Page #1
--------------------------------------------------------------------------
________________
સુવાસ કાર્યાલયના નિયમા
‘સુવાસ ’ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડાદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. અનિવાર્ય કારણે અંક મેડા બહાર પડતાં તે સંબંધી જાહેરાત કે ખુલાસેા કરવામાં આવશે.
નમુનાના અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ ખીડવી.
સુવાસ 'માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની ચેગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. ના થી ૧ સુધી આપવામાં આવશે. આવે પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધે ન હાય તેમણે પેાતાના લેખ મેકલતી વખતે તે લેખના હાંસિયામાં ‘પુરસ્કાર’ શબ્દ લખવા. લેખકાને તેમના લેખ પ્રગટ થયા પછી પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને ‘સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ આઉટ પ્રીન્ટસ' મોકલાશે.
તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયલા સુવાચ્ય લેખેા માટે ‘સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સંબંધમાં લેખકાએ ગુજરાત–વિદ્યાપીઠના કાશને અનુસરવું. અશુદ્ધ લેખા માટે અસ્વીકારતા ભય કાયમ રહેશે. સ્વીકાર્યં લેખાની એક અઠવાડિયાની . અંદર પહેાંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જો શ્રમપૂર્વક આલેખાયલા હશે તેા તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખેા જો લેખકા ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર છા નહિ મંગાવી લે તે તે રદ કરવામાં આવશે.
તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થાને અમે ‘ગ્રન્થ પરિચય'માં સ્થાન આપીશું. તે સિવાયના ગ્રન્થાની કેવળ નાંધ જ લેવાશે.
‘ સુવાસ ” સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પેાતાનું નામ અને સરનામું પૂરેપૂરૂં લખવું. સુવાસ'ને લગતા બધા પત્રવ્યવહાર નીચેના શરનામે કરવા~~~
સુવાસ કાર્યાલય
રાવપુરા
વડાદરા
મુંબઈ પ્રાંતના કેળવણી ખાતાએ અને વડાદરા રાજ્યે પુસ્તકાલ માટે મંજુર કર્યું છે.
પુસ્તકાલય” માસિક (વડોદરા) ઘેર બેઠાં પૈસા કમાવા મગાવેા ?
•
–: થાડાક અભિપ્રાયા :
...દરેક પુસ્તકાલયમાં આ પુસ્તક હાવું જ જોઇએ એટલું જ નહિ પરંતુ તે વિશેષ વહેંચાય એવી પેરવી મંત્રીઓએ કરવી જોઇએ...
.....આવાં પ્રજા ઉપયાગી પુસ્તકને રાજ્યે અને ઉદ્યોગેાના પ્રચાર માટે ઉભી થયેલી સ ંસ્થાએએ ઉત્તેજન આપી, ગ્રામ ઉદ્યોગને સજીવન કરવામાં સાથ અને સહકાર આપવા જોઇએ...
નફાકારક હુન્નરો
ભાગ પહેલા
માસિક. (વડાદરા.) | નિષ્ણાતા અને અનુભવીએએ લખેલા
“ગ્રામ જીવન, સહકાય અને ખેતી”
આ ઘર ગથ્થુ હુન્નરાનાં આ જાતનાં દેખાતાં આપણે ત્યાં ઘણાં બહાર પડયાં છે, અને હજી ચે. ગમે તેવી જાહેરાતેનાં ચાકડાં સાથે મહાર પડશે, પરંતુ આ પુસ્તકની વિશેષતા તેમાં મુકેલા પ્રયોગો જ માત્ર નથી. પણ જુદા જુદા વિષયાના સારા અને અનુભવી લેખકા પાસે લખાવેલા લેખાને સંગ્રહીને આ પુસ્તકને વિવિધતા ભર્યું અનાવવામાં આવ્યું છે તે છે...
“રવિવાર” સાપ્તાહિક. (મુંબઈ) ......આવું શાસ્ત્રીય પુસ્તક એ રૂપિયાની કિંમતે મળે એ ખરેખર સસ્તું જ લેખાય...
કુંમર’” માસિક. (સુરત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
વિવિધ હુન્નરોથી ભરપુર પુસ્તક જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ પત્રાએ
સારામાં 'સારા અભિપ્રાયા આપ્યા છે. ઉમદા એટીક કાગળ અને સુંદર છપાઈ છેતાં કિંમત માત્ર ૨ રૂપી, ટપાલ ખર્ચ માફ. મળવાનું ઠેકાણું:—
શ્રી લક્ષ્મી પુસ્તકમાળા
પેાસ્ટ સીનુગરા, (અ′જાર-કચ્છ)
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
બાળક કઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી
બાળક માસિક બાળકો માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઈ આજના પ્રઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ
મળી રહેશે.
-
II
છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં
બાળક અવશ્ય હોવું જોઈએ, કેમકે નિર્દોષ બાલુડા બાળક
વાંચવા ઘણું આતુર હોય છે : નવા વરસથી ઘણે ફેરફાર જણાશે.
બાળક” કાર્યાલય, રાવપુર–વડોદરા.
: “સુવાસ” દરેક સંસ્કારી સ્ત્રી પુરુષનું જીવનફૂલ છે. ?
બેકાર દુનિયાને મહાન આશીર્વાદ
સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી જીવન ગુજારવું હોય કોઈના તાબેદાર ન રહેવું હોય
-: અને :વગર પૈસે વેપાર કર હોય તે
છાયા ટેલરીંગ કોલેજમાં આજેજ દાખલ થાવ, અને શીવણ તથા
વેતરણુ શીખી લે.
વેતરકામના શિક્ષણ માટે “માસ્ટર કટર’ અથવા “હમટેલર” કિંમત રૂ. ૨-૧૨-૦ પિસ્ટેજ ૦-૭-૦ પરદેશ શિલીંગ ૭.
છાયા ટેલરીંગ કોલેજ-વડોદરા.
તા. ક. સવા આનાની ટિકિટ બીડી સૂચિપત્ર
મંગા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી ઉપયોગી પુસ્તકો
છે
૦
છે
૦
૦
છે
૦
૦
૦
-
૦
[;
૦
૦
; ૦
૦
; ૦
!
૦
૦ ;
1
૦
૦ ;
૦
૦ ;
૦
૦
૦
૦
૦
1
૧-૪
સીશક્તિ ગ્રંથમાળા ૧ વંધ્યા
૦-૪ ૩૬ માતૃપ્રેમ ૨ કાકી
૩૭ પારસી લગ્નગીતો ૩ કાયદામાં સ્ત્રીનું સ્થાન
૩૮ સંતતિનિયમન ૪ અર્ધગના (વાર્તા)
૩૯ વહેમી પતિ ૫ ગૃહવ્યવસ્થાની વાત
૪૦ આરોગ્ય અને સુખ ૬ ખાયણાં (લેકગીત)
૪૧ સામાજિક વાતો ૭ બલિદાન (પ્રેરક ગીત)
૪૨ રમુજી વાતે ૮ ભવાટવી
૪૩ ભલી ભાભી ૯ મા (વાર્તા)
૪૪ પતિ પ્રભુ છે ૧૦ જયાના પત્રો (કસોટીમાં લગ્ન)
૪૪ માંદગી અને માવજત ૧૧ પતિનો પસંદગી
૪૬ વાતનું વતેસર ૧૨ લીલીની આત્મકથા
૪૭ ઘરેણાંનો શેખ
૦-૧ ૧૩ ફાઈ
૪૮ પારસી સતીઓ ૧૪ પારસી વાનીઓ
| ૪૯ એકાદશી
૦-૧૧ ૧૫ વિધવા (વાત)
! ૫૦ રાણકદેવી
૦-૧૨ ૧૬ કેને પરણું? (વાર્તા)
૫૧ શિવાજીની બા
૦-૧૦ ૧૭ સુઘડતા અને સુંદરતા
પર સાસુની શિખામણ
૦-૧ ૧૮ હાસ્યને કુવારે
૫૩ કાયમનું અજ્ઞાન
૦-૧ ૧૯ ભૂતના ભડકા (વાર્તા)
૫૪ નામ વગરની નવલકથા
૧-૮ ૨૦ વિષવૃક્ષ (વાર્તા)
૫૫ નારી અભિષેક ૨૧ હાસ્યકલાપ (રમુજી)
૫૬ માસિક ધર્મ ૨૨ દેવી ચૌધરાણી
૫૭ નવા સાથિયા
૦-૧ ૨૩ વીર રઝા (કોળુ ગુલાબ)
૫૮-૫૯ વીર તારા (બે ભાગ) ૨૪ હાસ્ય ઝરણું (રમુજી)
૬૦ ગોરમાનાં ગીતે ૨૫ “જરા ચાહ મુકજો”
૬૧ મેડમ ડમીડા ૨૬ ગરબાવળી (રાષ્ટ્રીય)
૬૨ સામાજિક વાતો ૨૭ જીવનપલટો (વાર્તા)
૬૩ ગુણીયલ ગૃહિણી ૨૮ સુખી ઘર (બોધક)
૬૪ સ્ત્રી સ્વાતંત્ર્ય . ૨૯ ભરત ગૂંથણ
૦-૧૦
૬૫ દક્ષિણ રાંધણકળા ૩૦ ચોર્યાસીનું ચક્કર ૩૧ રઝીયા બેગમ
૬૬ સતી જસમાં ૩૨ ગૃહ વિવેક
૬૭ સંસારદર્શન ૩૩ સુખીના પત્રો
૦-૮ | ૬૮ ભૂમિમાતા આનંદમઠ ૩૪ સ્ટવનું શાસ્ત્ર
૦-૩, ૬૯ બાળવિધવા ૩૫ સ્ત્રી હૃદય ૦-૩ ૭૦ સાચાં સહોદર
૧-૮ સ્ત્રીશક્તિ ગ્રંથમાળાને. આ સેટ આજે જ વસાવે. કુલ ૭૦ પુસ્તકે બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પુસ્તકો છુટાં પણ મળી શકશે. નૂર .
લખે ચશકિત, કેળાપીઠ, સુરત
17111117117217TITI I ZOTI I T71 ??????
૧
૦
૦-૨
'૦-૧
૦
૦-૩
૦
૦
૦-૨
૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
કેટલાક અભિપ્રાય - “સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ હજી સુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર . ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે.
- રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા ... અભ્યાસપૂર્વક લખાયલા છે.
–અરદેશર રામજી ખબરદાર વડેદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિકને ચૈત્ર-૧૯૯૫ને એક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યવિશેષાંક તરીકે નીકળે છે....જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણય લખાણો તંત્રી મેળવી શકયા છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા સત્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે.
-માનસી. ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે.
–જન્મભૂમિ - એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે.
–યુવક આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “ચા નામા તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે.
–ખેતીવાડી વિજ્ઞાન સુવાસનું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે... તેના સંચાલકોને ધન્યવાદ છે. ...... આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે તે ? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે.
A – ગુજરાતી તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારે ખેરાક પૂરો પાડે છે.
– ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે.
- પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે, વિચારણી સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે.
–બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખોથી ભરપૂર છે.
-સયાજીવિજય સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે.
-તંત્રી – દેશી રાજય સવાસના કેટલાક અગ્રલેખમાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંગ ટાગોર સિવાય ક્યાંય નથી અનુભશે.
--બ. મ. પરીખ સવાસ'ના કેટલાક વિષેની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે.
- મિત્રપ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જી ]
યુગદર્શન
સુવા ત
R
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः
વિ. સ. ૧૯૯૫ : ભાષ
.
ઉષાનાં ગુલાબી ચીરને કામળ અંગુલિથી દૂર કરી ખાલવિ જ્યારે આછાં સેતેરી કિરણા વર્ષાવતા મુખે દર્શન દે છે—માનવી તેને પૂજવા દોડે છે; પંખીએ કિલકિલાટ કરે છે; પ્રકૃતિમાં સાયં ઉભરાય છે; પવન સુમંદ અને છે; જીવનમાં તાજગી પ્રગટે છે; પદાર્થમાત્રમાં ચેતનના ફુવારા ઊડવા માંડે છે.
પણ એ જ રવિ જ્યારે જગતને ઉન્નળી, દિવસના શ્રમથી થાકી, આરામ માટે સંધ્યાની સાડમાં ભરાઈ સમુદ્રને ખેાળે જઈ પાઢે છે—નથી કાઈ એને અર્ધ્ય આપવા દે।ડતું, નથી કાઈ ‘એને પ્રભાવ સ્મરતું, નથી પ્રકૃતિમાં હાસ્યનાં મેનું ઊછળતાં.
યુગ-સંસ્કૃતિ-મહામાનવતાની પણ એ જ સ્થિતિ છે. ઊગતાં એને સૈા કાઈ પૂજે છે;
આથમતાં નથી કાઈ અંજલ આપતું, નથી એની મીષ્ટ સ્મૃતિ જીવન્ત રાખવાની કાઈ ભાવના દર્શાવતું. એની સંપૂર્ણ ઉપેક્ષા જે અસંભવિત ડ્રાય તા એને ઊગતાના અંચળે! એઢાડવામાં આવે છે અને એના નામ નીચે પણ પૂજા તેા ઊગતાની જ થાય છે. પણ સૂર્ય જેમ પ્રતિદિવસે પૃથ્વીની વધુ ને વધુ નજદીક આવી એના વિનાશને વધારે તે વધારે સમીપ આણે છે એમ પ્રતિયુગે પ્રગટતી નવી સંસ્કૃતિ કે નવી મહામાનવતા, નવયુગના એ પ્રાણવાયુ તે પ્રકાશ છતાં, માનવીની પાશવી વૃત્તિઓને ખેલવાનાં ક્ષેત્રને વધુ ને વધુ વિશાળ બનાવી તેના વિનાશને તે વધારે સહજ બનાવે છે. આથમતા સૂર્યને અટકાવવાની માનવીની શક્તિ નથી. પણ આથમતી સંસ્કૃતિનાં શુભ તત્ત્વાને ગાળી લેવાની, નિર્મળ નજરે એની મહત્તા નીરખી એનાં પૂજનથી પવિત્ર બનવાની, ઊગતાં કિરણાને આથમેલનાં ઊગમ–કિરણા સાથે સરખાવી એની કિંમત આંકવાની તેનામાં તાકાત છે. પણ ઊગતાને પૂજવાની ધૂનમાં એને તેને ખ્યાલ પણ નથી રહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૦૪ - સુવાસ : ભાદ્રપદ ૧૫
આદિયુગમાં માનવી સાદાં, સંયમી, રસિક ને પ્રકૃતિનાં વહાલાં સંતાન સમાં હતાં. પણ ધીમે ધીમે એનામાં સ્વાર્થસંરક્ષણભાવના જન્મી ને એ ભાવનાએ લેભ પ્રેર્યો. જગતના આદિ પુરુષવરે એ સર્વને સાંકળી સુવ્યવસ્થા જન્માવી. પણ એ જ વ્યવસ્થાના યોગે અલ્પ માનવી પ્રકૃતિનાં સંતાન મટી એનાં સ્વામી બનવા દેડયાં. આદિપ્રજાની સરળ નિર્મળતા તેઓ વિસરી ગયાં. છતાં પુરુષવરોના પ્રભાવે એ યુગની સાચી સુવર્ણકાતિ જળવાઈ રહી. - તે પછી ચક્રવર્તી ભરતે સ્નેહ ને સંતોષની હદ ઓળંગી જગવિજય આદર્યો. તેના ભાઈ અને પ્રતિસ્પર્ધી બાહુબલીએ તેને પડકાર્યો, પોતાની અપ્રતિમ શક્તિનાં તેણે એ જગવિજેતાને દર્શન કરાવ્યાં; પણ એને હરાવવામાં તેણે એ શક્તિ નહિ, આત્મબેગ વાપર્યો. ને તલપતી સંહારદેવીનાં બારણું અધખુલી રહ્યાં, માનવીમાં પ્રગટેલી દાનવી વૃત્તિ લજવાઈને છૂપાઈ ગઈ.
પણ એ વૃત્તિ ફરી ઊછળી. ક્ષત્રિયોનાં ક્ષાત્રતેજે તાંડવનૃત્ય આદયાં, રાવણ જેવાની વિરલ શક્તિએ સંયમનાં બંધન ઓળંગ્યાં–ને પરશુરામ ને રઘુપતિએ શુદ્ધ શક્તિતેજથી તેમને સંહાર્યા. વિરોધીઓને આત્મભોગથી ઓગાળવાનો એ સમયે સંયોગ નહે, એમ કર્યાથી શુભ પરિણામ આવે એટલી યુગવિશુદ્ધિ પણ નહોતી. છતાં એ વિજયોથી, એક કે અન્ય પક્ષના કારણે પણ મહત્તામાં માનવજાતે એક વધુ પગથિયું તે ગુમાવ્યું જ.
તે પછી શ્રી કૃષ્ણ દુષ્ટોના સંહારમાં બળ સાથે બુદ્ધિ પણ અજમાવી; ને સંહારનું શસ્ત્ર જે શુદ્ધ બળ હતું તેની સાથે બુદ્ધિ પણ ત્યારથી એ જ સ્વરૂપે ઉમેરાઈ. માનવીમાં જેટલી પ્રેમ અને સર્જનની ઉત્કટ ભાવના રહેલી છે એટલી જ એનામાં ૮ષ ને સંહારની તમન્ના તે પ્રગટી ચૂકેલી. પરિણામે ઘર્ષણ ને યુદ્ધ અનિવાર્ય બનેલાં. પણ એનાં સાધન જેમ વધુમાં વધુ મર્યાદિત ને વધારે સાદાં-સીધાં એમ સંહારલીલાની હદ વધુ ને વધુ એછી. પણ કૃષ્ણયુગ યુદ્ધદેવીના ચરણે એક જ પરથી ખેલવાની પરશુરામની એ ભાવને ઝીલવામાં નિષ્ફળ ગયો. તેનાથી વીસરાઈ ગયું કે પોતાને ન્યાયી માનતા પક્ષ જ્યારે યુદ્ધનાં સાધનો કે નિયમોની મર્યાદા ઓળંગી વિજય વરે છે ત્યારે તે ભાવિના ગર્ભમાં રહેલા એવા અનેક ન્યાયી પક્ષોની સામે અન્યાયીઓએ એ જ ઉપાય લેવાનો માર્ગ મોકળો કરે છે. તે વસ્તુ સ્થિતિમાં તે અન્યાયી પક્ષ પણ યુદ્ધ તે પિતાને ન્યાયી માનીને જ કરતા હોય છે. એટલે યુદ્ધના નિયમે ઓળંગવામાં એ પણ ન્યાયીઓના જેટલો જ ઉત્સાહ દાખવી શકે છે. મહાભારતના યુદ્ધમાં મોટેભાગે એમ જ બન્યું. બળ ને બુદ્ધિથી મત્ત બનેલા સંહારે એ યુદ્ધમાં અભૂતપૂર્વ તાંડવનૃત્ય ખેલ્યું.
પણ પૃથ્વીનાં ભાગ્ય એ સમયે સતેજ હતાં. તેણે પ્રભાવશાળી તત્ત્વદષ્ટાઓ જન્માવ્યા –જેમણે સંહારલીલામાં બળ અને બુદ્ધિ બંનેને મર્યાદિત કર્યા. વીર અને પૂજક પ્રજાએ
એ મર્યાદા કબૂલી. ને સંહાર કંઈક કાબૂમાં આવ્યો. ' પણ સ્વાર્થલેલુપ બુદ્ધિનું નયન ચિરંજીવ ન બન્યું. જીવનના સ્વાભાવિક વેગમાં ઊલટી
પણ કંઈક અંશે કૃત્રિમતા પ્રવેશી. દાનવી શસ્ત્રો ભૂલાઈ ગયાં, પણ બુદ્ધિ પિતાનાં દાનવી સ્વરૂપે શોધવા માંડી. તેની લાલસાએ સીમા ઓળંગી. એ યુગમાં બુદ્ધ-મહાવીર પ્રગટહ્યા. તેમણે અહિંસા ઉપદેશી સંહારને મર્યાદિત કર્યો, સંયમ ઉપદેશી લાલસાને નાથી, સત્ય ઉપદેશી બુદ્ધિને નર્કમાં પડતી અટકાવી. પણ સ્વાર્થ અને વિકૃતિએ માનવહૈયામાં ધીમેધીમે એવું સ્થાન જમાવી દીધું હતું કે એ મર્યાદાઓ એના મૂળ સ્વરૂપે સર્વવ્યાપી ન બની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
યુગદર્શન -- ૨૦૫
માનવનબળાઇઓને નિબંધ બનતી અટકાવવાને કૃષ્ણયુગે રસનાં, અને વિજયનાં, પ્રભાવનાં અને શક્તિનાં, સ્વાર્થશુદ્ધતાનાં ને આનંદનાં જે મંદિર સ્થાપ્યાં હતાં એ મંદિશમાં પ્રવેશેલી વિકૃતિ એ યુગમાં કંઈક અંશે આછી બની. પણ જીવનની લેાલતા સ્વભાવવિહારીને બદલે અનુગામી બની. પરિણામે મર્યાદામાં પ્રાણુ જઇ કૃત્રિમતા પ્રવેશી; રસ જઇ અનુકરણ પ્રવેશ્યું.
તે પછી ચાણકયે મુદ્ધિના નૃત્યથી સામ્રાજ્ય સ્થાપ્યું. પણ એ નૃત્ય આખા ભારતવર્ષ પર ફરી વળ્યું. વીસરાયેલી શસ્ત્રદાનવતા ફરી ન જન્મી પણ બુદ્ધિનો દાનવતા પ્રગટી નીકળી. રાજ્ય રાજ્ય વચ્ચેની સંધિએ સજીવ ધર્મબંધને મટી શબ્દની રમત બની. પ્રેમભાવ આથમી તકભાવ જન્મ્યા. તે પરદેશી આક્રમણકારાને બારણેથી જ વિદાય દેવામાં સ્વર્ગીય ભારત નિષ્ફળ ગયું.
છતાં ભારતનાં ભાગ્ય સમૂળગાં આથમ્યાં નહાતાં. નરપતિ વિક્રમ, સેનાપતિ સમુદ્રગુપ્ત, નરવીર કાલિકાચાર્ય, રસાવતાર કાલિદાસ કે જીવનરક્ષક ચરક જેવા પ્રતાપી પુરુષવરાએ એને પ્રભાવ જાળવી રાખ્યા. તેમણે નવા સુવર્ણયુગ સ્થાપ્યા. છતાં ગયેલા સ્વતંત્ર પ્રાણ ને નિર્દોષ છતાં તેજસ્વી જીવનની પુનઃસ્થાપના તા તેઓ નજ કરી શકયા.
