________________
અર્પણ વિધિ કોણ કરાવી શકે ?
પ્રશ્નકર્તા ઃ આ જ્ઞાન લેતાં પહેલા જે અર્પણ વિધિ કરાવીએ છીએને, એમાં ગુરુને પહેલા અર્પણ વિધિ કરી દીધી હોય, પછી ફરીથી અર્પણ વિધિ કરીએ, એ બરાબર ના કહેવાય ને ?
દાદાશ્રી : અર્પણ વિધિ તો ગુરુ કરાવે નહીં. આ તો શું શું અર્પણ કરવાનું ? આત્મા સિવાય બધુંય. એટલે બધું અર્પણ કોઇ કરે જ નહીં ને ! અર્પણ થાયેય નહીં અને કોઇ ગુરુ એ કહે નહીં. એ તો તમને માર્ગ દેખાડે. એ ‘ગાઇડ’ તરીકે કામ કરે. અને અમે તો ગુરુ નહીં, અમે તો જ્ઞાની પુરુષ અને આ તો ભગવાનના દર્શન કરવાના છે. મને અર્પણ નહીં કરવાનું, આ તો ભગવાનને અર્પણ કરવાનું છે.
આત્માતુભૂતિ કેવી રીતે થાય ?
પ્રશ્નકર્તા : ‘હું આત્મા છું’ એનું જ્ઞાન કેવી રીતે થાય ? કઈ રીતે પોતે અનુભૂતિ કરી શકે ?
દાદાશ્રી : એ અનુભૂતિ કરાવવા માટે તો ‘અમે' (જ્ઞાની) બેઠાં છીએ. અહીં આગળ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે ‘આત્મા’ અને ‘અનાત્મા’ બન્નેને જુદાં પાડી આપીએ છીએ અને પછી ઘેર મોકલીએ છીએ.
જ્ઞાનની પ્રાપ્તિ પોતાથી થાય તેમ નથી. પોતાનાથી થઈ શકતું હોય તો આ સાધુ, સંન્યાસી બધાં જ કરીને બેઠાં હોત. પણ ત્યાં તો ‘જ્ઞાની પુરુષ'નું જ કામ. ‘જ્ઞાની પુરુષ' એનાં નિમિત્ત છે.
જેમ આ દવાઓ માટે ડૉક્ટરની જરૂર પડે કે ના પડે? કે પછી તમે જાતે ઘેર દવાઓ બનાવી લો છો ? ત્યાં આગળ કેવાં જાગૃત રહો છો કે કંઈક ભૂલ થશે તો મરી જવાશે ! અને આ આત્મા સંબંધી જાતે ‘મિક્ષ્ચર’ બનાવી લે છે! શાસ્ત્રો પોતાના ડહાપણે, ગુરુગમ વિના વાંચ્યા ને ‘મિક્ષ્ચર’ બનાવી પી ગયાં. એને ભગવાને સ્વચ્છંદ કહ્યું. આ સ્વચ્છંદથી
૧૦