Book Title: Aatmsakshatkar
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે “આમાંથી આવશે, આમાંથી આવશે. આ લઉં. આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.” એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય. સુખ અને દુઃખ જગતમાં બધા જ સુખ ખોળે છે પણ સુખની વ્યાખ્યા જ નથી નક્કી કરતા. “સુખ એવું હોવું જોઈએ કે જેના પછી ક્યારેય પણ દુઃખ ના આવે.” એવું એકેય સુખ આ જગતમાં હોય તો ખોળી કાઢ, જા. શાશ્વત સુખ તો પોતામાં-સ્વમાં જ છે. પોતે અનંત સુખનું ધામ છે ને લોકો નાશવંત ચીજમાં સુખ ખોળવા નીકળ્યા છે ! સનાતન સુખની શોધ જો સનાતન સુખ પ્રાપ્ત થઈ ગયું, અને પછી સંસારનું દુઃખ ના અડે તો એ આત્માની મુક્તિ થઈ ગઈ. સનાતન સુખ, એનું નામ જ મોક્ષ. બીજા મોક્ષનું આપણે શું કામ છે ? આપણને સુખ જોઈએ છે. આપને સુખ ગમે છે કે નથી ગમતું? એ કહો મને. પ્રશ્નકર્તા ઃ એને માટે તો ફાંફા છે બધા. દાદાશ્રી: હા, તે સુખ પણ ટેમ્પરરી નથી ફાવતું. એ સુખની પછી દુઃખ આવે, એટલે એ ગમતું નથી. સનાતન સુખ હોય તો દુઃખ આવે નહીં, એવું સુખ જોઈએ છે. તે એ સુખ મળે, એનું નામ મોક્ષ.મોક્ષનો અર્થ શો ? ત્યારે કહે કે સંસારી દુઃખનો અભાવ થવો, એનું નામ મોક્ષ ! નહીં તો દુઃખનો અભાવ રહે નહીં કોઈનેય ! એક તો, આ બહારનું વિજ્ઞાન તો આ જગતના સાયન્ટિસ્ટો કર્યા જ કરે છે ને ! અને બીજું, આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62