તે યુગ પછી તા ભારતે સ્વતંત્ર પ્રાણુ કે જગઆત્મભાવ ઘણાં એછાં અનુભવ્યાં છે. ભાજનું અવંતી, હર્ષનું કનેાજ, કર્ણનું કાશી, સેાલંકીયુગનું ગુજરાત, સેનવંશનું બંગાળ- કે પૃથ્વીરાજનું દિલ્હી—સિવાય જીવનની પ્રફુલ્લતા પણુ એને ખૂબ ઓછી માત્રા મળી છે. પ્રાચીન યુગમહત્તાને તેણે તરછોડી નહિ છતાં એ મહાયુગની પ્રાણભવ્યતા ઝીલવામાં કે તેને સર્વાંશે સમજવામાં પછીના યુગની પ્રજાએ નિષ્ફળ ગઈ. રસમંદિરને એણે વિલાસમંદિર અનાવ્યાં, જીવનલીલાને એણે રાસલીલા બનાવી. દેવાના મુગટમણુ સમા શ્રી કૃષ્ણ કેવળ પ્રેમમંદિરની મૂર્તિ બન્યા. માનવામાં શ્રેષ્ઠ શ્રી મહાવીરની તેજભવ્યતાને પણ કયાંક કચાંક નિર્બળતાની ઢાલ બનાવાઈ.
આમ ક્રમિક ધસારા છતાં એ યુગે સ્વતંત્ર હતા. એમને વરેલી ઉપેામાં નિસર્ગે પણ મહત્વને ભાગ ભજવેલા—કેમકે શક્તિમાં, તેજમાં, નિર્દોષતામાં, નિર્ભયતામાં માનવી સ્વાભાવિક રીતે પણ ધીમેધીમે અલ્પ બનતાં હતાં. પરિણામે તે તે યુગના નરપુંગવાને પ્રજાની અલ્પતા કે તેનું સ્થાન વિચારી સ્વતંત્ર સંસ્કૃતિએ ધડવી પડી. એ સંસ્કૃતિઓમાં આદિયુગની મહત્તા નહાતી છતાં તેમાં દીર્ઘદૃષ્ટિ હતી, સ્વયંભાવના હતી, પ્રજાના સતેજ જીવનને લંબાવવાની તમન્ના હતી. તે યુગાની પ્રજા આદિયુગના પ્રાણ ન ઝીલી શકી છતાં તેની પૂજા તે તેણે ન જ વીસારી.
પાછલા પરતંત્ર યુગને શીખવવામાં આવ્યું છે એમ એ સંસ્કૃતિએ નિષ્પ્રાણુ નહાતી, સ્વાર્થમય નહેાતી. નરપુંગવાના ઊંડા મંથન અને નિર્મળ ત્યાગનું તે પરિણામ હતું. જીવનનાં પ્રત્યેક અંગાને અને કાળની ગતિને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારી તેમણે તેની રચના કરેલીતેમણે સ્ત્રી અને પુરુષની નૈસર્ગિક શક્તિ અને તેમનાં સ્વરૂપ વિચાર્યાં. સ્રી તેમને સંસ્કાર, લજ્જા ને સૈાન્દર્યની દેવી લાગી; પુરુષ શક્તિને પ્રિયતમ જણાયે. પરિણામે દેશના સંસ્કારરક્ષણની જવાબદારી સ્ત્રીને સાંપવામાં આવી, સ્વાતંત્ર્યની જવાબદારી પુરુષને સાંપાણી. સ્વતંત્રતાનો રક્ષામાં જેમ લાખા પુરુષાનાં શિરની કિંમત ન ગણાય એમ સંસ્કાર કે પવિત્રતાના રક્ષણમાં સ્ત્રીનાં જીવનની કિંમત ન અંકાવી બઢે. એ ભાવનામાંથી સતીત્વની પ્રથા જન્મી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૦૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ પણ પરસંસ્કારની અસરથી જ્યારે વિંશવિશુદ્ધિની પરમ વાંછના કંઈક નિર્બળ બની, પવિત્રતાએ સ્વૈચ્છિક સ્વરૂપ છેડયું, પુરુષો દેશની સ્વતંત્રતા જાળવી રાખવામાં નિષ્ફળ ગયા - સ્ત્રીને માટે પણ સામાન્ય છૂટછાટ મૂકવામાં આવી. છતાં સંસ્કાર, રક્તવિશુદ્ધિ, સ્વચ્છતા, સુખ, સૌન્દર્ય, કલા, રાષ્ટ્રિય સમૃદ્ધિ, સંતતિ અને નૈસર્ગિક ધોરણે આર્થિક વહેંચણી વગેરે અંગે સાચવવાને સ્ત્રીને માટે ગૃહરાજ્ઞીપદ કાયમ રખાયું.
સમરભૂમિ પર પિઢતા લાખો વીરોથી વધી પડતી સ્ત્રીસંખ્યાની સાંસ્કારિક વ્યવસ્થા જાળવવાને તેજ, સમૃદ્ધિ, સત્તા ને શક્તિસંપન્ન પુરુષો પર એક કરતાં વધુ સ્ત્રીઓને પત્ની તરીકે અપનાવવાની જવાબદારી નાંખવામાં આવી; છતાં જેમ જેમ પુરુષે વીરતા ત્યાગી નિર્બળતા સ્વીકારી, સ્વાતંત્રય તજી પર ધૂસરી ભરાવી – એ જવાબદારી ધીમેધીમે ઓછી કરી નાંખવામાં આવી.
પવિત્ર અને જવાબદાર ધંધાની વ્યવસ્થા પિસાના પ્રમાણ પર નહિ પણ સ્વૈચ્છિક ગરિબાઈના ધોરણે થવી ઘટે, રાષ્ટ્ર અને પ્રજા-રક્ષણની જવાબદારી ધર્મરૂપ અને પ્રતિપળ સજીવ હોવી જોઈએ; બહારનાં શિક્ષણ કરતાં કૌટુમ્બિક શિક્ષણ વધારે સાચાં, સુઘટિત, વ્યવહારમય અને રાષ્ટ્રને ઓછા ભારરૂપ બની શકે; લેહીને વારસે માનવજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે-એ સર્વના વૈજ્ઞાનિક અભ્યાસ ને નિર્મળ પૃથક્કરણમાંથી વર્ણન વ્યવસ્થા જન્મી.
વધી પડતા ઉત્પાદનથી આર્થિક મુશ્કેલીઓ ન આવી પડે તે માટે તેને મર્યાદિત અને યોગ્ય વહેંચણીના ધેરણ પર રખાયું. અને એ નિયમ અને સંહારમર્યાદા જાળવી રાખવાને યુદ્ધ, વાહન કે ઉત્પાદનના કોઈ પણ ક્ષેત્રમાં અગ્નિમાં ગાળેલી ધાતુઓના યાંત્રિક ઉપયોગો પર પ્રતિબંધ મુકાયે. દેશની વસતીનું સુપ્રમાણ જાળવી રાખવાને સામાજિક વ્યવસ્થામાંજ પુત્રની જરૂરિયાત સ્વીકારાઈ, ને માયકાંગલા સ્વરૂપે પ્રજા વધી ન પડે માટે અનેક નિયમોની ગૂંથણી કરવામાં આવી. પ્રજામાં નિર્દોષ આનંદ અને ઉત્સાહન પૂર જાળવી રાખવાને પર્વોની અને ઉત્સની સ્થાપના થઈ. ન્યાયની વિશુદ્ધિ જાળવી રાખવાને પ્રાણીમાત્રને સમાન ગણી નિર્દોષોને અભયદાન અપાયું. - દેશદેશ વચ્ચેના સંબંધો આદિયુગમાં મોકળા હતા. પણ માનવી જેમજેમ લેભી બનતો ગયો તેના લેભની લીલાભૂમિ તરીકે સરહદ બાંધવાને વધુ પડતા દેશાટન પર પ્રતિબંધ મુકાયો.
આમ પ્રજા ધીમેધીમે ઘસાતી છતાં તેની સાંસ્કૃતિક રચનામાં અપૂર્વતા અને દીર્ધદષ્ટિ હતાં. આજના પરતંત્ર યુગનાં રંગીન ચમેને જ્યાં જ્યાં દોષો દેખતાં કેળવવામાં આવ્યાં છે ત્યાં ત્યાં-સર્વની પાછળ પણ ઊંડા ઉદ્દેશ હતા. આવી સાંસ્કૃતિક વ્યવસ્થા કેવળ હિંદમાં જ જન્મેલી ને જળવાયેલી છતાં પરધર્મી કે પરભૂમિઓએ પણ સમુદ્રપર્યટન, વિજ્ઞાન કે યુદ્ધનાં નિયમને જેવી કેટલીક મર્યાદાઓ તો સ્વીકારી હતી. પણ ઊગતાને ને અંધ સાહસિકને પૂજતી ને ગર્વમાં ઘેલી બનેલી નવનવા યુગની પ્રજાઓ એનાં તાત્પર્ય વીસરી ગઈ.
સિકંદરે રાષ્ટ્રિય સીમા ઓળંગવાના પ્રતિબંધ તેડી જગતની ત્રીજા ભાગની પ્રજાનું સત્યાનાશ વાળ્યું અને પૂજક પ્રજાએ તેને નરવીર તરીકે વધાવ્યો; મુસ્લીમ શાસકેએ એ નિયમ તોડી હિદની ગુલામીનાં મૂળ નાંખ્યાં. યુરોપના દેશોએ ચૌદમી સદી સુધી તે સમુદ્ર પર્યટનનાં નિયમન સામાન્ય અંશે જાળવ્યાં પણ પછી સ્પેન અને પિર્ટુગાલે છૂટછાટ મૂકી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
યુગદર્શન •• ૨૦૭ અને ત્યારથી જ આજની આંતર-રાષ્ટ્રિય મુશ્કેલીઓનાં મૂળ નંખાયાં. સ્વાર્થલેલુપ મુસાફર-ટોળાંએ જ્યાં ત્યાં બખેડા જગાવ્યા, પ્રજાઓને નિર્બળ કરી, કલહ કરાવ્યા ને પરિણામમાં જગતની પિણા ભાગની પ્રજા પા ભાગની પ્રજાના વિલાસ પિષવાને ગુલામ બની.
યુરેપની પ્રજાએ સમુદ્રપર્યટનની સાથે જ યુદ્ધનાં નિયમનની, બુદ્ધિના સ્વૈરવિહારની હદ પણ ઓળંગવા માંડી. તેણે તાકિક વિજ્ઞાનનાં મૂળ નાંખી જગતમાંથી શ્રદ્ધા, સંતોષ ને નિર્દોષ સુખને દેશવટો આપ્યો; વિલાસ ને વિજયનાં સાધને વધાર્યા, મૂડીવાદને વધારે વ્યાપક બનાવ્યો. નેપોલિયન યુદ્ધના સ્વીકૃત નિયમોનો ભંગ કરી ક્ષણિક વિજયો વર્યો, ઈગ્લાંડે પવિત્ર સધિઓને કાગળનાં ચીંથરાં બનાવી સામ્રાજ્ય વધારવા માંડયું પૂજક પ્રજાઓએ આ વિજયોને કુસુમમાળથી વધાવ્યા. જગત ગોરી પ્રજાને બારણે ગુલામ બન્યું. એ સ્થિતિથી આજની ગોરી પ્રજા ભલે પિતાને સુખી માનતી હેય.- પણ એ સુખ નથી; વિનાશનાં મૂળરૂપ સ્વછંદ છે. પાંચસાત ગેારા દેશેએ પતે અખંડ વહાણરૂપ રહી જગતનાં અનેક વહાણોને કાણાં કરી આજે પોતાની સાથે બાંધી રાખ્યાં છે; પણ અર્વાચીન યુગની સ્વછંદ-લીલા જે થોડોક સમય આમ ને આમ ચાલુ રહી તે કાણાં વહાણે તે ડૂબશે, સાથે જોડનારને પણ ડુબાડશે.
વિજ્ઞાન કે બુદ્ધિના સ્વૈરવિહારને પિતાની ઊજળી બાજુ હશે, પણ માનવઅલ્પતા અને યુગનિર્બળતાએ એને ગેરલાભજ ઉઠાવ્યો છે. હિંદી નરપુંગવો એ પહેલેથી જ સમજી ચૂકેલા. ને પરિણામે તેમણે સમાજ, રાજનીતિ, આર્થિક વ્યવસ્થા, ધર્મ, પ્રજાવિશુદ્ધિ, મર્યાદા વગેરેનાં ચેસ નિયમને ઘડયાં.
હિંદી પ્રજા જ્યાં સુધી સ્વતંત્ર હતી, પરસંસ્કાર ને પરશિક્ષણે એને લલચાવી નહોતી ત્યાં સુધી તે ધીમે ધીમે નિપ્રાણ બનવા છતાં તે એ નિયમોને વધતે અંશે પણ વળગી રહી. પણ મુરલીમ ને માંગોલિયન વિજેતાઓએ એના આંતરિક ને બાહ્ય સ્વાતંત્ર્ય પર ઝાટકા માર્યા, ખ્રિસ્તી ને ગોરા વિજેતાઓએ તેના બાહ્ય સ્વાતંત્ર્યના કપટથી કૂર્ચા ઉડાવી એના આંતરિક ને સંસ્કારસ્વાતંત્ર્યને મીઠાં ઝેર પાવા માંડયાં. જે નિર્બળતા સ્વાભાવિક રીતે કેળવાતી હતી તેમાં યુક્તિનાં બીજ રોપાયાં; ને પ્રજા ઝડપથી પટકાવા માંડી. પણ એ પછડાટથી એની આંખ ખૂલી ન જાય માટે એને શિક્ષણનું એવું ઘેન પાવામાં આવ્યું કે અર્ધગતિને પણ એ ઉર્ધ્વગતિરૂપે જુએ.
ને વસ્તુસ્થિતિ પણ કંઈક એવી જ છે. પૂર્વની મહાન સ્વતંત્ર હિંદી પ્રજા કે તેના નરપુંગવોની તે કેવળ પૂજાજ વીસરી નથી ગઈ, તેમના પ્રત્યે તે કેવળ ઉપેક્ષા જ નથી દર્શાવતી–તે તેમની ઠેકડી ઉડાવે છે, તેમની સાંસ્કૃતિક રચનામાં એને અંધશ્રદ્ધા ને હળાહળ સ્વાર્થ જણાય છે. તેણે એ સૂત્ર ગોખી રાખ્યું છે કે, “યુગેયુગે નિયમન કે સંસ્કૃતિઓ આવશ્યક પરિવર્તન માગે છે; પણ એ એ નથી સમજતી કે એવું પરિવર્તન સ્વયંસર્જિત હોવું ધો. ત્યારે પ્રજાને નિઃસત્વ બનાવી ગુલામી માનસ કેળવવા માગતા પરશિક્ષણને એ પરિણામ હોય છે, વિજેતાઓની ગૂઢ દોરવણી નીચે એ વિકાસ પામે છે ત્યારે પ્રજા પ્રગતિના નામેજ વિનાશના પંજામાં જઈ પડે છે. પણ નવસંસ્કૃતિની પૂજામાં એને એ જોવાની દરકાર નથી. એ વિચારતી પણ નથી કે જે સંસ્કૃતિ આજે ઊગી રહી છે એના પ્રમાણમાં આથમતીનું ઉગમસ્વરૂપ કેવું હતું, આજે ઊગતી સંસ્કૃતિ વિકૃત બનીને આથમશે . ત્યારે એની દશા શો હશે?
કેમકે ઊગતાની પૂજા એ પ્રજાઓને સ્વભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
નિદાખોર
શ્રી. કૃષ્ણવદન જેતલી એમ. એ. અખીલ લેખનને શિક્ષક હતો. તેની પુત્રી નર્મદાનું તેણે ઇતિહાસ-ભૂગોળના શિક્ષક રમેશ સાથે લગ્ન લીધું હતું.
લગ્નની ધામધૂમ પૂરજોશમાં ચાલતી હતી. ઓરડો ગાનતાન, સંગીત અને નૃત્ય કરતાં પદોના અવાજથી ગાજી રહ્યો હતો. કાળા ડગલા અને તમેલા ગલપટ્ટા પહેરી ભાડુતી નોકરે એરડામાં ગાંડાતૂર જેમ આંટા મારતા હતા. ગણિતને શિક્ષક તારાનાથ, અંગ્રેજી શિક્ષક અસંતોષ અને ઉપાધ્યાપક મહેશ મહેમાનો સાથે સેફા પર બેસી વાતો કરતા હતા. તેઓ એકબીજાની વાતમાં વચ્ચે બેલી ઊઠતા અને એકબીજાની ભૂલ કાઢી સુધારતા.
આ વાર્તાના મૂળ લેખક--- દરેક જણ પિતે એળખતા માણસમાંથી કોઈનું જગવિખ્યાત રશિયન વાર્તાનેવેશ જીવતાં થયેલું દફન વર્ણવતા અથવા અધ્યાત્મવાદ એન્ટની ચેવ વિષે પિતાના વિચારો દર્શાવતો. ત્રણેમાંથી કોઈ પણ અધ્યાત્મવાદમાં માનતું નહિ, છતાં એટલું તે કબૂલ કરતા કે આ દુનિયામાં મનુષ્યની બુદ્ધિને અગમ્ય ઘણું છે.
બીજા ખંડમાં સાહિત્યશિક્ષક ડોલરનાથ પિલોસ કયા સંજોગોમાં સિવિલિયનો સામે ગોળીબાર કરી શકે તે સમજાવતો હતો. વાત નવી ને નકામી હતી, છતાં રસમય બની હતી.
સામાજિક સ્થિતિ ઊતરતી હોવાને લીધે અંદર આવવા અસમર્થ કેટલાક લેકે અદેખાઈથી બારીમાંથી ડોકિયાં કરી જોઈ રહ્યા હતા.
બરાબર બાર વાગે ઘરધણી અખીલે લગ્નના જમણ માટે બધું તૈયાર હતું કે નહિ તે જોવા રસોડામાં પ્રવેશ કર્યો. રસોડામાં તળિયેથી કે છત સુધી રસગુલ્લાં, પિડા, બરફી અને બીજી સુધેજક વાનીઓની સુવાસ પ્રસરી હતી. જંગી મહેફીલ ગોઠવી હોય તેમ બે ટેબલ પર બધી સામગ્રી કલામય અવ્યવસ્થામાં પડી હતી. મેજ પાસે કાઠી જેવા પેટવાળી લહેરી રજની કામમાં ગૂંથાયેલી હતી.
અરે રજની, જરા બરફીનો થાળ તે જોવા દે,અખીલે ખુશ થઈ હથેળીઓ ઘસતાં વિનંતિ કરી. “હ! શું મઝાની ખૂશબે. આખું રસોડું જ ખાઈ જવાનું મન થાય એવી! લાવ, પેલો થાળ લાવે છે.” - રજની ટેબલ પાસે ગઈ અને તેણે સંભાળપૂર્વક રૂમાલ ખસેડો. નીચે થાળમાં બરછીનાં સુશોભિત ચેસલાં મઘમઘતાં હતાં. તેની ઉપર પાનાં, ચારોળી ને એલચી વેર્યા હતાં. અખીલ તે તે જોઈ આનંદથી પાણી પાણી થઈ ગયો. તેના મોં પર ચમક આવી, ડોળા બહાર આવ્યા. તેણે વાંકા વળી હોથી સીત્કાર કર્યો-ચરબી લગાડયા વગરના યંત્રમાંથી નીકળે તે. ઘડો શાંત રહી ફરીથી તેણે બુચકારો બોલાવ્યો.
“અહા ! આવશભર્યા ચુંબનનું સંગીત..........અય કાને ચુંબન કરે છે? રજનીને ?” પાસેના ખંડમાંથી અવાજ આવ્યો અને અખીલના મિત્ર સુરેન્દ્રનું મુંડણું કરેલું માથું હારમાં દેખાયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
નિંદર ૨૯ “કેનું નશીબ જોર કરે છે? અહી..મઝાનું. બાબુ અખીલ જાતેજ છે કે ? શાબાશ દાદા ! સરસ! કંઈ સંગીત ઉડાવે છે ને?”
હું કોઈને ચૂમતો નથી,” અખીલે ગભરાતાં ગભરાતાં કહ્યું, “તમે શું મારા ભાઈ ! જરા વિચાર તે કરો! હું તે પેલી બરફીની તાસક જોઈને ખુશ થઈ અમસ્થા બુચકારા બેલાવતો હતો.”
સુરેન્દ્રના મુખ પર હાસ્યની રેખા ફરકી અને તે જતો રહ્યો. અખીલ રાતાચોળ બની ગયો.
સાલે! ” તેણે વિચાર્યું. “હવે ભાઈ બધે ફરી મારી વાત કરવાના. આવી વાતને શહેરમાં ફેલાતાં વાર. કેટલી....ગદ્ધો !”
અખીલ શરમાતે ઓરડામાં પાછો ફર્યો અને સુરેન્દ્રને જવા ઝડપથી ચારે બાજુએ નજર ફેરવી. મહેરબાન તો પિયાના પાસે બેસી સૈનિકની અદાથી અધ્યાપકની સાસુને કંઈ કહેતા હતા અને તે ખુશ થઈ હસતી હતી.
“મારા વિષે જ ” અખીલને શંકા આવી. “મારી જ વાત. મા કાલી હરામીની ખબર લે! અને પેલી પણ તેના શબ્દ શબ્દને સાચા માની હસે છે! સાલે મૂર્ખ ! એ દીનાનાથ! આ કેમ સહેવાય? મારે તેની બાજી ઊંધી વાળવા કંઈ કરવું જોઈએ. હું બધાને આ બનાવની વાત કહીશ અને એને ર્નિદાર તરીકે ખુલ્લો પાડીશ.” ડીલ ખજવાળ અખીલ મૂંઝાતે અસુતેષ પાસે ગયે.
