાનીયે જેને ભીખ નથી કે શિષ્યોનીયે ભીખ નથી, કોઈને સુધારવાનીયે ભીખ નથી, કોઈ પણ જાતનો ગર્વ નથી, ગારવતા નથી, પોતાપણું નથી એ.
૭. જ્ઞાની પુરુષ - એ.એમ.પટેલ (દાદાશ્રી)
દાદા ભગવાન, જે ચૌદ લોકનો નાથ છે. એ તમારામાંય છે, પણ તમારામાં પ્રગટ નથી થયેલાં. તમારામાં અવ્યક્ત રીતે રહેલા છે અને અહીં વ્યક્ત થયેલા છે. તે વ્યક્ત થયેલા, એ ફળ આપે એવા છે. એક ફેરો આપણે બોલીએને તોય કામ નીકળી જાય એવું છે. પણ ઓળખીને બોલીએ તો કલ્યાણ થઈ જાય અને સાંસારિક ચીજોની જો અડચણ હોયને તો તેય દૂર થઈ જાય.
૧૩