________________
જ શીશી તમારે લઇ જવાની. એવું વ્રત, તપ, નિયમ આ બધાની જરૂર છે. આ જગતમાં કશું ખોટું નથી. જપ-તપ કશું ખોટું નથી, પણ સહુ સહુની દૃષ્ટિએ, સહુની અપેક્ષાએ સત્ય છે.
પ્રશ્નકર્તા : તપ અને ક્રિયાથી મુક્તિ મળે ખરી ?
દાદાશ્રી : તપ અને ક્રિયાથી ફળ મળે, મુક્તિ ના મળે. લીમડો વાવીએ તો કડવાં ફળ મળે અને આંબો વાવીએ તો મીઠાં ફળ મળે. તારે જે ફળ જોઇતું હોય તેવું બી વાવ. મોક્ષ માટેનું તપ તો જુદું જ હોય, અંતરતપ હોય. ત્યારે લોકો એવું સમજ્યા કે તે આ બહારથી તપ લઈ બેઠા એ. આ બહા૨ જેટલા તપ દેખાય છે, પણ આવું તપ નહીં. એ બધા એનું ફળ પુણ્ય આવશે. મોક્ષે જવા અંતર તપ જોઈએ, અદીઠ તપ.
પ્રશ્નકર્તા : મંત્રજાપથી મોક્ષ મળે કે જ્ઞાનમાર્ગથી મોક્ષ મળે ?
દાદાશ્રી : મંત્રજાપ તમને સંસારમાં શાંતિ આપે. મનને શાંત કરે એ મંત્ર, એનાથી ભૌતિક સુખો મળે અને મોક્ષ તો જ્ઞાનમાર્ગ વગર નથી. અજ્ઞાનથી બંધન છે અને જ્ઞાનથી મુક્તિ છે. આ જગતમાં જે જ્ઞાન ચાલે છે તે ઈન્દ્રિયજ્ઞાન છે એ ભ્રાંતિ છે ને અતિન્દ્રિય જ્ઞાન એ જ દરઅસલ જ્ઞાન છે.
જેને પોતાના સ્વરૂપની ઓળખ કરી મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને ભૌતિક સુખો જોઈતાં હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે.
જ્ઞાતી જ ઓળખાવે ‘હું’તે
પ્રશ્નકર્તા : આપ કહો છો કે તમે તમારી જાતને ઓળખો તો એ જાતને ઓળખવા શું કરવું ?
દાદાશ્રી : એ તો મારી પાસે આવવાનું. તમારે કહી દેવાનું કે અમારે અમારી જાતને ઓળખવી છે, એટલે હું તમને ઓળખાણ પાડી દઉં.