હું જરા જમણની વ્યવસ્થા કરવા રસોડામાં ગયો હતો. તેણે એ અંગ્રેજીના શિક્ષકને કહ્યું, “તમને બરફી બહુ ભાવે છે એની મને ખબર છે. તેથી મેં ખાસ બનાવરાવી છે. હી...હી....હી..! હું અને પછી...અરે, સાલું ભૂલી ગયો અને રસોડામાં હમણાં જ એક મઝા થઈ! તમે સમજ્યાને, હું રસોડામાં પેઠે અને વાનીઓ જોવા માગતા હતા. બરફી જોઈને તે હું ખુશખુશ થઈ ગયો..કેવી ઉમદા જાત...મેં હોઠથી બુચકારો કર્યો અને પેલો ઘેટા જેવા લબાડ સુરેન્દ્ર અંદર આવીને કહે...હા...હા...હા ! અને કહે, “ ઓહો! ચુંબન કરો છો ?” સાવ મૂર્ખ. જાણે હું રસાયણ રજનીને ચુંબન કરતો હોઉં! અરે એ તે એવી લાગે છે... જાણે....હત્તારી! એના જેવીને હું ચૂમું? આવા મૂર્ખ જગતમાં પાકે છે! સાવ ડોબે!”
એ કેણુ?” તારાનાથે અંદર આવી પૂછ્યું.
“સુરેન્દ્ર !.. જુઓ હું રસોડામાં ગયો હતો.રજની ને બરફીની વાત કરી કહેવામાં આવી. “જરા વિચાર તે કરે ! હું એક કુત્તાને ચૂમું તે રજનીને ચૂમું.” ન પાછું ફરી જતાં અખીલે બાબુ મહેશને જોયા.
“અમે સુરેન્દ્રની વાત કરતા હતા,” અખીલે મહેશને કહ્યું, “તદન ઉલુરડામાં ડોકિયું કરી મને રજની રસોયણ પાસે જઈ મોટી વાત ઊભી કરી, “કેમ, રજનીને ચુંબન કરો છો ?” – એમ મને પૂછવા બેઠે. મારા સમ, જરા વધુ ઢીંચો હશે? મેં તે સુણાવ્યું કે રજની કરતાં હું મરઘીને ચૂમવું વધારે પસંદ કરું. અને તેને યાદ આપી કે હું તે પરણેલો છું. તેની મૂર્ખ જેવી કલ્પના તે જુઓ ! હસવા જેવું છે ને ?”
“શું હસવા જેવું છે?” ત્યાંથી પસાર થતા ધર્મગુરુ મહેન્દ્ર પૂછ્યું. “પેલો ચક્રમ સુરેન્દ્ર! હું રસોડામાં બરફી જેતે હતો.તમે સમજ્યા ને...”
વળી પાછું રામાયણ ચાલ્યું. અડધા કલાકમાં તે બધાયે મહેમાન બરફીની વાતથી વાકેફ થઈ ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૧૦ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
હવે એ ફાવે તેટલા માણસોને વાત કરે!” અખીલે હથેળીઓ ઘસતાં વિચાર્યું; “જખ મારે છે! તે જે વાત શરૂ કરો કે હું એને ચેપડાવીશ, “મારા પ્રિય મિત્ર, તમારી જીભને તસ્દી ન આપશે. અમે બધાં કયારનાં યે જાણીએ છીએ !”
આ વિચારથી અખીલને અત્યંત સંતોષ થયો. તેણે જોઈએ તે કરતાં ચાર ખાલીઓ વધારે પીધી. ખાણું પછી તેણે નવપરણિત યુગલને વધૂના ઓરડા તરફ દેવું; અને તે પથારીમાં પડી લાકડા જેમ ઊંઘવા લાગ્યો.
બીજી સવારે તે તે બરફીની વાત છેક ભૂલી ગયો હતો. પણ નશીબ બે ડગલાં આગળ ને આગળ! માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ! ભૂંડી જીભે અખીલની ચાલાકી કોણ જાણે કયાં ઉડાડી દીધી હતી. બરોબર અઠવાડિયા પછી બુધવારે ત્રીજો પાઠ શરૂ થયો હતો ત્યારે અખીલ વર્ગમાં ઊભો ઊભો વિનું નામ વિદ્યાર્થીના હસ્તાક્ષરના મરોડ સુધારતા હતા. આ વખતે સંચાલકે પ્રવેશ કર્યો અને તેને ખૂણામાં બોલાવ્યા.
“મારા પ્રિય બાબુ અખીલ સંચાલકે કહ્યું, “ માફ કરજે...જે કે મારે પંચાત કરવાની જરૂર નથી, છતાંયે મારે કહેવું જોઈએ !...મારી ફરજ છે...તમે જાણતા તે હશે કે શહેરમાં અફવા ઊડી છે કે તમારે તમારી રસોયણ સાથે અમુક પ્રકારને સંબંધ છે... અલબત્ત, મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. હું તે કહું છું કે તમે તેની સાથે રહે, ચુંબન કરો...ફાવે તેમ મઝા ઉડાવો. પણ આમ છડેચોક નહિ. હું તમને વિનંતિ કરું છુંતમારી પ્રતિષ્ઠાને ભૂલશે નહિ.”
એક ઠંડી ઝણઝણાટી અખીલની કરેડમાંથી વહી ગઈ. તેણે આત્મવિશ્વાસ ગુમાવ્યો. જાણે જંગી મધમાખોનું ટોળું તેને ડંખ મારતું ન હોય; અથવા કોઈએ ઉકળતું પાણી તેના પર ન રેડયું હોય તેમ તે ઘરભણી ભાગો. રસ્તામાં તેને આખું શહેર પોતાની તરફ તાકીને જોઈ રહ્યું છે એમ લાગ્યું. જાણે એણે આખા શરીરે ડામર ન ચાલ્યો હોય તે
પર ન ચોળ્યો હોય ને પીછાં ન પહેર્યા હોય !......ઘેર એક નવી આફત તેની રાહ જોતી હતી.
કેમ ખાવું નથી ?” તેની પત્નીએ જમવાના સમયે પૂછ્યું, “ કેમ, કેનાં સ્વપ્નાં આવે છે? માશુકનાં? રજની પર પ્રેમ જાગ્યો છે? તુરકડા જેવા! હું બધું ય જાણું છું ! મારી આંખ ઉઘાડી છે ! જંગલી જેવા!” - એક તમાચો તેના ગાલ પર સણસ. તે ભાણા પરથી ઊઠયો ને તંદ્રામાં હોય તેમ ખેશ કે ટોપી પહેર્યા સિવાય સુરેન્દ્રને ત્યાં ગયે. સુરેન્દ્ર ઘરમાંજ હતો.
“નિદાખેર !” અખીલ તેને જોઈ બરાડો કર્યો, “તેં દુનિયામાં મારી આબરૂના કાંકરા કર્યા છે ! મારી નિન્દા કરવાનું તારે શું કારણ છે ?”
“ તમે મને “નિશાખોર” કહી શું કહેવા માગે છે ? તમારા મગજમાં એવો ખ્યાલ કયાંથી આવ્યો ?”
ત્યારે શા માટે તમે હું રજનીને ચુંબન કરતો હતો એમ વાત ઉડાવી ? તમે નથી ઉડાવી ...એમ મારે ધારવું, કેમ ?”
સુરેન્દ્રની આંખનાં પોપચાં ફફડયાં. તેણે વિચિત્ર રીતે મુખ બગાડયું. તેણે ખૂણામાં જેઈ બુમ પાડી કહ્યું, “ભગવાન મારૂં સત્યાનાશ વાળે ! મા દુર્ગાના સેગન ખાઈને કહું છું કે મેં આ વાતને ફરીથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મારે સર્વનાશ થજે જે મેં...
સુરેન્દ્રની સહૃદયતા માટે હવે શંકાને સ્થાન ન રહ્યું. એટલું તે સ્પષ્ટ થયું કે તેણે ગપ ઉડાવી નહોતી.
ત્યારે કાણું હશે ? કેણુ?” છાતીએ મુક્કો મારતાં અખીલ બબડશે અને મનમાં બધા મિત્રોના નામ ગણી ગયે, “ ત્યારે કેણ હશે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
રિવાજને અવાજ
એલિયા જોષી
-
પ્રત્યેક રીતરિવાજ–જે પૈકી કેટલાક અત્યારે આપણને હાસ્યાસ્પદ લાગતા હોય તેની ઉત્પત્તિના કારણ અને તેમાં કાંઈક રહસ્ય પણ સમાયેલું હોય છે. આપણું હિન્દુ સમાજમાં લગ્ન-પ્રસંગની ઘણીય રીતરસમો હવે અર્થહીન જણાય છે. When the reason of the law ceases, law must cease. [ કાયદાનું કારણ બંધ પડે, તે કાયદો પણ રદ થવું જોઈએ ]. એ સૂત્રોનુસાર કેટલાક જૂના રીતરિવાજે હવે આપણામાંથી કાળાન્તરે કે નીકળતા જાય છે, તે પણ રૂઢિપ્રધાન હિન્દુ-સમાજમાં ઘણુંયે જૂના રીતરિવાજો અને રસમો હજુ પણ પ્રચલિત છે, અને તે પૈકી કેટલાંક સકારણ જાળવી રાખેલ જણાય છે. તેનું એકાદ પ્રાસંગિક ઉદાહરણ પ્રકાશમય લાગશે.
આશરે ચાર દાયકા પહેલાંની વાત છે. અમારા એક લઘુબંધુના લગ્નનો પ્રસંગ હતે. જાન મયુરપુર જવાની હતી. તે કાળે રે ચાલુ થઈ ગઈ હતી. ત્રીસ ગાઉનું ભલે અંતર હોય, પરંતુ વચ્ચે બબ્બે જંકશને આવે, અને બાર ગાઉએ બોલી બદલાય તેમ દરેક જંકશને ગાડી બદલવી પડે. અમારે ગામથી જ બપરની ગાડીએ બેસીએ તે પ્રથમના જંકશનથી મયુરપુર જવાની ગાડી તુરત મળતી અને સઘળું સરખું ઊતરે તે સૂર્યાસ્ત સમયે સીધા મયુરપુર પિચી જવાય ખરું. બીજી ગાડી તે ફક્ત પ્રથમના જંકશનેથી જ માત્ર સવારનાં મયુરપુર માટે મળી શકતી. બબ્બે સંધાણસ્થાને વળોટાવીને નિર્ણિત સ્થળે વખતસર પિચવું એ કાંઈ આજની પેઠે બચ્ચાના ખેલ નહોતા! એમાં તે વખતે લગ્નનો દિવસ પણ ખડી જાય! જેથી વર અને અમુક જાનૈયાઓએ આગલે રોજ બપોરની ટ્રેનમાં રવાના થઈ, પ્રથમને જંકશને રાત રોકાઈ, ત્યાંથી સવારે ઊપડી બારે મયુરપુર પિચી જવું, અને બાકીનાં તમામ મેટેરાઓ લગ્નને દિવસે નીકળી સીધાં લગ્ન વખતે કન્યાને ગામ આવી પિચે એ પ્રમાણે ગોઠવણ થતાં, વરને લઈ હું અને કેટલાક નાનામેટા છોકરાઓ બરની ગાડીમાં રવાના થઈ પ્રથમને ટપે ઊતરી, અમારા સગાને ત્યાં રાત ગાળી, ત્યાંથી પ્રભાતની ટ્રેઈનમાં ઊપડી બીજા જંકશને ઊતરી પડયા. સામી બાજુથી ટ્રેઈન આવે ત્યારે બન્ને તરફના છડિયાં લઈને અમારી મયુરપુરની ગાડી ઊપડે. જેથી આ સંધાણસ્થાને ત્રણ-ચાર કલાકનો ધામો નાખે. અમો શિરાવ્યાને હજુ અઢી કલાક માંડ થયા હશે ત્યાં બધાના પેટમાં કુરકુરિયાં બોલવા લાગ્યાં. લાડવા-ગાંઠિયા જેવી મીઠાઈ સાથે હતી. પણ તે કાને ભાવે ? એટલે ઊની રસાઈ આરેગવાનું મન થતાં ખીચડી, રોટલા, કાંદા, બટાકા ઈત્યાદિની વરદી વીશીમાં આપતાં, વરસમેત અમે બધાએ પેટભરીને ઝાપટયું. હડબડ હડબડ કરતે દાંડિયું આખરે રાંઢાટાણે મયુરપુર પચ્યું. ગામબહાર એક જગ્યામાં અમને હંગામી ઉતારો અપા. વેવાઈને ત્યાં કે ઘરડું બૂટું ગુજરી ગયેલ તેને ટાંકણે ભારે સેગ પાળી બેઠેલા જેથી હા જેવી કેાઈ ચીજ પણ ત્યાંથી ન મળી. અમો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૧૨ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
બધાનાં પેટ તે વળી પાછાં પાતાળ ઊતરી ગયાં, જેથી તે ખાડો પૂરવા માટે ગામમાંથી ચવાણું મંગાવી કળી, ચેવડે, ચટણી ઈત્યાદિ તીખી-તમતમતી કચુંબર ઉપર વરસમેત બધાએ પુષ્કળ હાથ માર્યો. સૂર્યાસ્ત થવા આવ્યું તે પણ ટ્રેનના કશા વાવડ નહેતા. અમારા તથા વેવાઈના એક સામાન્ય સગા નામે કચરાભાઈ માંડવા અને જાનીવાસા વચ્ચે હફિલ કર્યા કરે; અને વારેઘડીએ માંડવેથી અમારી પાસે આવીને અમને કહ્યા કરે કે‘કાં હવે છાબને શી વાર છે?” “અમારા વડીલો આવી પંચે ત્યારે દેવાય'—એમ અમે તેને ઉત્તર વાળતા. વળી કચરાભાઈ આવીને ટપારે કે-માજન માંડવે આવી ગયું છે, તે જલદી છાબ લઈને ચાલે !' જો કે છાબનું જોખમ અમારી સાથે જ ભળાવ્યું હતું, પરંતુ વડીલની ગેરહાજરીમાં અમારાથી તે ક્રિયા કેમ પતાવાય ? વળી પાછા કચરાભાઈ એ હોંકારો કર્યો કેગાડી તો આજ બે કલાક મોડી છે. માંડવે માજન બેસી રહ્યું છે, છાબ નહીં લાવો તે શેઠિયા ઊઠી જશે અને આપણી આબરૂ જશે.' અમારી સાથે કઈ ઘરડું માણસ પણ નહોતું કે ગાડાં વાળે, જેથી અમારી અક્કલ વાપરીને છાબ માંડવે દઈ આવ્યા. અને “વાહ-વાહ' કરતું મા'જન ઊઠી નીકળ્યું. જરા વારે અમારા વડીલો અને મેટેરાંઓ સ્ટેશનેથી જાનીવાસે આવી પિચ્યાં. અને “છાબ તૈયાર કરો”—એમ તાકીદ અમને થઈ.
એ ક્રિયા તે હમણાં જ ઉકેલી લીધી ”—એવું અમે કહેતાં, મારા વડીલની મારા પ્રત્યે લાલ આંખ થઈ. “મૂખ! આ બધા મોટા માણસોને છાબ માટે માંડ માંડ જાનમાં લઈ આવ્યા. અને અમારી રાહ પણ ન જોઈ? ” મારા ઉપર કેપ ઊતર્યો.
પણ-ગાડી મોડી છે અને આપણી આબરૂ જાય છે એમ કચરાભાઈએ કહેતાં અમારે આબરૂ જાળવવી જોઈએને?”
“ગધેડે છે; અને ચરે એથી મેટે લંબકર્ણ છે', અમને ઈલ્કાબ મળ્યા.
જાનમાં આવેલ મેટેરાંઓ બધાં છાબના દાગીના ગણતાં હશે તેનું આપણને તે કાળે ભાન ન હોવાથી હું તે મુંગે થઈ ગયો. મારા વડીલે વેવાઈ પાસે ધેખ કરતાં વેવાઈએ ખુલાસો કર્યો કે-“ભાઈ-સાહેબ ! અમે તે તમારી રાહ જોતા હતા. કલાક બે કલાક મોડું થાય એમાં ક્યાં ખાટું મેળું થઈ જવાનું હતું? પરંતુ કચરાભાઈ વારેઘડીએ અમને કહી જતા કે-“છાબ તૈયાર છે અને શા માટે ઢીલ કરે છે ? ગાડીનું કશું ઠેકાણું નથી; અને જાનીવાશેથી ઉતાવળ કરે છે. લાઈલાજે માજનને બોલાવી છાબ મારે વધાવવી પડી.’ “ઓત્તારી !! આતો બધા કચરાના કામા !” મારા વડીલ બોલી ઊઠ્યા. અને મારા માથેથી વાદળ વીખરાઈ ગયું.
અલવા-કલવાની ક્રિયા પતી, અને વરરાજા તેરણે આવ્યા; તે જ વખતે વરના પેટમાં ભારે ચૂંક ઊપડી. બાજોઠ ઉપર ઊભા રહેવાની પણ શક્તિ ન મળે ! મારા વડીલને કાને એ વર્તમાન પેચતાં, વળી વાતાવરણ ગરમાગરમ... અને આ વખતે મોટે ધડાકે થશે એવી ભીતિને લીધે હું તે ત્યાંથી ગ૭ન્તી કરી ગયો ! પેનકિલર ઇત્યાદિ દવા આપવાથી ઈશ્વરકૃપાએ પીડા તે-તાત્કાલિક શમી ગઈ, અને લગ્નક્રિયા સમાપ્ત થયા બાદ વરરાજાને બે ચાર દસ્ત થયા ત્યારે તેને કાંઈક શાંતિ થઈ. આવી અચબુચ પીડા થવાનું કારણ ખેળવા માટે જાની વાસે સંક્ષિપ્ત તપાસ ચાલી, અને અપરાધી તરીકે મને પકડી મંગાવી ખડો કરવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન
સમુદ્રપારના સંસ્થાનો
પ્રાણજીવન જોશી
પંદરમી સદી યુરેપના ઈતિહાસમાં મહાસાગરે ઓળંગી નવા માર્ગો અને નવા દેશે શોધવાના સાહસ માટે પ્રસિદ્ધ છે. ઈ. સ. ૧૪૮૭ માં બાર્થો લેડુ ડાયસ દક્ષિણ-આફ્રિકાની પ્રદક્ષિણું કરી ગયે, ઈ. સ. ૧૮૯૨ માં કોલમ્બસે અમેરિકા ખંડને પ્રસિદ્ધિમાં આણ્યો, . સ. ૧૪૯૭ માં વાસ્તે ડી ગામાએ હિંદને જળમાર્ગ દ્રઢી કાઢ્યો અને એ જ વર્ષે કેબટે કેનેડાની હસ્તી અમેરિકાના નકશા પર સિદ્ધ કરી.
આ સમયે હિંદમાં સૈયદ વંશને અસ્ત થયો હત; દી વંશના પતનની ધંટા વાગી રહી હતી અને મોગલાઈના આગમનની તૈયારી ગાજતી હતી. દક્ષિણ આફ્રિકામાં હોટેટ અને બુશમેન નામની જંગલી જાતો અને જંગલી પશુઓ નિરંકુશ રીતે અહીંતહીં ભટકતાં હતાં અને કેનેડામાં રેડ-ઈન્ડિયને અને એસ્કીમે લેકે નિશ્ચિત છવન માણતાં હતાં.
દક્ષિણ-આફ્રિકા શોધવાનો યશ પોર્ટુગીઝ નાવિકોને છે, ત્યારે કેનેડા શોધવાને યશ ઈટાલિયન નાવિકને જાય છે. પણ આ નવા શોધાયેલા દેશોમાં એ નાવિકની માતૃભૂમિનું શાસન નથી થયું એ એક એતિહાસિક વિચિત્રતા છે. ઈ. સ૧૫૨૪ માં કેનેડા માંસનું કેલની બન્યું. ઈ. સ. ૧૬પર માં દક્ષિણ આફ્રિકા ડચ પ્રજાના શાસન હેઠળ આવ્યું. આ પછી ૨૦૦ વર્ષને ઈતિહાસ આંગ્લ-ફ્રેંચ સ્પર્ધા અને આંગ્લ-ફ્રેંચ યુદ્ધોને છે. ઈ. સ. ૧૭૬૦ માં ઈગ્લાંડે ફ્રાંસ પાસેથી કેનેડા અને ઇ. સ. ૧૮૧૫ માં ડચ પાસેથી કેપ પડાવ્યું.
વરરાજાને આટલી બધી પીડા ઊપડવાનું કારણ શું? શું ઝેર્યું હતું?” મને સીધો પ્રશ્ન થયે. પણ મારા ટાંગા બેકી રમતા હતા; અને જીભ ઝલાઈ ગઈ હતી. ત્યાં એક છોકરો બોલી ઊઠ-“દાદા ! અમે બધાએ વીશીમાં રોટલા, ખીચડી, કાંદા બટાકા, ખૂબ ખાધા'તા, અને આંહી પણ કળી, ચેવડો, ચટનીનો સારી રીતે સ્વાદ કર્યો તે !”
હું ! ત્યારે પેટ ચોળીને પાંસા શૂળ ઊભી કરી છે એમ કહાની ! મૂર્ખ ! જે તે હજરીમાં ઘાલવાથી આવી માંગલિક ક્રિયા વખતે શારીરિક વ્યાધિ ઉત્પન્ન થવા સંભવ; માટે જ લગ્નપ્રસંગે વર-કન્યાને અપવાસ ઉપર રાખવામાં આવે છે તેનું કારણ આ છે. હવે સમજ્યો ?” મારા વડીલે મને સંબોધીને પ્રવચન કર્યું.
હું સમજે. આપણે કેટલાક રિવાજોનું મૂળ જાણ્યા વિના આપણે હાંસી કરીએ છીએ તે હું બરાબર સમજે, અને મેં મારા કાન પકડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૧૪ " સુવાસ : ભાદ્રપદ ૧લ્પ
સુધરેલી દુનિયાને એસ્કેલેશિયા ખંડની શોધ સહુથી મોડી થઈ. યુરોપના મધ્યકાલીન યુગ સુધી હિંદી મહાસાગર કેવળ ચારે દિશાએ ધરતીથી વીંટળાયેલો આંતરિક સમુદ્ર છે એવી સામાન્ય માન્યતા હતી. માપ જેવા રડ્યાખડયા પ્રવાસીઓએ જ સાંભળેલું કે એશિયાની દૂર દક્ષિણે મહાન દેશે પડેલા છે. સોળમી સદીમાં પોર્ટુગીઝ નાવિકે આ અજાણ્યા ઓસ્ટ્રે. લિયા ખંડને “મહાન જાવા ”ને નામે ઓળખતા. સત્તરમી સદીની શરૂઆતમાં ડચ નાવિકે એ ઓસ્ટ્રેલિયા તરફ મીટ માંડી. હેલાંડની સરકારે તેને ‘ન્યૂ હેલાંડ' ને નામે ઓળખાવ્યું.
