Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ નહીં ને અચેતનનાંયે ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિલ્ચર થયેલું છે ખાલી. જ્ઞાની પુરુષ, વર્લ્ડતા ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ એ તો “જ્ઞાની પુરુષ' કે જે “વર્લ્ડના ‘ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ' હોય તે જ જાણે, ને તે જ છૂટું પાડી શકે. આત્મા-અનાત્માનું વિભાજન કરી આપે એટલું જ નહીં, પણ તમારાં પાપોને બાળીને ભસ્મીભૂત કરી આપે, દિવ્યચક્ષુ આપે અને “આ જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ?” વગેરે બધા જ ફોડ પાડી આપે, ત્યારે આપણું પૂર્ણ કામ થાય. કરોડો અવતારની પુણ્ય જાગે ત્યારે “જ્ઞાની'નાં દર્શન થાય, નહીં તો દર્શન ક્યાંથી હોય ? જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે “જ્ઞાની' ને ઓળખ, બીજો કોઈ રસ્તો નથી. શોધનારાને મળી આવે જ. ૬. “જ્ઞાની પુરુષ' કોણ ? સંત અને જ્ઞાતીની વ્યાખ્યા પ્રશ્નકર્તા: આ સંતો બધા જે થઈ ગયા છે અને જ્ઞાનીમાં અંતર કેટલું ? દાદાશ્રી : જે નબળું છોડાવડાવે ને સારું પકડાવે; ખોટું કરવાનું છોડાવડાવે અને સારું કરવાનું પકડાવે, એનું નામ સંત કહેવાય. પાપકર્મથી બચાવે એ સંત, પણ પાપ-પુણ્ય બન્નેથી બચાવે, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. સંત પુરુષ સાચે રસ્તે ચઢાવે અને જ્ઞાની પુરુષ મુક્તિ અપાવે. જ્ઞાની પુરુષ તો છેલ્વે સ્ટેશન કહેવાય, ત્યાં તો આપણું કામ જ કાઢી નાખે. સાચા જ્ઞાની કોણ ? કે જેને અહંકાર ને મમતા બેઉ ના હોય. આત્માનો અનુભવ જેને સંપૂર્ણ થયો છે એ “જ્ઞાની પુરુષ' કહેવાય. એ આખા બ્રહ્માંડનું વર્ણન આપી શકે. બધા જ જવાબો આપી શકે. જ્ઞાની પુરુષ એટલે વર્લ્ડની અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષ એટલે પ્રગટ દીવો કહેવાય. ૧ ૨

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62