ઈ. સ. ૧૬૪૨ માં ડચ નાવિક ટાસ્માનની સફર સાથે ઓસ્ટ્રેલિયાની શોધને નવયુગ શરૂ થયો. તેણે આ ખંડને ઘણે પ્રદેશ ઢઢળ્યો. તેને ત્યાંના દેશીઓ અદેખા અને અનાડી જંગલીઓ જણાયા. તેને આ દેશ વસવાટ અને વેપાર માટે આશાજનક કે આકર્ષક ભાસ્યો નહિ. તેના રિપોર્ટ પરથી ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને “ન્યુ હેલાંડ” નકામી શોધ છે તેના પર વધારે લક્ષ આપવાની કશીયે આવશ્યક્તા નથી એવી ખાતરી થઈ. પરિણામે અર્ધી સદી સુધી કેઈએ વિશેષ શોધ કરવાની માથાકૂટ ન કરી.
સત્તરમી સદીની છેક આખરીમાં ઇગ્લાંડનું લક્ષ તો એ દિશાએ વળ્યું. ઈ. સ. ૧૬૮૮ માં કેપ્ટન વિલિયમ ડેપ્પીયર આ ખંડને કિનારે પાંચ અઠવાડિયાં ગાળી ગયો. તેણે પણ ડચ નાવિકોના જેવીજ કંગાલ મત પિતાના Piracy નામના ગ્રંથમાં દર્શાવ્યો. ત્યારબાદ છૂટાછવાયા નાવિકે ઓસ્ટ્રેલિયાને દક્ષિણ કિનારે આવી ગયેલા. ઈ. સ. ૧૭૦૫ માં ડચ નાવિકની ટાળી ત્યાં ફરીવાર આવી, અને નિરાશ થઈ ચાલી ગઈ. છેક અઢારમી સદીની મધ્યમાં ઇંચ લેખક ડિ બ્રેસિસે ઓસ્ટ્રેલિયામાં કેદીઓનું થાણું સ્થાપવા હિમાયત કરી. અને તેના ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર થયું. આ પ્રસંગે ઈગ્લાંડને ઓસ્ટ્રેલિયા તરફ દુર્લક્ષ ન કરવા ઠસાવ્યું.
વિજ્ઞાનપ્રેમી નાવિક કેપ્ટન જેમ્સ ફૂક સર જોસેફ બેસ વગેરે વિજ્ઞાનીઓ સાથે ઈ. સ. ૧૭૬૮ માં એરટ્રેલિયા અને ન્યુઝીલાંડ આવી ગયા. તે બધા તે આ ખંડની અજબ ફળદ્રુપતાથી અંજાઈ ગયા. ઈ. સ. ૧૭૭૦ માં એ કેપ્ટન કૂકે એ ઉપસાગરના કિનારાની પ્રફુલ વનરાજી નિહાળી તે ઉપસાગરનું નામ “ બેટાની બે” અને દેશનું નામ ‘ન્યૂ સાઉથ વેલસ” રાખ્યું.
આ સમયે ઈંગ્લાંડે અમેરિકામાં ભારે પછડાટ ખાધી હતી. અમેરિકાનાં સંસ્થાને “પ્રતિનિધિત્વ નહિ તે કર નહિ” એ સિદ્ધાંત પર બળ જગાવી બ્રિટનથી છૂટાં થયાં અને “ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાનું સર્જન થયું. ઈંગ્લાંડને આ અસહ્ય ખોટ હજુ સાલે છે, પણ ઓસ્ટ્રેલિયાખંડની પ્રાપ્તિથી તે પિતાના હૃદયને દિલાસો અપાવી શક્યું છે.
ન્યુઝીલાંનો ગરાંગ ઈતિહાસ એક સદીથી વિશેષ દૂર જ નથી, પણ અંગ્રેજો પહેલાં એ દેશને વસાવનાર માઓરી પ્રજાને ઇતિહાસ ઓછામાં ઓછા આઠ સદી જેટલે પ્રાચીન છે.
માઓરી પ્રજા ઘઉંવર્ણી પિલિનેશિયન પ્રજાનું એક અંગ છે. તે બુદ્ધિમાન, તેજવી, પ્રેમ-શર્ય ભરી, સાહસિક અને રૂપાળી પ્રજા છે. ન્યુઝીલાંડના ભૂરા વસાહતકામાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ પ્રજાસંઘમાં હિંદનું સ્થાન ૨૧૫ પિતામહ અને પત્રની પુણ્ય પ્રેમ-ગાથા જગતના સ્વાર્થત્યાગી પિતાપુત્રોની તુલનામાં ગૌરવભર્યું સ્થાન લે એવી છે. આ પિતામહ અને પત્રની સાહસિક પ્રવાસ-કથા કોલમ્બસ, ડાયસ, વાસ્કેડીગામા, ડ્રેક, કૂક કે કેબેટનાં પ્રવાસ-સાહસોને પણ ઝાંખા પાડી દે એવી છે. પ્રેમની દષ્ટિએ એ કથા કવિસમ્રાટ શેકસપિયરના પ્રસિદ્ધ નાટક “The comedy of errors”નાં પાત્ર ઈજિયન અને એન્ટીફેલસ-પિતાપુત્રની પ્રેમ-કથાને કેટલેક અંશે મળતી આવે છે.
જ્યારે યુરોપીય પ્રજા પોતાના દેશને આંગણે બેસી, પોતાના પ્રશ્નોમાં પરોવાયેલી હતી; જ્યારે પોર્ટુગીઝ નાવિકને હિંદી મહાસાગરનું જ્ઞાન પણ ન હતું, જ્યારે ડચ વહાણવટીઓનો પ્રપિતામહ ટાસ્માન જ પણ ન હતું ત્યારે પોલિનેશિયન નાવિકે તુષાર-ભીના આ પ્રદેશને વસાવવા ભીષ્મપ્રતિજ્ઞા સાથે નીકળેલા, તેને ચોતરફ ફરી વળેલા અને તેને ભાગેભાગ જોઈ ચૂકેલા.
૮૦૦ વર્ષ પહેલાંના ઝાંખા ભૂતકાળના યુગમાં હવાછકી કે ટીટીના પીકે પીકાઈહીટીનાં છીછરાં નીરમાં ભારે નાવ-સમારંભ થયેલું. પહેલાં સામાન્ય નાવડાની શરત ચાલી. પછી સાગર-સફરી વહાણ નૌકા-કીર્તિ પ્રાપ્ત કરવા માટે પેસિફિક મહાસાગરના વિશાળ હૃદયમાં સંચર્યો. આ સમયે અણધાર્યું વાવાઝોડું થયું. શરત-જળપટે પડેલાં વહાણે વિખૂટાં પડી ગયાં, જમીનથી દૂર દૂર ઘસડાઈ ગયાં. આ અકસ્માત ન્યુઝીલાંડના વસવાટના શ્રી ગણેશ રૂપ નીવડ.
એક નાવનું નામ ટેવેઓ હતું. તેમાં હવાઈકીના એક “ચીફ' ટાઈ-8-રેક ને પત્ર હેા હતો. હેન્ગાનું વહાણ પાછું ન કર્યું ત્યારે વૃદ્ધ પિતામહ ટોઈ–કેરેકૌએ પત્ર મૃત્યુ પામેલ હશે એમ ધારી કલ્પાંત ન કર્યું. તેમણે તો તેને લૂંટી કાઢવા માટે ભીષ્મ પ્રતિજ્ઞા કરી. સાહસિક નાવિકે એકઠા કરી, વહાણ સજજ કરી, પિતામહ ઊપડયા; ટાપુએ ટાપુએ ભટક્યા. પ્યારા પત્રને પત્તો ન લાગે, પણ નિરાશા શબ્દ આ વૃદ્ધ દાદાના શબ્દકોશમાં ન હતા. તે સમોઆ ગયે. હેટોન્ગા ત્યાં પણ ન મળે. તે કુક ટાપુઓમાં આવેલ રેટોન્મા પહેઓ. અહીં તે “ચીફ” રંગીટીહીને મળ્યો અને સંદેશો પાઠવ્યાઃ “અહીંથી હું પેએ શેાધેલ તુષાર-ભીનો દેશ ઢઢવા જાઉં છું. મારી તપાસ કરતું કેઈ આવે તે કહેજે કે હું દૂરના ખુલ્લા જળપટમાં આવેલ ભૂમિ માટે ઊપ છું. કાં તે હું ત્યાં પહોંચીશ, અથવા તે સાગરના પેટાળમાં સમાઈ જઈશ.”
હવે દાદા ઈ-કે-કૌ કીવા (પેસિફિક) મહાસાગર, ઔટીરૌઆ (ન્યુઝીલાંડ) અને પિતાના પત્ર વહેગાની શોધમાં મેદાને પડયા. આ પ્રયાસમાં મૃત્યુની ચિંતા તેને જરાયે ન હતી. તેણે પોતાના પ્રભુમાં, નાવિક તરીકેની શક્તિમાં અને પિતાના કાર્યની અડગતામાં વિશ્વાસ મૂક્યો. ઘણા દિવસના પરિશ્રમ બાદ પિતાના થાકેલા નાવિકો સાથે તે ચેટહામ ટાપુઓને તીરે ઊતર્યો. હજુ પંથ દૂર હતા. તે ગભરાય નહિ, પણ થોડો સમય આરામ લઇ, મુખ્ય ભૂ-પ્રદેશ શોધવા નીકળે. પ્રદેશ જશે અને તે હેટાન્યાને ટૂંઢવા લાગ્યો. ન્યુઝીલાંડના . ઉત્તરના ટાપુએ, ઉત્તર ટેરેનાકી ખાતે તેણે જુદી જાતના કેટલાક દેશીઓને જોયા. પણ આ દેશીઓ પાસેથી દાદાને પિતાના દીકરાના દીકરાના કશા સમાચાર ન મળ્યા. પછી દાદાજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૧૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ ઉત્તર તરફ પિતાનું વહાણ હંકારી, નવા દેશની ટોચ સુધી પ્રદક્ષિણા કરી, “બે ઓફ પ્લેન્ટી” ના પૂર્વ કિનારે ગયા અને ત્યાં વસવાનો નિર્ણય કર્યો.
પિતૃ-સ્નેહ ઘસડાઈ, અનંત સમુદ્રો ઓળંગનાર આ વૃદ્ધ પિતામહ ન્યુઝીલાંડના પહેલા રાષ્ટ્ર-સર્જક બન્યા. હવે તેને પત્ર આ સમયે સ્વદેશ પહોંચે. પિતામહ ત્યાં રહેતા. પણ પત્રનો પ્રેમ પિતામહથી ઊતરતી પંક્તિને ન હતો. વહેગા ૬૬ સ્ત્રીપુરુષ સાથે, ધાર્મિક વિધિ બાદ દાદાની શોધ અર્થે સંચર્યો. મૌરી લેકેએ આ સફર માટે પ્રાર્થનાઓ કરી, નૈવેદ્યો ધરાવ્યાં, યજ્ઞો કર્યા. હેટાંગાનું વહાણ આખરે રેરોટોંગા પહોંચ્યું. અહીંના ચીફે તેના દાદાને સંદેશો પાઠવ્યા. તે સમુદ્રની સફર લંબાવી ઉત્તર ટેરેનાકી પહોંચ્યો. અહીં દેશીઓના ચીફે તેના દાદા તેને ટૂંઢવા માટે ઉત્તર તરફ ગયા છે એમ પાઠવ્યું. હેટાંગા એ દિશાએ ઊપડ્યો. દાદાને તેણે શોધી કાઢયા. છેવટે બને “બે એફ પ્લેન્ટી” આવ્યા. પિતામહ–પત્રના પ્રવાસો પાર પડયા. તેઓની મહેચ્છાઓ મૂર્તિમંત બની. જગતને પિતૃસ્નેહ અને પુત્ર પ્રેમનું ઉજજવળ ઐતિહાસિક દષ્ટાંત મળ્યું. કોંગાને સાહસ–પ્રેમ છેવટે તેને આજના સમૃદ્ધ હસ બે પાસેના પ્રકૃતિ-સુંદર પ્રદેશમાં વસવા દેરી ગયો.
આ માઓરી લોકોએ ઓગણીસમી સદીના આરંભ સુધી ન્યુઝીલાડ પર નિરંકુશ શાસન કર્યું. ઈ. સ. ૧૬૪૨ માં પહેલા ગેરા નાવિક ટારમાને ન્યુઝીલાંડની ધરતી પર પગ મૂક્યો હતે. આમ છતાં ઈ. સ. ૧૭૬૯ સુધી તે તે યુરોપીય જગતને વ્યવહારૂ રીતે અપરિચિતજ રહ્યો હતો. કેપ્ટન કૂકે તેનો પ્રવાસ કર્યા બાદ ઈ. સ. ૧૭૭૭ થી ૧૮૧૪ સુધીમાં એન્ટ્રલિયાથી નાસી છૂટેલા કેદીઓ અને ભાંગી ગયેલા વહાણનાં ખલાસીઓ જેવા મુઠ્ઠીભર સફેદ લેકે ત્યાં વસી ગયેલા નજરે પડ્યા હતા. તેઓ સાથે પાદરીઓ પણ પહોંચ્યા અને ત્રીસ વર્ષમાં ઘણાં મેરી લેકને ખ્રિસ્તી સંપ્રદાયમાં આણવામાં આવ્યાં. ઈ. સ. ૧૭૮૭ માં ન્યુઝીલાંડને ગ્રેટ બ્રિટનના તાબાના એક દેશ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું, પણ વાસ્તવિક રીતે તે બ્રીટીશ શાસન ઈ. સ. ૧૮૪૦ થીજ શરૂ થયું.
ચોદ્ધા, ખેડૂતો, શિકારીઓ, નાવિકે, કવિઓ, કથાકારો અને કલાકારો સરજાવનાર મારી પ્રજાએ ઈ. સ. ૧૮૭૦ માં આ સફેદ આક્રમણનો છેલ્લે સબળ સામનો કર્યો. પણ તેઓનું બળ ગેરા આક્રમણકારેની શક્તિ સામે ટકી શકયું નહિ. તેઓએ છેવટે બ્રિટિશ તાજને શિરસાવંદન કર્યું. મારી લેકેને ગોરા સુધારાની અને ગેરા દર્દોની તાત્કાલિક માઠી અસર થઈ. ૩૫ વર્ષમાં તે તેની અધ વસ્તી થઈ ગઈ.
બ્રિટિશ સામ્રાજ્યને દ. આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલાંડની પ્રાપ્તિથી ઘણો લાભ થયો છે. તે પ્રદેશ વિવિધ ખંડમાં વિસ્તરેલા હોવાથી બ્રિટિશ ધ્વજની પ્રતિષ્ઠા ઘણી વધી છે. આ પ્રદેશનાં શાસનને અંગે બીજા અનેક ટાપુઓ બ્રિટિશ છત્ર હેઠળ મુકાયા છે. અને આ વસ્તુઓ જગતે કદી નહિ જોયેલું એવું સમર્ય, સમૃદ્ધ અને સર્વવ્યાપી સામ્રાજ્ય સરજાવ્યું છે.*
જ આ લેખમાળાનું પ્રથમ પ્રકરણ “સુવાસ ” ને ફાગુન માસના અંકમાં પ્રગટ થયું છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
નવું અને જાનું
ગૌતમ
જગતમાં સૌથી સહેલામાં સહેલું છતાં મૂંઝવનારૂં કામ નામ પાડવાનું છે. છેાકરાંનાં નામેા પાડતી વખતે કેવી મૂંઝવણ થાય છે એ જાણીતી વાત છે. આવી મૂઝવણ અમને પણ એકવાર થઈ. અમે અમારા નવા મકાનનું નામ પસંદ કરવામાં પડયા હતા. અમારી મંડળીના નાના-મોટા દરેક જણે પેાતાને ગમતું નામ સૂચવ્યું. કાઇએ ‘ લક્ષ્મી નિવાસ ’ તા કાઈ એ ‘ સરસ્વતી સદન ' સૂચવ્યું; તે કાઈ એ અંગ્રેજી ઢબ પ્રમાણે એકાદ વીલાનું નામ સૂચવ્યું. અમારા મોટાભાઇએ દાદાનું નામ ખ્યાલમાં રાખી ‘ દયાળ નિવાસ ’ સૂચવ્યું; ખીજા બે જણે ધરમાં સૌથી નાના અણુનું નામ પસંદ કરી એક નામ સૂચવ્યું. કાલેજમાં અભ્યાસ કરતા અમારા નાનાભાઈ એ આ બધી પસંદગી તરફ અણુગમે! બતાવી કળાત્મક એવું ‘ શિલ્પભવન ’ નું નામ સૂચવ્યું.
નામની પસંદગીના અમારા વાર્તાલાપ ખૂબ ચાલ્યા. એમ કરતાં કેટલીયે અવનવી વાતેા નીકળી. એક પછી એક એવાં કેટલાંયે નવાં નામ આવ્યે જ જતાં હતાં અને ઘડી એડીમાં જૂનાં થયે જતાં હતાં.
બધાં વાર્તાલાપમાં મર્મ્યૂલ હતાં તે વખતે એક વસ્તુ મારા ધ્યાનમાં આવ્યા વગર રહી નહિ. જેઓએ કુટુંબની વ્યક્તિઓમાંથી નામ પસંદ કર્યું હતું તેમના બે વિભાગ હતા. એક વિભાગે ગત પેઢીનું નામ પસંદ કર્યું હતું અને ખીજા વિભાગે ભાવી પેઢીમાંથી નામ પસંદ કર્યું હતું. પરસ્પરવિાધી દેખાતી આ પસંદગી પાછળ શું ખૂખી હશે એ શાષવામાં હું ગૂંથાઇ ગયેા.
એકમાં આપદાદાની સ્મૃતિ રાખવાની ભાવના હતી તે ખીજામાં ભાવી પેઢી તરફના પ્રેમ અને પક્ષપાત હતા. એકમાં ગત પેઢીને અંજલિ આપવાનો શ્રદ્ધા હતી તેા ખીજામાં ભાવી પેઢીનું શ્રેય કરવાની કામના હતી. એકમાં ભૂતકાળનેા ચાહ હતા તે। ખીજામાં ભવિષ્ય પ્રત્યેના પ્રેમ હતા. નામ પસંદ કરનારાઓમાં પણ એવેજ મૂળગત ભેદ હતા. એક જૂના વિચારને વળગી ચાલતા હતા તેા ખીજો નવા વિચારા પ્રત્યે ઢળેલા હતા. એક હતા પ્રૌઢ અને ખીજો હતા યુવાન. પ્રૌઢ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવતા હતા જ્યારે યુવાન ભાવી તરફ આશાની મીટ માંડતા હતા.
આજે ઘણાંય વરસાથી બાપદાદાનાં નામેા મકાને સાથે સંકળાતાં આવ્યાં છે. પણ જમાને પલટાયા છે. કેમ જાણે ભૂતકાળને અસહ્ય ખેાજો ખેંચાતા ન હોય તેથી આજની પ્રજા થાકી જાય છે. જૂની માલમત્તાને જેમની તેમ છાંડીને તેણે ભાવિ સૂર્યના પ્રકાશને શોધવા ડગ ભર્યેા છે. ગત પેઢીને શ્રદ્ધાંજલિ આપીઆપીને આજની પ્રજા હતાશ બની છે, જૂને પરિક્રમણના માર્ગ તેને લૂખા સુક્રો અને અર્થવગરના લાગે છે. જૂનું તેટલું સાનું એમ હવે લાગતું નથી. ભૂતકાળમાંથી મળતી પ્રેરણા આજની પેઢીને તૃપ્તિ આપી શકે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૧૮ " સુવાસ : ભાદ્રપદ ૧૯૫ લાગતું નથી, એટલે નવતાના ચમકારામાંથી કાંઈક મળશે એવી શ્રદ્ધા આજની પેઢીમાં જાગી છે. આખી પ્રજા જૂનામાંથી નવા તરફ, ભૂતમાંથી ભાવિ તરફ પિતાપિતાની ગતિએ પ્રયાણ કરી રહી છે. જૂનું તત્ત્વ જાય છે, નવું હાથ લાગ્યું નથી પણ મળશે એવી શ્રદ્ધા છે. પણ આજનો યુગ નવા અને જૂના વચ્ચે મજલ કાપી રહ્યો છે. એને પંથ પૂરા થયા નથી. જે નૂતન ચમકારાની એંધાણીએ આજની પ્રજા ચાલી રહી છે, તે મૃગજળ જેવી ન નીવડે એ જોવાનું કાર્ય આજના અને આવતીકાલના સૂત્રધારોના હાથમાં છે. આજને થનગનાટ અને આજનું પ્રયાણ આવતીકાલના સૂર્યને દેખશે તેની પ્રભા ઝીલીને નવા યુગની રમ્ય વાટિકા રચી શકાશે. અને ગઈકાલે કરેલું પ્રયાણ સાર્થક નીવડશે.
વિચારમાળામાં એક પછી એક નવા મણકા ઉમેરાયે જતા હતા અને હજુ કેટલાયે ઉમેરાયે જાત પણ ત્યાં ખબર પડી કે નાના અણુ તરફના સૈ કેઈના પ્રેમને કારણે બધાએ તેના નામને પસંદ કર્યું હતું. હર્ષના અવાજમાં મારી વિચારમાળા તૂટી અને હુંએ તેમાં જોડાયે,
ગોવાળિયો
મૂલજીભાઈ પી. શાહ [ઢાળ: જમુનાને કાંઠડે કળાયેલ રિલે ] મહારી તે આંખમાં નાચે ગોવાળિ; ગોવાળિયા રે! હાશ અલબેલાં અંગઃ મહારા તે ઉરમાં રાચે ગોવાળિયે, ગેવાળિયા રે! કીકીમાં જીવનના રંગ, મ્હારી સરોવરને કાંઠડે કદમ્બ કેરી છાયા, ગોવાળિયા રે ! આવું લેવા હું નીર; મીઠીશી મોરલીની જાગન્તી માયા, ગોવાળિયા રે ! શંભુ સુણવા અધીર. હારી રમણે ચડન દેખી હાલપની વેલડી, ગોવાળિયા રે! ખેલતે તે જીવનના રાસ, આશાની મીટ ઘડી માં રસશેલડી, ગોવાળિયા રે! લ્હારા બ્રહ્મના વિલાસ. મારી મહારે તે અંગ અંગ નાચે ગોવાળિયે, ગોવાળિયા રે ! બાજે પ્રીતને સિતાર; અનસ્ત રંગ અંગ અંગ છોટે ગોવાળિયે, ગોવાળિયા રે! હારી લીલા અપાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ન. હ. વ્યાસ
ચૈત્ર એટલે ભૌતિકવિજ્ઞાનની પ્રગતિનું પ્રતીક. વિજ્ઞાને યંત્રને જન્મ આપ્યો અને યંત્ર વિજ્ઞાનને અકલ્પનીય વેગ અને વિકાસ આપ્યાં. આજનું જગત વિજ્ઞાનમય છે. આજના જગતનું ભૈતિકજીવન મંત્રમય છે. માનવજીવનની પ્રત્યેક બાજુને યંત્ર સ્પર્શ છે; જીવન એ હદ સુધી યંત્રપરાયણ બનતું જાય છે કે યંત્ર જાણે માનવજાતને ગૂંગળાવી ન નાખતું હોય? ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રમાં માનવી અવિરત પ્રગતિ કર્યો જાય છે, યાંત્રિક બળ વડે પ્રકૃતિની અખૂટ શક્તિઓ ઉપર પ્રભુત્વ મેળવતો જાય છે. આજે તે ક્ષણભર અટકીને, એ પ્રગતિ અને પ્રભુત્વનું શું પરિણામ આવવાનું છે, તે વિચારવાની દરકાર નથી કરતે; સૈતિકવિજ્ઞાનની પ્રગતિ અને વિકાસની મર્યાદાઓને તે ભૂલી ગયો છે. આજે તે તેને એક જ ધૂન છેઃ અવિરત પ્રગતિની અને અમર્યાદિત વિકાસની.
જગતમાં યંત્ર આવ્યું, યંત્રને પરિણામે ઔદ્યોગિક ક્રાતિ ઉદ્દભવી. આ ક્રાતિએ જગતના આર્થિક જીવનમાં જબરદસ્ત પલ્ટો આપે. ઉત્પાદનનું સ્વરૂપ તદન બદલાઈ ગયું. નિસર્ગ સાથે માનવીને સીધે સંબંધ એકદમ ઓછો થવા લાગ્યો અને પ્રકૃતિનું પરિવર્તન માનવી પોતાના ઉપગ અર્થે અનેક રીતે યંત્રદ્વારા કરવા લાગ્યા. પ્રત્યેક દિવસે માનવી પ્રકૃતિને ખેળેથી દૂર થઈ યંત્રને શરણે જઈ રહ્યો હતો. યંત્ર મોહક હતું, તેની માહિતી અદ્દભુત હતી; જોતજોતામાં સમસ્ત માનવજાત યંત્રની જાળમાં ફસાઈ ગઈ. આજે માનવ જાતના જીવન ઉપર પ્રકૃતિને કાબૂ નથી, યંત્રનો કાબૂ છે. અને એ કાબૂ એટલે બધે મજબૂત તેમજ ભયાનક છે, કે કઈ ક્ષણે વિકાસ પામેલું વિજ્ઞાન અને પ્રગતિની છેલ્લી ટોચે જઈ બેઠેલું યંત્ર માનવજાતનો વિનાશ પિકારે તે કલ્પી શકાતું નથી. પ્રકૃતિની મર્યાદાઓને લેપ કરી માનવીએ જે વિકાસ સાધ્યો છે તે વાસ્તવમાં વિકાસ નથી, માત્ર વિકાસનો આભાસ છે. આજે જગત ઝપાટાબંધ ભૈતિકવિજ્ઞાન અને યંત્રદ્વારા વિનાશને પંથે ઘસડાઈ રહ્યું છે.
આ યંત્ર એટલે શું? એમાં એવી તે કઈ અદભુત શક્તિ રહી છે કે જેના વડે સારા જગતના જીવનમાં તેણે પરિવર્તન આણ્યું? આ પ્રશ્નો સમજવા માટે આપણે યંત્રનું કલેવર તપાસવું પડશે તેમજ યંત્રની શક્તિ અને શકયતાઓને પણ જેવાં પડશે.
આજનું યંત્ર આગળના જમાનાનાં ઓજાર કરતાં ભિન્ન પ્રકારનું છે. એ સાદાં હતાં અને માનવી પિતાની શક્તિથી ઓજારો વડે જરૂરી પ્રમાણમાં ઉત્પાદનની પ્રવૃતિ કરતે. યંત્રનું કલેવર માનવીના શરીરની જેમ, વિવિધ અંગેનું સંયોજન છે. યંત્રનું સ્વરૂપ ઘણું જ સંયુક્ત છે. યંત્ર શકિત ઉત્પન્ન કરે છે, અથવા તો કુદરતની શકિતઓને કાબૂમાં લ્ય છે અને એ શકિતવડે વેગ પ્રાપ્ત કરી પોતાનાં જ જુદાં જુદાં અંગો વડે જથ્થાબંધ ઉત્પાદન આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨૦ સુવાસ : ભાદ્રપદ ૧૫
યંત્રની શકિત અમર્યાદિત છે, અતુલ છે, અકલ્પનીય છે. યંત્રની શકિતદ્વારા માનવીએ રે, મોટર અને એરોપ્લેન રૂપે વિરાટ પગની ભાવના મૂર્ત કરી છે; માનવીનાં ઉપભોગ સાધન ઉત્પન્ન કરતાં અનેક યંત્ર અને કારખાનાંઓ તેના વિરાટ હાથની ભાવનાને ખ્યાલ આપનારાં છે; રેડિયે, તાર અને ટેલીફોન માનવીના વિરાટ શબ્દની પ્રતિતી કરાવે છે; ટેલીસ્કોપ, માઈક્રોસ્કોપ, Gray, અને ટેલીવીઝન માનવીની વિરાટ છે. યંત્રથી માનવીનું સ્વરૂપ વિરાટ બન્યું છે, પણ આ વિરાટ સ્વરૂપનો આધાર કેવળ ભૈતિક જ્ઞાન ઉપર હોવાથી એ અનાશવંત બન્યું નથી, બલકે એ વિરાટ સ્વરૂપનું ભક્ષણ યંત્રરૂપી રાક્ષસ કયારે કરી જશે તે કળી શકાતું નથી. વિજ્ઞાનના વિકાસથી માનવીએ ભૌતિકજીવનની વિરાટ ભાવનાનો આવિર્ભાવ કર્યો છે પણ તે કેવળ ભૌતિક હોવાથી માનવી વિનાશને આરે જઈ ઊભો છે. યંત્રની શકિત જેમ ઉત્પાદન કરી શકે છે, તેમ તે જ શક્તિ વિનાશ પણ કરી શકે છે.
યંત્રની શક્યતાઓ તેની શક્તિ કરતાં પણ વિશેષ છે. માનવીથી અલભ્ય અને અશક્ય એવાં ભારે કાર્યો યંત્ર પાર પાડી શકે છે. માનવીના શ્રમ કરતાં યંત્ર એક જ પ્રકારનું કાર્ય વધારે સહેલાઈથી, ઓછા ખર્ચથી તેમજ બિલકુલ ચોક્કસપણે કરી શકે છે. જેમ જેમ યંત્રને વિકાસ થતો જાય છે તેમ તેમ યંત્ર વિશિષ્ટ પ્રકારનું ઉત્પાદનના દરેક વિભાગ માટે વિશિષ્ટ પ્રકારનું બનતું જાય છે. તેમ થવાથી ઉત્પાદન ઘણી જ પ્રગતિ કરી શકે છે.
યંત્ર વરાળશકિત કે વિદ્યુતશકિતનો ઉપયોગ કરે છે અને યંત્ર વડે માનવી કલ્પનામાં ન આવી શકે એવાં ભારે કાર્યો કરે છે. હજાર ટનના ભારવાળા હડાઓ યંત્ર સિવાય કોઈ દિવસ માનવીથી ઉપડાવાના પણ હતા ? માનવીના શ્રમ કરતો પત્ર અનેકગણું વેગથી કાર્ય કરી શકે છે, માત્ર વેગથીજ નહિ પણ ઘણી જ એકસાઈથી કાર્ય કરી શકે છે. એક કલાકમાં વીસ વીસ માઈલ જેટલી લાંબી છા૫ણી કે એક કલાકમાં કરોડો દિવાસળીની પેટીઓ યંત્ર વિના માનવીથી કઈ દિવસ થઈ શકવાનાં હતાં ? મોટર, રેલવે, એરોપ્લેન, રેડિયો, તાર, ટેલીફેન તથા અનેક જાતનાં ઉત્પાદનનાં કારખાનાં યંત્ર વિના માનવી માટે અલભ્ય અને અશકય બનત. યંત્ર અર્વાચીન જગતમાં સર્વવ્યાપી બનેલું છે. માનવીને આર્થિક જીવનના ખૂણેખૂણું સુધી તેણે પ્રવેશ કરે છે. યંત્ર અને માનવી પરસ્પર વણાઈ ગયાં છે. આજે માનવી યંત્ર વિના એક પળ પણ ચલાવી શકતો નથી. યંત્રના આધાર વિનાને માનવી પાંગળો છે. ઠીંગ છે. એકજ શબ્દમાં કહીએ તે યંત્રદેવ સમક્ષ માનવીએ સંપૂર્ણ પરતંત્રતા કબૂલ કરી છે. યંત્રના ભાર નીચે માનવી દબાઈ ગયા છે.
યંત્ર માનવીને પરતંત્ર કરી અટકયું નથી. માત્ર પિતાને આધીન બનાવે ત્યાં સુધી યંત્ર હજુ ભયંકર નથી. યંત્રની ખરી ભયંકરતા તો તેની શોષણગાથામાં છે. માનવજાતના મેટા સમુદાયના શ્રમજીવીઓના શોષણના સાધનરૂપ થઈ પડેલું યંત્ર ખરેખર ભયાનક છે.
યંત્ર, યંત્રને પરિણામે ઔદ્યોગિક કાન્તિ, ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે જથ્થાબંધ ઉત્પાદન, જથ્થાબંધ ઉત્પાદનને પરિણામે મૂડીવાદ, મૂડીવાદને પરિણામે આધુનિક સામ્રાજ્યવાદ, સામ્રાજ્યવાદને પરિણામે નિર્બળ પ્રજાઓ-રંગીન પ્રજાઓને વિનાશ, નિર્બળ રાષ્ટ્રોનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
યંત્ર ૨૨૧ સામ્રાજ્યવાદને પુષ્ટ બનાવવા માટેનું શોષણ વગેરે વગેરે જે આર્થિક અને રાજકીય જીવનની પરંપરાઓ શરૂ થઈ તે બધાનાં મૂળમાં યંત્ર છે. મૂડીવાદથી અને સામ્રાજ્યવાદથી જગતમાં થયેલા અનર્થો માટે યંત્ર એાછું જોખમદાર નથી. આજે જગતમાં સામ્રાજ્યવાદને જે વિકાસ થયો છે તેને માટે યંત્ર આભારી છે. મૂડીવાદ, સામ્રાજ્યવાદ અને યંત્રવાદ ત્રણે એકબીજાનાં પોષક છે અને યંત્ર એ ત્રયીશોષણનું સાક્ષાત સ્વરૂપ છે.
ઔદ્યોગિક ક્રાન્તિ પછી વર્ષો સુધી કારખાનાઓમાં શ્રમજીવીઓની જે સ્થિતિ રહી, તેનું આલેખન જેટલું કરુણ છે તેટલું જ યંત્રની ભયાનકતા પ્રદર્શિત કરનારું છે.
યંત્રના આગમનથી માનવીના આર્થિક જીવનમાં ભયંકર વિરોધાભાસ ઉભો થયો છે. યંત્રથી ઉત્પાદન વધ્યું, કામ વધ્યું, છતાં હજજારો ને લાખોની સંખ્યામાં શ્રમજીવીઓ બેકાર બન્યા; યંત્રથી અનેકવિધ ઉત્પાદન શક્ય બન્યાં, જરૂરિયાતો પુષ્કળ વધી, છતાં શ્રમજીવી વધારે ગરીબ બન્યો, કંગાલ બન્ય, આવશ્યક જરૂરિયાતોથી પણ વિમુખ થયે; યંત્રથી જથ્થાબંધ ઉત્પાદન થયું, મૂડીની છોળો ઊછળવા લાગી, છતાં શ્રમજીવી સદાયે શકાતે જ રહ્યો. શ્રમજીવીને માત્ર બેકાર, કંગાલ અને શેષણનું સાધન બનાવી યંત્ર અટક્યું નથી. યંત્રથી તો તેનું પોતાનું વ્યક્તિગત જીવન, તેનું કૌટુમ્બિક જીવન, તેનું સામાજિક જીવન, તેનું નૈતિક અને ધાર્મિક જીવન છિન્નભિન્ન થઈ ગયું. તે શેષણનું પ્રતીક મટી યંત્રની સાથે કેવળ યંત્રવત બની રહ્યો-નિજીવ અને જીવનરહિત. માત્ર તેના વ્યક્તિગત જીવનની આ સ્થિતિ નથી થઈ તેની સ્ત્રી અને તેનાં બાળકે પણ યંત્રના આગમનથી જીવનવિગ્રહમાં ઘસડાયેલાં છે. યંત્ર માત્ર પુરુષોના ભક્ષણથી અટકયું નથી, સ્ત્રી અને બાળકે પણ તેનાં ભક્ષ્ય બનેલાં છે. આજે અસાધારણ રીતે વધી ગયેલી જીવનકલહની તીવ્રતા માટે યંત્ર આભારી છે. આ પરિસ્થિતિ જીવનની અને યંત્રની વાસ્તવિકતા ભુલાઈ જવાને પરિણામે ઉપસ્થિત થયેલ છે. યંત્ર માનવી માટે છે, માનવી યંત્ર માટે નથી. યંત્ર અને ઔદ્યોગિક ક્રાન્તિ આવ્યા પછી વર્ષો સુધી આ સૂત્ર વિસરાઈ ગયું અને જાણે કે માનવી યંત્ર માટે ન સર્જયો હોય તેવી રીતે યંત્ર અને ઉત્પાદન પ્રગતિ કરવા લાગ્યાં. શ્રમજીવીની લગભગ પાંચ પેઢી સુધી તે યંત્ર અને મૂડીદારનાં શેષણ અનિયંત્રિત રીતે આગળ વધ્યાં. કેટલાં કુટુઓ, કેટલા નવયુવાને, કેટલી સુંદર સ્ત્રીઓ, કેટલાં કુમળાં બાળકે આ અનિયંત્રિત શેષણના પ્રવાહમાં ખતમ થઈ ગયાં હશે તેની કલ્પના કરતાં પણ કમ્પારી આવે છે ! એવા દાખલાઓ છે કે શ્રમજીવીઓની લાગલગાટ ત્રણ ત્રણ પેઢી સુધીના કેઈપણ સભ્ય કારખાનાની બહારની દુનિયાનાં દર્શન પણ ન કર્યો હોય ! આ બધું ચિત્ર કાલ્પનિક નથી, એ તે પૂરેપૂરું વાસ્તવિક છે. તેની વાસ્તવિકતા સમજવાને માટે શ્રમજીવીઓને આપવામાં આવતા મજૂરીના દર, તેમને માટે રહેવાનાં મકાનોની આરોગ્યતા, તેમનાં કપડાંઓની દશા, તેમની પાસેથી ચોદ ચૌદ કલાક સુધી લેવામાં આવતું કામ, તેમનાં બાળકે અને સ્ત્રીઓ પ્રત્યે બતાવવામાં આવતી બેદરકારી, તેમના હીતના રક્ષણની ભાવનાને અભાવ વગેરે શ્રમજીવીના જીવનની અનેક ઘટનાઓ તપાસવી પડે. આ ઘટનાઓના લંબાણ વિવેચનમાં, આવા નાના લેખમાં ઉતરવાનું શક્ય નથી.
ઉપર આલેખાયેલી વિષમ ઘટનાઓ માટે કેવળ યંત્રનેજ જોખમદાર ગણવામાં આવે તે આપણે હાલની માત્ર એકજ બાજુ તપાસી ગણાય. વાસ્તવમાં યંત્ર તે નિર્જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
એક નામાંકિત સાહિત્યકારની અપ્રગટ ધપેથીમાંથી ઝડપી લીધેલું
જીવન સંસ્મરણ
સંપાદક : s.
ત્યારે જીવનનું સુરમ્ય પ્રભાત હતું. નિર્દોષ ને મધુર આનંદ માણતાં માણતાં મેં બાલ્યાવસ્થા વીતાવી. બાલ્યાવસ્થા વટાવી મુગ્ધવમાં પ્રવેશ કર્યો ત્યારે આજે દૂર દૂર કાલોદધિમાં વિલીન થયેલા એક દિને, મારા જીવનમાં રમી રહેલા કોઈક ગૂઢ સત્યની મને ઝાંખી થઈ. તે દિને એક તેજસ્વિની બાલિકાની પ્રતિમા મારા હૃદયમાં અંક્તિ થઈ. તે દિને મને પ્રથમવાર સમજાયું કે મારા હૃદયના સર્વ ભાવ, આશાઓ ને ઊર્મિઓથી હું એ બાલપુષ્પને ચાહતે હતો. એ પ્રેમ બાલક્રીડાના આનુષંગિક સહચારમાંથી નહિ-કેમકે સહકોડાને સંગ અમને મળ્યો જ નહ–હદય હૃદયના સ્નેહાંકુરમાંથી પાંગર્યો હતો. જીવનના ઉષ:કાલથી હું એને ઓળખત-નિકટના છતાં દૂરના સબંધથી–એના પ્રત્યે અસાધારણ મમતા પણ ધરાવતે; પણ એનામાં પ્રેમનું પ્રથમ દર્શન તે થયું તે અર્ધભૂલાયેલ દિને. વર્ષ પર વર્ષ વીત્યાં. દૂર રહ્યા છતાં મને કુદરતે તેના પર સ્વામીત્વ અર્પી દીધું હોય તેમ નિશ્ચિત ભાવે મંય સમય પસાર કર્યો. કળીમાંથી તે પુષ્પમાં વિકસતી હતી. શુકલપક્ષના શરદચંદ્ર સમો તેને દેહવિકાસ સાહિત્યપ્રદેશમાં પાર્વતીના વિકાસને સ્મરાવે તે હતો. બીજની શશિખામાંથી વિકસેલા પૂર્ણન્દુ શી તે મુગ્ધત્વના પૂર્ણ વિકાસમાં વિરાજતી. પ્રણયીની દષ્ટિથી નહિ, તટસ્થ બુદ્ધિથી હું કહું છું કે જગત પર મેં તેના જેવું સર્વાગ સંપૂર્ણ, સૌરભવતુ દિવ્ય સૌન્દર્ય બીજું જોયું નથી. સૌન્દર્યની વાસ્તવસૃષ્ટિમાં તાત્વિક દષ્ટિએ હજી તે અપ્રતિમ જ મને ભાસી છે. તેની સરખામણીમાં તે સાહિત્ય કે કલાસર્જનની સર્વોત્તમ સુંદરીઓજ ઊતરી શકે, એ તો મારા જીવનની-બાહ્ય અને આંતર–શકુન્તલા છે. જે જગતનું અનર્થ કર્યું છે તે જ યંત્ર જગતની બેનમુન સેવા પણ બનાવી શકે. તે પછી જોખમદાર કોણ? યંત્ર કે યંત્રની ઉપર કાબૂ મેળવનાર માનવ-મૂડીદાર ? આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય છે. એક રીતે માનવી સંપૂર્ણ રીતે જોખમદાર છે કારણ કે તેણે યંત્રનો સમસ્ત માનવજાતને આર્થિક કલ્યાણ અને સેવાને અર્થે ઉપયોગ નહિ કરતાં, પિતાના સ્વાર્થ માટે અને માનવજાતના મોટા સમુદાયના શ્રમજીવીઓના, શોષણ અર્થે કરેલ છે. બીજી રીતે યંત્ર જોખમદાર છે કારણ કે યંત્રને પ્રકાર જ એવે છે. યંત્રને પ્રભાવ અને ગુણ એવા પ્રકારનાં છે કે તેમાંથી અનર્થ ઉદભવ્યા વિના રહેતું જ નથી. માનવીએ યંત્રનું પતન કર્યું પણ યંત્ર માનવીની અધોગતિ કરેલ છે. આપણે ઉપર જોઈ ગયા કે યંત્રની સાથે જથ્થાબંધ ઉત્પાદન, શ્રમહેંચણી, મૂડીદાર પ્રથા અનિવાર્ય રીતે જોડાયેલાં છે, પરિણામે જગતમાં વ્યાપેલા આર્થિક અનર્થો માટે યંત્ર સંપૂર્ણ રીતે જોખમદાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જીવન સંસ્મરણ - ૨૨૩ હતી, ઉમા ને ચિત્રાંગદા હતી, જુલિયેટ ને મીરાન્ડ હતી, રતિ કે રાધા હતી, જયા અને ઉષા હતી. તેનામાં હું ‘રસ-લાલિત્ય-પ્રભા, માર્દવતા ને માધુર્ય ભર્યાભર્યા અંગપ્રત્યંગમાં વિકસતી ઉમાટેનું સાક્ષાત દર્શન કરું છું. આ સાક્ષાત્કાર કલ્પનાનું-પ્રણયીની કલ્પનાનું પરિણામ નથી. એ મારું જીવનસત્ય ને સૌન્દર્યનું વિશ્વસત્ય છે. હૃદયભાવને આવિષ્કાર નથી, વાસ્તવનું વિશુદ્ધ દર્શન છે.
હવે તે એ મુગ્ધા બની હતી. એના હૃદયમાં મારું સ્થાન ક્યાં હતું તેની મને ખબર નહોતી. મારા પ્રેમનો અંતરનાદ એણે એના હૃદયમાં સુણ્યો હશે કે નહિ તે પણ હું નથી જાણતો. મારા સ્નેહાકર્ષણને પ્રત્યુત્તર મેળવવા મેં કદી પ્રયાસ કે પ્રબળ ઇચ્છા સુદ્ધાંય નથી કરી. મને લાગે છે કે સ્નેહી પુરુષોમાં હું સૌથી વધુ કલ્પનાશીલ ને આદર્શ વાદી નીવડ છું.
તેને તે મેં મારા વિષે સદાય અલિપ્તજ કીિ છે. સ્વાભાવિક રીતે અમારી દષ્ટિ કેઈકવાર મળતી હશે એટલું જ, અમારા વચ્ચે એક પણ લાક્ષણિક દષ્ટિ કે શબ્દનું દાન-પ્રતિદાન થયું નથી, નિગૂઢ ભાવનું પ્રાગટય કે નિર્દેશ કદી થયાં નથી. એટલે પ્રેમમાં નિષ્ફળતા સહનાર પ્રણયીને પોતાના પ્રેમ વિષેની પ્રિયતમાની અભિજ્ઞતાનું જે આશ્વાસન ને પરિણામે કાંઈક દુઃખપૂર્ણ આનંદ પણ રહે છે તેનાથી મારે વંચિત રહેવાનું જ લખ્યું હશે.
આજ એ વાતને ચાર વર્ષ થયાં. એક ગ્રીષ્મપૂર્ણિમાની ધવલ રજનિમાં ચન્દ્ર પૂરબહારમાં અવની પર તેની અમૃત સ્ના વહાવી રહ્યો હતો ત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં, ચન્દ્રને નિરખતાં નિરખતાં, સમાચાર સાંપડ્યો કે તેનું ....... ની સાથે સગપણ થયું. મારી સન્મુખ સારીયે સૃષ્ટિ કેઈક અન્ય અવર્ણ સ્વરૂપમાં પલટાઈ ગઈ. જેની પર મેં અટલ સ્વામીત્વ કપ્યું હતું તે પ્રિયતમા મારા જીવનમાંથી સરકી ગઈ.
પછીનાં બે વર્ષ મેં અપાર હૃદયમંથનમાં—અસહાય એકલતામાં વીતાવ્યાં. ત્યારે જીવનનું તત્ત્વજ્ઞાન હું સમજ્યો નહોતો. બુદ્ધિનો વિકાસ ત્યારે થયો નહોતે. કેવળ લાગણી પ્રધાન એ જીવન હતું. પણ એ લાગણીપ્રવાહ અંતરમાં સમાવી દેવા પૂરતો તે હું સમર્થ હતો જ. આ સમય દરમિયાન ........... મને સાહિત્યમાં પ્રવેશ કરાવ્યો; સાહિત્યે મારી સૌન્દર્યપિપાસા કંઈક અંશે સંતોષી. મારા હૃદયને તે ગુરુદેવના જીવનની મધુરતાજ કરતી. તેમના જીવનમાં ઓતપ્રેત બની ગયેલા તત્વજ્ઞાનની રસસુધા મારા હૃદયમાં શાંતિનાં અમી સિચતી, મારા સંતપ્ત મનને શીતળતા અર્પતી. એવામાં મને ટાગોરની કવિતામાંથી પ્રગટતા તેમના વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થયાં. ત્યારે સૃષ્ટિનું–જીવનતત્ત્વોનું તાત્પર્ય હું સમજ્યો. ધીમે ધીમે હું બૌદ્ધિકમાંથી રસિકમાં અને રસિકમાંથી આધ્યાત્મિક તરફ ઢળતે ગયો. તેણે મને મધુર શાંતિ બક્ષી. એક રાત્રિએ મને વિશ્વનું તેજ દર્શન થયું. એ તેજદર્શનમાંથી તેને ” ભરી દેતી, “તેની ” સૌમ્ય પ્રભા વર્ષાવતી સુભગ દિવ્યાકૃતિ પ્રગટી. એ તેજદર્શનમાં છે અને હું એકમેકમાં સમ્મિલિત થઈ ઓતપ્રોત બની ગયાં. તે દિવસે મારા ભાવિ જીવનક્રમને મને સાક્ષાત્કાર થયો. વિશ્વના શાશ્વત સાક્ષાત્કારને માટે હું નિમય હતો તેમાં મને લેશમાત્ર શંકા રહી નહિ. તે મારા વિશ્વદર્શનની પ્રત્યક્ષ સિન્દર્યમૂર્તિશી વિરાછ રહી, મારા ધ્યેયની પ્રેરણામૂર્તિ સમી મારા જીવનાકાશમાં પ્રકાશી રહી. મને થયું, વિધાતાએ પ્રથમ મને તેની સહ સંયુજિત કરી, પ્રેમદર્શનમાંથી વિશ્વદર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૨૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ સાધવા નિર્યો હશે અને પછી કોઈ નિગૂઢ હેતુને ખ્યાલ આવતાં તેની સિદ્ધિ સારૂ એ પ્રેમસંજનને અદ્ધર ઉડાવી દઈ સીધા વિશ્વદર્શનની સાધના સાથે મારા જીવન-ક્રમને સાંકળી દીધો હશે.
એ તેજદશને પછી એવા અસંખ્ય દિવસો ને મહિનાઓ ગયા છે, જ્યારે કઈ અપૂર્વ, વિશ્વવ્યાપી, દિવ્યપ્રકાશથી વીંટળાયેલા મેં પ્રત્યેક પ્રાણીને, સૃષ્ટિના પ્રત્યેક અણુને, જે પ્રેમલતાથી હું.......ને ચાહતે હતો તે જ પ્રેમલતાથી એક સરખાં ચાહ્યાં છે. એ સુવર્ણકાળમાં, વ્યતિપ્રેમની નિષ્ફળતામાંથી જન્મેલી હતાશા અદષ્ટ થઈ હતી. મારા હૃદયમાં ત્યારે આનંદ-આનંદના એ ઊભરાતા. કોઈ અપૂર્વ દર્શન સાથે ત્યારે હું જાણે કઈ તેજભૂમિપર વિચરી રહ્યો હતે.
તે પછી...........દિને એનાં લગ્ન થયાં. મને યાદ છે કે ત્યારે સ્વસ્થ દેખાવા છતાં મને અધકાર આવરી રહ્યો હતે. ફરી મંથન શરૂ થયું. મારા હંમેશના સાથી એ તેજદર્શને પણ વિદાય લીધી. કેઈક કેઈકવાર ફરી તે પ્રગટતું પણ બહુધા અંધકારને નિરાશા જ જીવનમાં વ્યાપી રહ્યાં હતાં. એ તેજદર્શનના સુવર્ણયુગમાં મેં કદી નહેતી અનુભવી તેવી એકલતા, ઉણપ ને અપૂર્ણતા મારા હૃદયને ભરી રહી. તેનું પ્રતિબિંબ સ્થાયી વિષાદરૂપે મારા દેવપર પડયું. મારી વિશ્વદૃષ્ટિ હવે કેઈક કોઈકવાર જ મારી પાસે પાછી આવે છે, અને તે પણ એ૯૫ સમય માટે. પણ મને શ્રદ્ધા છે કે હું તેને અમરતામાં જડી દઈ શકીશ.
સ્વગત લાભને ખાતર નહિ પણ તદ્રુપ-દર્શનની મારા હૃદયની પૂર્વની ઉત્કટ અભિલાષાની તૃપ્તિને ખાતર, પ્રકૃતિપ્રે જગતમાં તેની પ્રતિકૃતિની શોધ–અંતર સ્વરૂપે કરવામાં કમી નથી રાખી. પણ જેમ શેલીને તેની કલ્પના સંદરીની પ્રતિકૃતિ જગતમાં ન સાંપડી–તેમજ જગતની અસંખ્ય સૌન્દર્યબાલાઓ, કુમારિકાઓ, અરે રૂપસુંદરીઓ
–જેમને મેં આજસુધીમાં જોઈ છે–માં મને તેની પ્રતિકૃતિ તો શું, પણ એક આછી રેખાય નથી મળી. અને હવે મને મારા જીવનમાં તેની એક પણ રેખા સાંપડશે તેય હું મારું અહોભાગ્ય માનીશ.
તેના ગુણદેવની મને ખબર નથી. મેં તે એવા સમયે મારું હૃદય અપ દીધું હતું કે જ્યારે તે ગુણદોષથી અલિપ્ત એવી અg, મધુર બાલ્યાવસ્થામાં સ્વર્ગબાલિકા સમી વિહરતી હતી. પછીથી તેનામાં ગમે તે ગુણદોષોને વિકાસ થયે હેય–મેં તે કદી જોવાની ઈચ્છા સવી નથી; મને તે વિષે કશે વિચાર સુદ્ધાં નથી આવ્યો. પ્રકૃતિસૈન્દર્ય ને આત્મસરભ સમીપ ગુણદોષની શી કિંમત ? સંભવિત છે કે તેનું આત્મસન્દર્ય ધ્યેયહીન જીવનમાં ચૂંથાઈ પણ જાય–તેમ થશે તે ય મને તે વ્યથાકરજ હશે, મારા પ્રેમને તે નહિ ચળાવી શકે. જો કે તેના વાસ્તવિક જીવનક્રમ વિશે હું તદ્દન તટસ્થ જ રહું છું. પહેલાં ઘણીવાર થતું કે તેના જીવનને હું ગમે તે રીતે ઉન્નત બનાવું. પણ મને ભય છે કે તેમ કરવા જતાં, મારા પ્રત્યે હું તેને જે અભાનવૃત્તિ–સ્વભાવગત અજ્ઞતા – ધરી રહેલી જોઉં છું – તેમાંથી તે સહેજ પણ મૃત થતાં, ઊલટું તેના જીવનને ક્ષોભાયમાન કરી મૂકીશ. એટલે હૃદયનો નિર્મળ પ્રેમ છતાં, હું તટસ્થવૃત્તિને જ આવકારી લઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
મંત્રી દામોદર
લેખક વિદ્યાર્થી
રાણકી વાવ દામોદર કુ, ન જુએ એ જીવતો મૂ. – એ પ્રસિદ્ધ લકિત આજે તે પ્રજાની સ્મૃતિમાંથી ધીમેધીમે ભૂંસાઈ રહી છે. પણ એ ઉક્તિને પિતાને સ્વતંત્ર ને જીવન્ત ઇતિહાસ છે. ગુર્જર સામ્રાજ્યના પાટનગરને શોભાવતાં બે ભવ્ય જલમંદિરોરાણીવાવ, દામોદર કુવો–ની અપૂર્વ મેહકતા એ એકજ પંક્તિમાં વણાયેલી છે.
આજે તે એ પાટણની ભાગોળે મૃત અવશેષરૂપે ઊભાં છે. તેમની કળા આથમી ગઈ છે, તેમનું સ્વર્ગીય સૈન્દર્ય કરમાઈ ગયું છે, તેમની સજીવ પ્રભા પર કુદરતની કારમી પીંછી ફરી વળી છે. પણ એક સમયે એ ગુર્જર પ્રજાને મન યાત્રાનાં સ્થાન હતાં. રસિક નયને એને નીરખી મુગ્ધ સતેષ અનુભવતાં; કલાકારે ત્યાં પ્રેરણું ઝીલતા. ને કંકણ નાચવતા સહામણું કરે પાટણની કેડીલી અપ્સરાઓ ત્યાં જ્યારે નીર સિંચતી ત્યારે તે જલમંદિરની સાથેજ જીવનમંદિર પણ બનતાં.
તેમાંના એકની સાથે ગુર્જરનરેશ બાણાવળી ભીમદેવની રાણી ઉદયામતીની મનહર સ્મૃતિ જળવાઈ છે; બીજાની સાથે એ જ નરેશના મંત્રી દામોદરનું નામ સંકળાયું છે.
ઉદયામતી ગુર્જરપતિની પ્રિયતમા હતી, તેને માટે એવાં જલમંદિર સર્જવવાં સહજ હતાં. પણ દાદર-એક ગરીબ બ્રાહ્મણને પુત્ર છતાં જે ગુર્જરસામ્રાજ્યના મન્ત્રીપદે પહોં; રાણાવાવની લગોલગ વાવ કરતાંય વધારે ભવ્ય રૂ બનાવરાવી જે ગુર્જરમહારાણુની સમાંતર ગણ તે વીરની બુદ્ધિ પ્રભા જાણવા જેવી છે.
પાટણના એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં, અગ્યારમી સદીના પૂર્વાર્ધમાં તેને જન્મ થયેલ. તેને પિતા સિધહસ્ત તિષી ગણતે. જન્મ સમયે બાળકનું સન્દર્ય અરુચિ ઉપજાવે એવું હતું પણ પિતાને પુત્રની ભાગ્યરેખા બળવાન લાગી, તેની બુદ્ધિમાં તેને અલૌકિક તો જણાયાં. પુત્રને તેણે ગ્ય શિક્ષણ આપ્યું; તેની બુદ્ધિને ખીલવાનું સ્થાન મળી શકે એ રીતે રાજરંજનકલા, કૂટનીતિ વગેરે શીખવ્યાં. સમય જતાં એને ગુર્જરપતિ ભીમદેવના સમાગમમાં મૂકવામાં આવ્યો. ગુર્જરપતિએ એની બુદ્ધિથી અંજાઈ એને પર' રાજ્યખાતાના એલચીવિભાગમાં સામાન્ય દરજજો આપો.
તેને વર્ણ રાધાના પ્રિયતમને મળતા હોઈ તેને દામોદરનું નામ મળેલું. કોઈ તેને લાડ કે તિરસ્કારમાં વધારે સૂચક “ડામર' ના નામે પણ ઓળખતા.
ભીમદેવ રત્નપારખુ હતું. તે ગુણની કિંમત આંકો; ને તેમ કરતાં તે વય, રૂપ, જાતિ કે કૌટુમ્બિક દરજજા પર ખૂબ ઓછું ધ્યાન આપતો. પિતાના મુખ્ય મંત્રી અને દંડનાયક વિમલને તેણે એક સામાન્ય વણિક-કુટુંબમાંથી જ ખોળી કાઢયે હતું. દામોદરમ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૨૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૫ જેમ જેમ તે બુદ્ધિના વધુ ને વધુ તીણ ચમકાર અનુભવતો ગયો તેમ તેમ તેણે તેને આગળ આણવા માંડયો. ને થોડા જ સમયમાં ડામર ભટ પરરાજ્યખાતાના માનવંત એલચી બન્યા.
તે સમયના ભારતમાં ગુજરાતના પ્રતિસ્પર્ધી તરીકે માળવાનું મહારાજ્ય ગણાતું. ત્યાંને રાજવી ભેજ લક્ષ્મી, સરસ્વતી ને શકિતના પ્રિયતમ સમો હત; તેની મન્નસભા બુદ્ધિની ખાણ લેખાતી. માળવાનું પાટનગર અવંતી અમરાવતીની ઉપમા પામતું. રાજા ભેજની મહત્વાકાંક્ષા પણ અમાપ લેખાતી. એ સ્થિતિમાં એ મહારાજ્યની સમીપ આવેલા ગુજરાત માટે ત્યાંના સંયોગો પર ગુપ્ત દેખરેખ રાખવી આવશ્યક હતી. તે માટે ગુજરાતના એલચીઓ વારંવાર અવંતી જતાઆવતા; ભોજને રીઝવતા; ગુજરાતનાં સૈન્દર્ય, સામર્થ્ય ને બુદ્ધિની તેના પર છાપ પાડતા, અવંતીની પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરતા. ડામરની તીવ્ર બુદ્ધિના પરિચય પછી ગુર્જરપતિ ભીમદેવે માળવાના દરેક પ્રસંગમાં એલચી, મસ્ત્રી કે સાલ્પિવિગ્રહક તરીકે એની જ પસંદગી કરવા માંડી.
એવા એક પ્રસંગે ડામર એલચી તરીકે અવંતીની રાજસભામાં ગયેલો. તે વખતે ભારતના ચાર નામાંકિત વિદ્વાને, દક્ષિણ અને ઉત્તર હિંદમાં વિજયડંકા વગડાવી, વાદ માટે અવંતીની રાજસભામાં આવી ચડ્યા. પણ અવંતીના વિદ્વાનોએ તેમનું પાણી ઉતારી નાંખ્યું. રાજાજે એ જોઈ કહ્યું, “પૃથ્વી પર તે શું પણુ પાતાળ કે સ્વર્ગમાં પણ એવા વિદ્વાને નથી જે મારા વિદ્વાનોની તોલે આવે.”
ડામરે એ અવસરે ગુજરાતની કીર્તિ સાચવવા શાંતિથી ઉમેર્યું, “એક ગુજરાત સિવાય.”
“શું?” ભોજે ડામરને ડારતાં નયને પૂછ્યું.
“અમારે ગુજરાતમાં માણસો તે શું શીંગડાં વગરનાં પશુઓ પણ એવાં છે કે જે આવા વિદ્વાનને જીતી લે.”
ભોજે ખીજવાઈને એવાં પશુઓને વાદ માટે અવંતીની રાજસભામાં રજુ કરવાની ડામરને આજ્ઞા ફરમાવી.
ડામર તરત પાટણ પાછો ફર્યો. તેણે લોકવ્યવહારથી દૂર-ભોંયરાઓમાં રહી શાસ્ત્રોને અભ્યાસ કરતા ચાર પ્રખર પંડિત શોધી કાઢયા. એ વિદ્વાનોને અવંતીની ભાગોળ સુધી મૂકી જવાની એક અમલદારને સૂચના કરી તે તરત અવંતી જઈ પહોંચ્યો. ભોજે તેની પાસે શીંગડાં વગરનાં પશુઓની માગણી કરતાં તે બેલ્યો, “ડાજ સમયમાં તે અહીં આવી પહોંચશે.”
કંઈક સમય જતાં, એક સાંજે, ડામર ભેજની સાથે ફરવા નીકળેલો. રસ્તે તેમણે ગાડાંનાં પૈડાંને ધોંસરી સાથે બાંધી એ ગાડું ખભે ઉપાડી આવતા ચાર ધ્રુજતા માણસે મન્યા. ભોજે તેમને તેમ કરવાનું કારણ પૂછયું.
“ નરપતિ” તેમાં એક ગાડાનો બોજો દૂર કરી પોતાની ઓળખ આપવા ગયે પણ તેમ કરવા જતાં ગાડું તેના પગ પર પછડાતાં તેને દૂર કરી બીજા પંડિતે કહ્યું, “અમે હાલીમવાલી નથી; વિદશિરોમણિ છીએ.”
તે તે દેખાય જ છે,” ભોજે હસીને કહ્યું. “પણ તમે આ રીતે ગાડું કેમ ઉપાડયું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
મંત્રી દામેઇર રર૭ “દેવ, અમે દૂરથી આવીએ છીએ. અવંતીની ભાગોળ સુધી તે અમારી સાથે એક ખીજમતદાર હતું એટલે કશી મુશ્કેલી નહોતી. પણ પછી એ ખીજમતદાર ભાગી જતાં અમારા માથે અનેક ગંભીર જવાબદારી આવી પડી.”
' “ શી શી ? ભોજે રસ દર્શાવતાં પૂછયું.
“રાંધવાની, આરામ લેવાની વસ્તુઓ સાચવવાની, નગરપ્રવેશ કરવાની, અને તે પણ બધું શાસ્ત્રવચન પ્રમાણે.”
“શાબાશ, પણ તમે આમ પૂજે છે કેમ?”
કેમકે અમારાં પેટ ભૂખ્યાં છે.” “કેઈએ ખાવાનું પણ ન આપ્યું”
“ખીચડી તે ખીજમતદારે અમને સોંપી હતી.” પહેલા પંડિત ભા થતાં કહ્યું, “ પણ એ પકવવાનું મહાભારત કામ મારા માથે નાંખ્યું. મેં ખીચડી તે પકવવા માંડી પણ હાંડલીમાંથી શબ્દશાસ્ત્રમાં શોધ્યા ન જડે એવા “ખદબદ’ શબ્દો સંભળાવા લાગ્યા. હું શબ્દશાસ્ત્રને બહસ્પતિ–શું એ અપશબ્દો સાંખી રહું? મેં એકજ લાકડીથી હાંડલીના ભુક્કા ઉડાવી દીધા.”
બહાદુર” ભોજે તેની પીઠ થાબડતાં કહ્યું, “પણ તમારા બળદ ક્યાં ગયા ?” “એ સાચવવાનું કામ મને સોંપાયું હતું.” ત્રીજા પંડિતે કહ્યું “પણ ધ્રુવમંડળની ગતિને વિચાર કરતાં મને ઝોકું આવી ગયું. બળદ ક્યાંક ચાલ્યા ગયા. મેં ઉઠીને કુંડળી મૂકી વિચાર્યું તો જણાયું કે ગયેલા બળદ પાછા મળવાના નથી. એટલે અમે તેમની શોધ માંડી વાળી.”
“ઘણું સરસ કર્યું ” ભોજે કહ્યું, “પણ તમે ગાડું ખભે શા માટે ઉપાડયું છે? અને તે પણ તેનાં બન્ને ચક્રોને કપાળમાં તિલકની જેમ ધોંસરી સાથે બાંધીને !”
“રાજન ” ચોથા પંડિતે આગળ આવતાં કહ્યું, “એ આપનો વિષય નથી. ન્યાયશાસ્ત્ર અને વિજ્ઞાન વિષય છે. અમારે ગાડા સાથે અવંતી પહોંચવું એ અમારે નિશ્ચય હતા, પણ તેમાં, અમારે ગાડામાં બેસીને કે ગાડાને અમારા ખભે ઉપાડીને, એ પ્રશ્નને સમાવેશ નહોતો થતો. જ્યારે અમે એને અવંતી લાવવાને જ વિચાર કર્યો ત્યારે વિચાર્યું કે એ કામ સુગમ શી રીતે બને ? પદાર્થને નીચેને ભાગ જેમ વધારે પહોળો હોય તેમ ગુરુત્વાકર્ષણની અસર વધી જવાથી પદાર્થનું વજન વધી પડે છે, પણ જો એ ભાગ સાંકડો હેય તે વજન ઓછું થાય છે. એ નિયમાનુસાર અમે પૈડાંને એવી રીતે બદલી નાખ્યાં છે કે ગાડાને અર્થે ભાગ ખૂબ જ સાંકડો બની ગયો છે.”
“ધન્યવાદ તમારા જ્ઞાનને ” ભોજે તેમની સૂચક પ્રશંસા કરી. ને પછી બધા પંડિત શિરોમણિઓની પીઠ થાબડી, તેમના પર દયા આણી, તેમને માટે ભોજનની વ્યવસ્થા કરી આગળ ચાલ્યા.
“મહારાજ” સાથે ચાલતા ડામરે પૂછ્યું, “આવા મૂર્ણોને શી ઉપમા ઘટી શકે ?” શિંગડાં વગરનાં પશુ” ભેજને ભર્તુહરિની પંકિત યાદ આવી.
રાજન ” ડામરે શાંતિથી કહ્યું, “ત્યારે એ જ મારાં શિંગડાં વગરનાં પશુ છે. તે ગુજરાતના વતની છે. અવંતીના પંડિત સાથે તેઓ વાદ કરશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨૮ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
ભેજ પહેલાં તે ચમકો. ડામરે તેનાં ગર્વવચન સિદ્ધ કરવાને પંડિતોને માટે શિંગડા વગરનાં પશુઓ'ની ઉપમા પિતાના મુખમાંથી જ કઢાવી લીધી તે માટે તે ચીડાયો. પણ પછી આવા મૂર્ખ શિરોમણિ અવંતીની પડિત સભાને જીતી શકે એ અસંભવિત લાગતાં તેણે શાંતિ પકડી.
પણ બીજે જ દિવસે જ્યારે એ વ્યવહારથી મૂર્ખ શિરોમણિ, પણ વિદ્વતાથી પંડિત શિરોમણિઓએ અવંતિના પંડિતને શાસ્ત્રીય વાદમાં જીતી લીધા ત્યારે ભેજને ડામરના બુદ્ધિપ્રભાવ માટે માન ઉપર્યું. પણ તે સાથે જ ગુજરાતનાં શિગડાં વગરનાં પશુઓએ માળવાના જગવિખ્યાત પંડિતને હરાવ્યા એ વસ્તુસ્થિતિએ તેનામાં ખીજવાટ પ્રેર્યો. ગુજરાત જીતવાની તેની મહત્ત્વાકાંક્ષા વધારે સતેજ બની.
અવંતિને ગુજરાત સાથે વર્ષો જૂનું વેર તે હતું જ. ભેજની મહત્ત્વાકાંક્ષાએ તે વધારી મૂક્યું. તેણે ગુજરાત પર હુમલાની ઝડપી તૈયારીઓ કરવા માંડી. નિર્બળ ગુજરાતને કચરવું એ તેને મન રમત વાત હતી. ઘેડા જ દિવસમાં તે ગુજરાત પર ધસી ગયે, પણ ગુજરાતના સેનાપતિ અને મંત્રી વિમલની અલૈકિક બુદ્ધિ, તેનું તેજસ્વી શૈર્ય બળ, અને તેની યુક્તિભરી વ્યુહરચના પાસે તે પાછો પડે; છતાં પાછા ફરીને પણ તેણે ફરીથી ગુજરાત જીતવાની વધારે ચીવટથી તૈયારીઓ કરવા માંડી.
આ સમયે અવંતિ અને પાટણ-બંને આર્યાવર્તની આંખે ગણાતી; પાટણપતિ ભીમ, યવનવિજેતા અને દેવસ સેહામણે હતો; અવંતીપતિ ભોજ પુરૂષવર લેખાતે. બંને પ્રતિસ્પર્ધી છતાં બંનેમાં પરસ્પરને જોવાની ઉત્કંઠા જાગી. બંનેએ ડામરને એ હકીકત જણાવી. ડામરે અનુકૂળ અવસરે એમ કરવાની બંનેને કબૂલાત આપી.
એક સમયે, અવંતીમાં યુદ્ધની તૈયારીઓ કેવી ચાલે છે એ નજરે નીરખવાને ડામર અવંતિ આવ્યો. તેની સાથે એક સેહામણો યુવક પણ હતા. બંનેએ રાજસભામાં જઈ ભોજને ચરણે પરવાળાંની માળા મૂકી.
આ કયા પ્રકારનાં રત્નો છે?” ભોજે મશ્કરી કરતાં પૂછ્યું, “મહારાજ, એની કિંમત રત્નોથીયે વિશેષ છે,” ડામરે શાંતિથી કહ્યું, ને પછી ઉમેર્યું આપની સભાને એકે પંડિત જે એ ન જ સમજી શકે તે પછી અમારે અમારાં કમભાગ્ય સમજતાં રહ્યાં.”
બીજી જ પળે પંડિત ભાસ્કર ઊભા થયા. પિતાના ગળામાં પહેરેલી પરવાળાની માળા બતાવતાં તે બોલ્યા, “મહારાજ, એ ભેટ અમૂલ્ય છે. ભકારથી શરૂ થતાં નામોને મંગળને ગ્રહ સતાવી રહ્યો છે. એની સામે પરવાળાને ઉગ અપૂર્વ ને કલ્યાણકારી ઉપાય છે. મેં તે માટે જ આ માળા પહેરી છે. આપ પણ એ કિંમતી માળા વધાવી લ્યો.”
આ ઉકેલથી ભેજરાજાને હર્ષ થયો. તેણે ડામર પર પ્રશંસાપૂર્ણ નયન ઠેરવ્યાં. ને પૂછયું, “મંત્રી, તમારા રાજાને જોવાનો અવસર તે તમે હજી પણ ન આણે. ત્યારે તેમનાં કંઈક વયરૂપ ઈ તો વર્ણવે.”
ડામરે ભીમદેવની વનમય ને તેની અપૂર્વ કાન્તિનું વર્ણન કર્યું. તે પછી ઉમેર્યું, “મહારાજ! એમની પ્રતિકૃતિ જેવી હોય તે આ મારો યુવાન સાથી.”
ભીમદેવે યુવક પર નયન ઠેરવ્યાં. તેનાં અલૈકિક લક્ષણોએ તેની આંખમાં ચમકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
મંત્રી દામોદર ૨૨૯
આપ્યો. તે શંકિત નયને તાકી જ રહ્યા. તેની નજર પારખી લઈ ડામરે યુવકને કહ્યું, “જા, બીજી ભેટના કરંડિયા લાવવા માંડ.”
યુવક ગયો. ને બીજી જ પળથી ગુજરાતની જુદી જુદી સુંદર ભેટાના કરંડિયા સેવકે અંદર લાવવા માંડ્યા. ભજ એ જોવામાં ગરકાવ બન્યો. ઘણે સમય વીત્યા છતાં ડામરને સાથી પાછો ન આવ્યો ત્યારે ભોજે ડામરને એ વિષે પૂછગાછ કરી.
મહારાજ,” ડામરે વિજયપૂર્ણ ઉલ્લાસથી કહ્યું, “એ જ ગુર્જરપતિ ભીમદેવ હતા. એમને પણ આપનાં ને આપની સભાનાં દર્શનને અભિલાષ હતો. તે આજે પૂરો થયો છે.”
ભોજે ભીમદેવને પકડવાનો પ્રબંધ કર્યો પણ ડામરે જ્યારે જણાવ્યું કે તે તે એ પળે ગુજરાતની સરહદમાં પણ પ્રવેશી ચૂક્યા હશે ત્યારે તે ખીજાયે; ગુર્જરપતિને ચરણે લાવવાને તે તે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યો હતો, છતાં ગુર્જરપતિ ભેટ મેકલી એનું કલ્યાણ વાંછતો. હતો એ વિચારે તેણે શાંતિ પકડી.
અવંતી જઈ આવ્યા પછી ભીમદેવને યુદ્ધ વિષે ચટપટી લાગી. પ્રબળ અવંતિ સાથે યુદ્ધ પહેરવાની ગુજરાતની તે સમયે તૈયારી નહતી. પિતાના મહામંત્રી અને સેનાપતિ વિમળને પિતાની જ ઘેલછાથી દૂર કરવા માટે ભીમદેવને એ વખતે પસ્તાવો થયે પણ હવે કંઈ ઉપાય નહોતું. તેણે કઈ પણ ઉપાયે યુદ્ધ અટકાવવાનો નિર્ણય કર્યો. તે અવંતિથી પાછા ફરેલા ડામરે કેવળ એ નિર્ણયને અમલમાં મૂકવાનું જ નહિ, સાથે જ પિતાના અપૂર્વ બુદ્ધિચમત્કારથી વિના યુદ્ધજ ભેજ પાસેથી દંડ લઈ આવવાનું બીડું ઝડપ્યું.
અવંતીમાં તે યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે ડામર ફરી ત્યાં પહોંચ્યો ત્યારે ભેજ સ્નાન કરીને ઉઘાડે માથે તાજો જ દિવાનખાનામાં આવે. ડામરને જઈ તેણે હસીને પૂછ્યું, “કાં મંત્રીરાજ, ભીમરાત શું કરે છે?”
ભેજ મહાવિદ્વાન હતા. તે “ભીમરાજને બદલે “ભીમરાત’ ભૂલમાં બેલે એ સંભવિત નહોતું. એટલે એના શબ્દવેધને યોગ્ય ઉત્તર આપવાને ડામરે કહ્યું, “ભીના મસ્તકવાળાને મુંડવા માટે અસ્ત્રો ઘસે છે.”
ભોજ ચમકે. ભીમને હજમ કહેવા જતાં તે પોતે મૂંડાતો હતો. છતાં યુક્તિભર્યા શબ્દો સામે ચીડાવું એ રાજધર્મ નહોતું. તેણે ભીમ અને ડામર બંનેની મશ્કરી કરવા ડામરના કુબડા રૂપને અનુલક્ષી પૂછ્યું, “મંત્રીરાજ, તમારા રાજાને તમારા જેવા કેટલાક સાધિવિગ્રહકે છે?”
ડામરે જરીક અચકાયા વિના ઉત્તર દીધે, “મહારાજ, અમારે ત્યાં ઉત્તમ, મધ્યમ ને અધમ એમ ત્રણ પ્રકારે સાધિવિગ્રહ છે. તેમાંથી જુદા જુદા રાજાઓ પાસે તે તે રાજાની યોગ્યતા પ્રમાણે એક મોકલવામાં આવે છે.”
- ડામરના આવા લાક્ષણિક બુદ્ધિવૈભવે ભેજને આંજી નાખે. તેણે તેને યોગ્ય સન્માનથી નવાજે.
ડામરે હવે ભેજને ગુજરાત પર જતો રોકવાને યુક્તિઓ રચવા માંડી. તેણે પૂર્વ દેશના કેટલાક કળાકુશળ નટને ગુપ્ત રીતે અવંતી નહેતરી તેમને યુક્તિથી ભેજની નજરે ચડાવ્યા. ભેજે નટની કળા જેવાની જિજ્ઞાસા દર્શાવી, નટએ જુદાં જુદાં નાટક ભજવવા માંડયાં. તેમાં કટપતિ તૈલપને, દાંતમાં તણ લઈ ભેજના પુરગામી માધવરાજ મુંજને ચરણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
"
ઢળતા દર્શાવતું એક દૃશ્ય આવ્યું. ભોજ એ જોઈ મલકી ઊઠયા. ડામરને એણે પુછ્યું: ‘મંત્રી, તમારા સ્વામી તૈલપને મિત્ર છે. એટલે તૈલપને તે તમે સારી રીતે ઓળખતા હશે!. એ જ આ તૈલપને ? ’
રાજન્ દૃશ્ય તે। આભેખ છે, ' ડામરે શાંતિથી કહ્યું, “ પણ તેમાં એક ઉણપ છે.” ‘ શી ? ’ ભોજે ઉત્સુકતા દર્શાવી.
*
(6
આ તૈલપના હાથમાં મુંજદેવનું માથું નથી.
""
ભોજને ચક્કર આવ્યા. મુંજે પૂર્વ વયમાં તૈલપને હરાવેલા, પણ તેના ઉત્તરકાળમાં તા તે તૈલપને કદી બનેલેા, તૈલપની વિધવાબહેનને સાવવાથી તૈલપે તેનું મસ્તક કાપી ફૂદડીની જેમ હાથમાં ફેરવેલું. ગુજરાત જીતવાની ધૂનમાં ભોજ એ ભૂલી ગયેલા, પણ ડામરના ટાણાથી તે પ્રસંગ તેની નજર સામે તરી આવ્યો. તે ગુજરાતપર હલ્લા માટે સજ્જ કરેલ સૈન્યને તેણે કર્ણાટની દિશાએ વાળ્યું.
ડામર ભોજની સાથે જ ચાલ્યા. તેની બુદ્ધિ ગુજરાતના વિજયમાટે અવનવી યાજના ઘડયા જ કરતી હતી. જ્યારે માલવસૈન્યે દક્ષિણમાં પ્રવેશ કર્યાં ત્યારે એક દિવસે ભોજની પાસે તેણે, દીન મુખે, પાછા વળવાની આજ્ઞા માગી.
“કાં લડાઈથી ડરી ગયા ? '' ભોજે પૂછ્યું.
""
ડર્યાં તા નથી. દેવ, પણ બીજી લડાઈમાં જવું પડે એમ છે. ' કાં ?' ભોજે ચમકીને પૂછ્યું.
37
“ લ્યો, ભોજના હાથમાં કાગળ મૂકતાં તે ખેલ્યો, “ આપ જ વાંચી નુએને ’’
કાગળ વાંચતાં જ ભોજનું માં ઝંખવાઇ ગયું. તેમાં ભાજને દક્ષિણમાં ગયે। જાણી ગુર્જરપતિ ભીમદેવે અવંતિપર ચડાઈ કર્યાના સમાચાર સાથે, ડામરને વરાએ અવ ંતિની સરહદે આવી પહોંચવાની સૂચના કરવામાં આવી હતી.
"
હવે શું થાય ? ” ભાજે ડામરને પૂછ્યું.
દ
“ રાજાએની પૂર્તિતને હદ જ નથી હેાતી, ” ડામર ગંભીર મુખે મેલ્યો; “ જ્યારે જોયું કે આપ હવે તૈલપને હરાવ્યા વિના પાછા ફરી તે, આપને નિર્બળ માની તૈલપ પાછળથી હલ્લા કરશે ત્યારે જ ભીમદેવે તક સાધી લાગે છે. મને તે આ પ્રસંગે ગુજરાત અને અતિ વચ્ચે માનભરી સુલેહ જ અનિવાર્ય જણાય છે: '
.
* પણ તક સાધી માળવાપર ધસી આવતા એ મહત્ત્વાકાંક્ષી સાથે સંધિ કરવી શી રીતે ? “ એ કામ સેવકનું, ” ડામરે હસીને કહ્યું. “ મને આપ ચેડીક ભેટા આપે! તે હું એ ભોળા રાજાને સહેજે મનાવી લઈશ. ’
ભોજને ન છૂટકે કીંમતી ભેટા આપવી પડી. ડામર એ લઈ ત્વરાએ પાટણ જઈ પહેચ્ચે ને ભીમદેવને ચરણે અતિપતિનું ભેટણું ધર્યું.
ભૌમદેવ હર્ષથી ડામરને ભેટી પડયા. તેણે ગુજરાતપર આવતી આફતને કેવળ બીજાને ખારણે જ નહાતી ધકેલી—પોતાને માટે તે વિના યુદ્ધે વિજયના હક્ક લઈ આવ્યા હતા. ભેટાના મોટા ભાગ તેણે ડામરને જ બક્ષીસ આપ્યા. ને તેના અપૂ મુદ્ધિચાતુર્ય પર આફરીન પાકારતાં તેણે પૂછ્યું;
[ અનુસંધાન પૂ. ૨૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
વટપદ્ર (વડાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા
વિજયયાસૂરિના અનુયાયી વિજયધર્મસૂરિ નામના જૈન છે. તપાગચ્છના અધિપતિએ વિ. સં. ૧૮૨૨, ૨૩ અને ૨૪, એ ત્રણે વર્ષોમાં વડાદરા ક્ષેત્રમાં ચાતુર્માસ કરવા પે. સુજાણુવિજયણ અને પં. શાંતિવિજયને તથા વિ. સં. ૧૮૩૭માં પં. રાજવિજયણને આદેશ-પટ્ટા આપ્યા હતા; તેમાં વડાદરા, વડેદરૂં નામ દર્શાવ્યું છે. તે મુનિએની ચાતુર્માસ– સ્થિરતા અહિં થઈ હશે-એ સમજી શકાય તેમ છે.
હિંદુસ્થાનમાં ૧૭
જેમ્સ ફાઈસે કરેલા ઉલ્લેખ
[ લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરા ] [ ૯ ] વિક્રમની ઓગણીશમી સદીમાં
વર્ષો સુધી નિવાસ કરી ગયેલ રેહેન્યુ ખાતાના ઉચ્ચ અધિકારી પરદેશી અવલોકનકાર મિ. જેમ્સ ફાર્બસે લખેલા પત્રોના સારરૂપે ઇંગ્લીશમાં ‘એરિએન્ટલ મેમાયર્સ' નામનાં ચાર મેટાં વાલ્યુમા પ્રકાશિત થયેલ છે. સન્ ૧૮૧૩માં લંડનમાં પ્રકટ થયેલા તેમાંના વા. ૩ જા પ્રકરણ ૩૩ )માં વડાદરા સંબંધમાં જાણવા લાયક
ઉલ્લેખા જોવામાં આવે છે.
જેમ્સ ફાર્બસે સન્ ૧૭૮૩ ( વિ. સં. ૧૮૩૯ )માં-આજથી દાઢસા વર્ષો પહેલાં વડાદરામાં વિશ્વામિત્રી નદી ઉપરના સુંદર શિલ્પકામવાળા અપૂર્વ પત્થરી પૂલ (સ્ટાન-બ્રિજ) જોયા હતા, તેનું ચિત્ર દેરી તૈયાર કરાવેલે ફોટા ઉપર્યુક્ત પુસ્તક ( પૃ. ૧૪૪–૧૪૫ )માં મૂકેલા છે.
..
ત્યાં વડાદરાને બ્રોદેરા, ખાડા (Brodera, Baroda) શબ્દેદ્વારા ગુજરાતમાં ગાયકવાડની રાજધાની તરીકે ઓળખાવેલ છે. તે સમયના રાજ્યકર્તા મહારાજા ફત્તેહસિંગની તેણે મુલાકાત લીધી હતી. તેમનાં ટાઇટલા, ચારિત્ર્ય, ગુણુ–દેષ સંબંધમાં તથા વડેદરા પરગણાનું વિશેષ સૌન્દર્ય, દરબારની આંતરવ્યવસ્થા, આયના ાલ, વડાદરામાં મળતા ખેારાક, વડાદરાના દીવાન હીનંદ અને તેમનાં સદ્ગુણી સતી પત્ની વિગેરે ખીજા પણ અનેક વિષયેમાં તેણે વિસ્તારથી ઉલ્લેખે કર્યાં છે.
રાડે(દે )રા=ડાદરા પરગણાની મનેહર સુંદરતા સંબંધમાં તેણે ઉપર્યુક્ત પુસ્તક (પૃ. ૨૭૪–૨૭૫)માં જણાવ્યું છે —
હિંદુસ્થાનને સૌથી વધારે સુંદર જોયેલા ભાગ મ્હારે દર્શાવવાના હોય તે હું ગુજરાત પ્રાંત તરફ અંગુલિ-નિર્દેશ કરૂં. તે જ પ્રાંતના સૌથી વધારે આહ્લાદકારક પ્રદેશ માટે મ્હારે નિર્ણય કરવાને પ્રસંગ આવે તે જરા પણુ આનાકાની કર્યા વિના થ્રોઢેરા અને નરીઆદના પરગણાં જ પસંદ કરૂં.
૧ - જૈન સાહિત્ય સંશોધક [ખંડ ૧, અં, ૪૬ પૃ. ૧૧૦, ૧૧૩, ૧૧૫, ૧૨૦ ક્ષેત્રાદેશપદ્મક ૨-૫]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૩૨ - સુવાસ : ભાદ્રપદ ૧૫
બીજા પ્રદેશમાં થતો પાક, જાતિમાં અને વિપુલતામાં સરખો હશે, પરંતુ રસ્તાઓને સુશોભિત કરનારાં વૃક્ષોની શ્રેણિ, ગામડાંઓની ચોતરફ આંબાઓની ઘટા, લીલાંછમ વિશાળ આંબલીવૃક્ષને ઘેર અસાધારણ સૌન્દર્યથી આ દેશને આચ્છાદિત-વિભૂષિત કરે છે. ખરેખર! આવા પ્રકારનું વિશિષ્ટ સૌન્દર્ય, પૃથ્વીના અન્ય પ્રદેશમાં મહારા જોવામાં આવ્યું નથી. જે મને કહેવાની તક મળે તે કહું કે-આ સિવાય ત્યાં વૈષયિક શાંતિ અને વાતાવરણ પ્રશાંત હોય છે. પ્રાતઃકાલમાં ફરવા જતાં અથવા ઠંડી ઋતુમાં સાંગે ઘોડા પર સ્વારી કરી જતાં રસ્તાઓ પર જે શાંતિ જણાય છે, તે યુરોપમાં સામાન્ય રીતે ખબર પણ નથી.
હને જણાવતા આનંદ થાય છે કેકમલેથી આચ્છાદિત-વિભૂષિત સરોવરનું અને સરોવરોને આચ્છાદિત કરતાં વટવૃક્ષનું દસ્ય આસપાસના બીજા પ્રદેશો કરતાં ઘણું મનોહર આનંદકારક લાગે છે. મંદ મંદ પવનની લહેરથી ડાલતી તથા બેઠેલા કાળા ભમરાઓથી કંપતી લાલ, સફેદ અને નીલવર્ણનાં સુંદર કમળોની જાતિ, અને કમલ–પત્રો પરથી ધીમે ધીમે પસાર થતી જલકૂકડીઓ, આ બધું અત્યંત રમણીય લાગે છે.
આ આલાદ-જનક પ્રદેશના એક ભાગ પર, સરોવરના તીર પર બોદર(વડોદરા)ની દીવાલેથી એક માઈલ દૂર અય્યારા તંબુ ઠોકવામાં આવ્યા હતા.” તેણે જોયેલાં કમલનું આકર્ષક આબેહૂબ દોરેલું મનોહર ચિત્ર, ઉપર્યુક્ત પુસ્તકમાં (પૃ. ૨૭૪-૨૭પ વચ્ચે) દર્શાવ્યું છે.
વડોદરાની અંદરના ભાગને ગરમ, ધૂળવાળો અને અસંતોષકારક જણાવ્યો છે, પરંતુ તટબંધી બહારના પ્રદેશને સુખાવહ તથા નૈસર્ગિક સૌન્દર્યમાં બીજો કોઈ સ્પર્ધા ન કરી શકે તે
1. "If I were to point out the most beautiful part of India I ever saw, I should fix upon the province of Guzarat. If I were to decide upon the most delightful part of that province, I should without hesitation prefer the purgunnas of Brodera and Nariad."
"The crops in the other districts may be equal in variety and abundance, but the number of trees which adorn the roads, the richness of the mango topes round the villages, the size and verdure of the tamarind trees clothe the country with uncommon beauty, such indeed as I never saw to so great an extent in any other part of the globe. There is, besides, a voluptuous stillness, if I may use the expression, in an Indian landscape, a serenity in the atmosphere and a quietness in the road during a morning walk or evening ride in the cool season, not generally known in Europe. I am almost tempted to say that the lotus-covered lakes and their ever-shadowing banian trees have a more cheerful and brilliant appearance than in the surrounding dise tricts, the sweet variety of the red, white and blue lotos, gently agitated by the breeze or moved by the spotted halcyon alighting on the stalks, with the rails and water hens lightly running over the foliage, are altogether lovely. Our tents were pitched in one of these delightful situations on the inargin of a lake, about a mile from the walls of Brodera.
J. Forbes : Oriental Memoirs, Vol. 3. pp. 274.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
વટપદ્ર(વડેદરા)ના ઐતિહાસિક ઉલેખે . ૨૩૩:
જણાવ્યો છે. વડોદરા–પરગણું જેવી ઘટાદાર આમ્ર-રાજિ, આનંદકારક ઉદ્યાન-ભૂમિ તથા કમલેથી વિભૂષિત સવરે અન્યત્ર તેણે જોયાં ન હતાં (પૃ. ૩૧૪), દેરા પરગણાને દરેક ભાગ પ્રાચીન સૌન્દર્ય જાળવતો હતો (પૃ. ૩૩૧). વડોદરાની આસપાસના રમણીય પ્રદેશ કરતાં અન્ય કોઈ સુંદર પ્રદેશ તેના જેવામાં આવ્યું ન હતું. આમ્ર–રાજિ અને આંબલીને વૃક્ષોની ઘટામાં રહેલ મરજીદ, મકબરા, કબ્રસ્થાને જેવાં મોગલ-વૈભવનાં સ્મૃતિચિને નગરની શોભામાં વૃદ્ધિ કરતાં જણાવ્યાં છે (પૃ. ૩૩૨, ૪૭૦). બ્રોદેરા પરગણાના ઘણે ભાગે સુપાક, સુંદર અને સમૃદ્ધ છે (પૃ. ૩૩૮). ગુજરાતમાં તાડને ઉપદ્રવ, બ્રોદરા પરગણામાં થતી રસદાર શેલડી, મોટી જુવાર, તલ, એરંડા, મહુડાં (જેમાંથી દારૂ બને છે), વિગેરે ઉત્પન્ન થતી મહત્ત્વની વસ્તુઓની જેમ્સ ફેબસે નેધ કરી છે (પૃ. ૩૩૯).
| ગુજરાતની જમીન ફળદ્રુપતમાકુ, શેલડી વિગેરેની ઉત્પત્તિ સારી થઈ શકે તેવી ભૂમિ, ગુજરાતના બગીચામાં થતા સેતુ (જેને રેશમના કીડા ખાય છે, જેનાથી જૂદી જૂદી જાતનું રેશમ ઉત્પન્ન થાય છે તે), તથા અફીણ, શણના છોડ, કપાસ, વાંસ વિગેરેની થતી ઉત્પત્તિની નોંધ કરી છે.
તે સમયમાં અનાજ તથા પશુઓ, ભક્ષ્ય અભક્ષ્ય વસ્તુઓ બહુ સોંઘી મળતી. રૂ. ૧)માં ૩૦૦ પાઉંડ વજન ચોખા અને એથી વધારે સધું જુવાર, બાજરી વિગેરે બીજું અનાજ મળી શકતું. જૂદાં જુદાં પ્રાણીનાં માંસના સાંધા ભાવો પણ તેણે જણાવ્યા છે (૨૭૩–૭૪).
પૃ. ૨૬ : વડોદરા-પરગણાનાં ગામડાં પ્રાચીન પ્રદેશો જેવાં, એક-બીજાથી બે માઈલથી વધારે અંતર પર કવચિત જ હોય છે, કે સુરક્ષિત રહેવા બધી સાથે અવિભક્ત રહે છે. તથા જલ-માર્ગે પ્રવાસ કરવા ગુજરાતમાં નદીઓ ઓળંગવા માટે માટલાઓનો ઉપયોગ કરે છે, તેની નોંધ કરી છે
પૃ. ૨૭૮ : તે જણાવે છે કે–ફતેહસિંગે પ્રાચીન હિન્દુ રાજાઓની પદ્ધતિ સારી રીતે બદલી નાખી. ફત્તેહસિંગને વિજયશંગ એવો અર્થ કર્યો છે. ગાયકવાડ (ગે-પાલ) તથા સમશિર બહાદૂર ટાઈટલની નોંધ કરી છે. મહારાજા ફતેહસિંગ ગાયકવાડે સર ચાર્સ મેલેટની મુલાકાત લીધી, ત્યારે જેમ્સ ફર્બસ હાજર હતા (પૃ. ૪૭૦). મહારાજાનું આમંત્રણ સ્વીકારી જેમ્સ ફર્બસે સાંઝે દરબારમાં તેમની મુલાકાત લીધી હતી. મહારાજાનું વય તે વખતે લગભગ ૪૦ વર્ષનું હતું. મહારાજાએ તેનું ઉચિત સ્વાગત કર્યું હતું, પરંતુ તેથી તેને બરાબર સંતોષ થયે હેય–તેમ જણાતું નથી; એથી મરાઠા સરદારના અયોગ્ય અભિમાન અને અનુદારતાની ટીકા કરી, મુસ્લીમ અને મેગલ રાજાઓની ઉદારતાની અને સભ્યતાભરી વર્તણુકની પ્રશંસા કરી છે. મહારાજા ફત્તેહસિગે તે સમયમાં થનારા પિતાની પુત્રીના લગ્નપ્રસંગે સોનેરી-રૂપેરી થેલીમાં સુશોભિત સુગંધિત આમંત્રણ પત્રિકા જેમ્સ ફર્બસને પણ મોકલાવી હતી (પૃ. ૨૮૦); પરંતુ જુદાં જુદાં કારણે વિચારી તે આમંત્રણને તેણે સ્વીકાર કર્યો ન હતો. પરસ્પર લેવડ–દેવડને વ્યવહાર કરવો પડે–એમ દૌલતરાવ સિંધિયાને ત્યાં ગયેલા બ્રિટિશ એજન્ટને દાખલ ટાંકી જણાવ્યું છે. મરાઠા દરબાર પર કૃપણતાને આક્ષેપ કરી તેણે મોગલોની ઉદારતાનું અને ૧૭૯૫માં લખનૌના નવાબ અસફઉદ્દૌલાના પાટવી યુવરાજ વછરઅલીના લગ્નપ્રસંગે થયેલ ઉદારતાભર્યા ભારે જલસાનું રસિક વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૩૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
ફત્તેહસિંગ ગાયકવાડના રાજ્યઅમલ વખતે અર્વાચીન હિંદુ પદ્ધતિ પ્રમાણે બંધાયેલ કાચવાળું દીવાનખાનું (આયના હાલ) જણાવ્યું છે. વડેદરાની તટબંધી કાટની નાની દીવાલોને હિંદુસ્થાનમાં ખીજા કાટા જેવી, ખુરોવાળી અને અનિયમિત અંતરે અમ્બે દરવાજા (કમાડે।) વાળી જણાવી છે. શહેરમાં બે મુખ્ય વિશાલ રસ્તાએ! માર્કેટ પ્લેસ—માંડવા કેન્દ્રમાં + મળતા જણાવ્યા છે. તે(માંડવા)ને મેગલ ઈમારત તરીકે જણાવેલ છે. તેના ઉપર તંબૂ જેવા પેન્ડિલિયન (Pavilion), તેની પ્રત્યેક બાજૂએ મેટો સુશોભિત ત્રણ ત્રણ કમાને, સપાટ છાપરૂં ખેડકા તથા તેમાં રહેલો ફૂવારા વિગેરેનું જેમ્સ ફાર્બસે વર્ણન કર્યું છે.
દીવાનખાનાંનાં હલકી વાસનાઓને પેાષતાં શૃંગારી, બીભત્સ અનૈતિક ચિત્રા સંબંધમાં ટીકા કરી છે. ‘હિંદુ [રાજા]એને પ્રેમના શુદ્ધ નાજુક સ્વરૂપને ખ્યાલ હોતા નથી, તેમને પ્રેમ રસહીન હેાય છે. હિંદુ-મુરલીમ જનાનખાનાં, સ્ત્રીઓનું અજ્ઞાન, એકાંતવાસ, તેમનાં ખાલિશ ક્ષુદ્ર મનોરંજને ( બાળકા હોવાં, સારાં કપડાં અને આભૂષણોની વિપુલતા ), ધાર્મિક રીત-રિવાજો વિગેરે સંબંધમાં ટીકા કરી છે.
તે સમયમાં વડાદરા રાજ્યની વાર્ષિક આવક ૬૦ લાખ રૂપિયા હતી. તે સમયે ફત્તેહસિંગ ગાયકવાડના સદગુણી દીવાન હીનંદ હતા, તેમની પત્ની સુયેાગ્ય વિશિષ્ટ સારા સ્વભાવની સ્નેહાળ હતી. પતિના કાર્યમાં તેણી સહાયક થતી. કર વિગેરે ઉધરાવવામાં દયાળુ વૃત્તિ અને ધીરજ દર્શાવતાં તેણી લોકપ્રિય થઈ હતી. પતિ બહારગામ જતાં બ્રોદરા(વડાદરા)ના રાજ-કારભાર તે ચલાવતી, હિસાબે તપાસતી, લેખન-વ્યવહાર કરતી, આપીસરાને મુલાકાતા આપતી તથા પરદેશના પ્રતિનિધિએનું કથન-શ્રવણુ કરતી હતી. નડીઆદમાં રહેલા દીવાન હીનદની ગંભીર માંદગીના સમાચાર મળતાં ત્યાં જઈ તે તેણીએ પતિને અંતકાલ પર ચિત આશ્વાસન આપ્યું હતું, અને પતિના શબ સાથે તે થ્રોદેરા આવી હતી. મહારાજા ફત્તેહસિંગે તેણીને સન્માનપૂર્વક સંરક્ષણ કરવા વચન આપ્યું હતું; પરંતુ તે દીવાન-પત્નીએ પતિ સાથે સ્વર્ગવાસિની થઈ સતી થવાનું પસંદ કર્યું હતું. બ્રોઢેરાના દરવાજા બહાર વિશ્વામિત્રી નદીના તટપર ચિતા રચવામાં આવી હતી. સતી-વેદમાં જણાવેલ વિધિ પ્રમાણે પતિના શબ સાથે જીવતાં બળી મરી, તે સતી સ્વર્ગવાસની થઈ હતી. જેમ્સ ફાર્બસ, આ સમયે આ સ્થળથી ૧૨ માઈલ દૂર હતા. સતી થવાની પ્રથા પર તેણે ટીકા કરી છે (પૃ. ૩૨૪–૨૫).
વડાદરાની આસપાસમાં હિન્દુ-મુસ્લીમ શ્રીમંતાના દાનને સૂચવતી, ઘણા ખર્ચે બંધાયેલી પત્થરના થાંભલાઓવાળી અને પાણી સુધી પગથીઆંવાળી વાવડી હતી, તેમાં સૌથી માટી સાલિમાનની વાવમાં રહેલા પર્શિયન લિપિમાં લખાયેલા એક લેખમાં જણાવ્યું છે ગુજરાતના સૌથી ઉચ્ચ અધિકારી રા. રા. ઝીરખાન બીન વઝલમુલની કૃપાથી વડાદરાના મુખ્ય અધિકારી ( ગવર્નર ) સાલિમને વિશાળ સંપત્તિ મેળવી હીજરી સન ૮૦૯ ના રજબ મહિનાના પહેલા દિવસે સુંદર, મજબૂત, આશ્ચર્યજનક એ વાવ કરાવી ઉદારતાથી અર્પણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ચાલુ ]
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
મંત્રી દામોદરર૩૫ અનુસંધાન પૃ. ૨૩૦ ]..
પણ માળવાની ચડાઈને કાગળ તેં બનાવટીજ ઘડી કાઢયો હોય એવી ભેજને શંકા પણ ન આવી?”
જાસુસીકળા કે કૂટનીતિ સમજવાં એ ભોળા દિલેનું કામ નથી.” આંખ નચવીને ડામરે ઉત્તર દીધો. ભીમ સમજી ગયો કે ડામર ભેજની સાથે પિતાના ભોળપણ પ્રત્યે પણ સૂચક મર્મ ફેકો હતે.
ને ભીમનું ભેળપણ હતું પણ એવું જ. એ ભેળપણથી તેણે પિતાના મહામંત્રી અને દંડનાયક વિમલને ગુમાવ્યો હતો, એ જ ભોળપણથી તેણે અનેક રાજપુરુષને મુશ્કેલીમાં ઉતાર્યા હતા. ને ભોળપણની સાથે જ્યારે હઠ કે ચીડ ભળતાં ત્યારે તે તે કેટલીક વખત એવું કરી બેસતો કે ગુજરાતનાં નરરત્નોને માટે પણ અકાળે યમનું મેં ખુલી જાય.
ડામર પર પણ તેની અવકૃપા ઓછી નહેતી ઊતરી. પણ ડામર ભક્તિથી ગુજરાતને વળગી રહો. યુકિતથી તેણે એ અવકપાઓને ઊંધી વાળી. છેલી વખતે માળવા જતાં ત્યાં શું શું કરવું તે વિષે ડામરને ભીમદેવે રાતભર સલાહ આપ્યા કરેલી. ડામરે તેને પાઠ ભણાવવા જતાં જતાં કહ્યું, “શેઠની શિખામણ ઝાંપા સુધી.”
ભીમદેવ ચીડાઈ ગયો. તેણે એક બીજા દૂત સાથે, ડામર માળવામાં પ્રવેશે કે તરતજ તેનું મસ્તક કાપી લેવાને, ભાજપર ત્વરિત સંદેશ મોકલ્યો. પણ ડામરને ખુલાસો પૂછયા વિના વેરી રાજાને ખૂની સંદેશ અમલમાં મૂકો ભોજને ઠીક ન જણાયેલે; તેણે એ સંદેશ ડામરને વંચાવતાં ડામરની આંખો પળભર ચમકીને બીજી જ પળે હસી ઊઠેલી.
“કેમ, શી હકીકત છે?” ભેજે પૂછયું.
મારી જન્મકુંડલી ગુર્જરપતિને હસ્તક ગઈ જણાય છે.” ડામરે તત્ક્ષણ ઉત્તર આપો. “જન્મકુંડલીને આ પ્રસંગ સાથે શો સંબંધ ?”
“વાત એમ છે,” ડામરે શાંતિથી કહ્યું, “કે મારા પિતા મહાન જેશી હતા. તેમણે મારું ભાવિ વાંચી જન્મકુંડલીમાં લખેલું કે જ્યાં મારું લેહી પડે ત્યાં બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડે; એટલે ભીમદેવે માળવાને ખેદાનમેદાન કરી મૂકવાને આ સહેલે ઉપાય લીધો લાગે છે.”
અને ડામર બચી ગયો એટલું જ નહિ તેણે ભજનો પ્રેમ છો, તેને બીજ દિશાએ વાળ્યો, ગુજરાતને માટે તે વગર યુધ્ધ વિજયવાવટા લેતે આવ્યા.
એક વખતે મનસ્વી ભીમે તેની બુદ્ધિનું માપ કાઢવાને તેની સાથે અવંતીપતિને એક શીલબંધ દાબડાની ભેટ મેકલાવી. ડામરે અવંતીની રાજસભામાં જઈ ભેજને ચરણે તે દાબડો ધર્યો. ભોજે શીલ તેડાવી દાબડામાં નજર કરી તે તેમાં રખા ભરી હતી. એ અપશુકનિયાળ ચીજ જોતાં જ ભેજની આંખમાંથી અંગારા વર્ષવા લાગ્યા.
ડામર પ્રસંગ પારખી ગયો. ભોજ કંઈ ઉત્તર આપે તે પહેલાં જ તે બોલ્યો, “ મહારાજ, આવી અમૂલ્ય ભેટથી પણ આપનાં નયનમાં આનંદ નથી ઊભરાતો?”
અમૂલ્ય!” દાબડે ડામર સામે ધકેલતાં જ બે, “ગુજરાતમાં રાખ્યા જ અમૂલ્ય ગણાતી હશે.!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૩૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
ડામર એક પળ થવ્યો. બીજી જ પળે તેની આંખો તેજથી ચમકી ઊઠી. તે બે, “મહારાજ, એ રાખ લૈકિક નથી, અલૈકિક છે.”
“એમ?” ભોજની અશાંતિ વધતી હતી.
“પ્રભુ,” ડામરે વિરલ શાંતિથી કહ્યું, “મહારાજ ભીમદેવે સોમનાથના મંદિરે મહાયજ્ઞ આરંભ્યો છે. એ પવિત્ર યજ્ઞની આ અલૌકિક રાખે છે.”
ભોજ શાંત થઈ ગયો. મહાદેવને તે તે પરમ ઉપાસક હતા. તેણે એ મહાદેવના નામપર, ગુર્જરપતિના ચૂલાની ભસ્મ પિતાને કપાળે લગાવી, પંડિતને તેને પ્રસાદ આપો, રાણીઓને તે તિલક માટે મોકલાવી; ડામરને તેણે અમૂલ્ય બક્ષીસ આપી.
આ રીતે ભીમદેવની અવકૃપાઓને, ગુજરાતને તલભાર પણ નુકશાન પહોંચાડયા વિના, ભોજની કૃપાઓમાં ફેરવતા ડામર તે બંને પ્રતિસ્પર્ધી રાજવીઓને પ્રિય બનતે ગયો. પરંતુ ભોજની ગમે તેવી કૃપાઓ છતાં, ડામર એ ન વીસર્યો કે તે ગુર્જરપતિને સેવક છે.
અવંતીના એક સેનાપતિ કુલચન્દ્ર, થોડાક સમય પહેલાં, ભીમ અને ડામરની ગેરહાજરીમાં, પાટણ ભાગ્યું હતું. ભીમ એ પ્રસંગે તો દૂર થવને સાથે રણમેદાનમાં ખેલતા હતો. પણ યવનને હરાવ્યા પછી અવંતીપર વેર વાળવાને તે તલપાપડ થઈ રહ્યો. પરંતુ વિજયની પૂરતી ખાત્રી વિના યુદ્ધમાં ઊતરવું ડામરને વ્યાજબી ન જણાયું. ને ભીમની મહેચ્છાને યુક્તિથી રોકી રાખી તે માળવાને હરાવવાની યોગ્ય તક શોધવા માંડે.
ડામર જાણતા હતા કે સંસ્કાર, સમૃદ્ધિ ને શક્તિ એ ત્રણે, પ્રજા અને રાષ્ટ્રના કીર્તિકળશ છે. માળવામાં એ ત્રણે જ્યાં સુધી પૂર્ણ સ્વરૂપમાં પ્રકાશતા હોય ત્યાં સુધી તેને છંછેડવામાં તેને કંઈ સાર ન જણાય. એ ત્રણેમાંથી એકાદ કળશ ઝાંખો પડવાની તે રાહ જેવા લાગ્યો. અને એક દિવસે પાટણના ઝવેરી બજારમાંથી માળવાને એવો એક કળશ ઝાંખો પડયાના તેને સમાચાર પણ મળ્યા.
ભોજ સંસ્કારમૂર્તિ ને શક્તિનો પ્રિયતમ હતા. પણ વિદ્યા અને સંસ્કાર વધારતાં તેણે રાષ્ટ્રિય સમૃદ્ધિને ખ્યાલ સરખો ન રાખેલે. પંડિતોની પાછળ તેણે લખલૂટ ધન ફના કરી નાંખ્યું હતું. ને જેમ જેમ તે વૃદ્ધ થતો ગયો તેમ તેમ તેની પ્રબળ દાનવૃત્તિઓ એવી સ્થિતિ આણી કે અવંતીના રાજભંડારના જવાહરને ખાનગી રીતે પાટણની બજારમાં વેચાવા મૂકવું પડયું. ડામરે ઊંડી તપાસ કરી યુકિતથી જાણી લીધું કે ભોજની લક્ષ્મી ખૂટી હતી, તેનું જવાહર ને તેને અમૂલ્ય રાજમુગટ વેચાણ માટે બજારમાં આવી ચૂક્યાં હતાં.
- હવે ડામરે પળ પારખી લીધી. અવંતીને રાજભંડાર ખાલી થયો હત; ભોજ વૃદ્ધ થયા હોઈ તેને અંગત પ્રભાવ ઘટતો જતો હતો; વિદ્યાવિલાસી વર્ગમાં નાણું વધી ગયેલ હોઈ શક્તિસંપન્ન વર્ગ પાછલી હરોળમાં ધસતે હતેા. માળવા સાથે યુદ્ધમાં ઊતરવાની આ અનુકૂળ તક હતી. છતાં ભેજે કેળવેલા માળવાના પ્રજાબળને જોતાં તેની સાથે એકલે હાથે યુદ્ધમાં ઊતરવું તે ડામરને વ્યાજબી ન જણાયું.
ને તેણે ભેજના વૈરીઓને શોધવા માંડયા; ગુજરાતથી દબાયેલા સાત માળવા સાથે મળી ન જાય એની તેણે તકેદારી રાખી. તે પછી ઉત્તરેથી એદીપતિ ગાંગે, પશ્ચિમેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
મંત્રી દામોદર - ૨૩૭ ગુર્જરપતિ ભીમ ને દક્ષિણેથી કર્ણાટકપતિ તૈલ–એમ ત્રણે બાજુથી માળવાને સપડાવી તેના સૈન્યને તેણે સમરભૂમિ પર સુવાડ્યું.
આ યુદ્ધમાં ત્રણ મિત્રરાજ્યો વચ્ચે મેળ જમાવવામાં ને તેમને સામાન્ય શત્રુ સામે ઉશ્કેરવામાં ડામરે અનેક સાહસો ઉઠાવેલાં, અનેક જોખમદારીઓ વહેરેલી. ત્રણને એકમેકની નિર્મળ બુદ્ધિ પર વિશ્વાસ નહતે; પણ ડામરની અજબ કુનેહથી બધું પાર ઊતર્યું.
માળવાની અંતિમ હાર પહેલાં, ભેજ અવસાન પામી ચૂકેલે. ને એ રીતે નધણિયાતી બનેલી અવંતીના રાજભંડારને વહેલા વહેલા આવી પહોંચેલા ચેદિપતિ ગાંગાએ લૂંટી લીધો. પણ એ લૂંટમાંથી ગુર્જરપતિને ભાગ આપવા તેણે ના કહી. ને એજ પળે કુનેહબાજ ડામરનું શૈર્ય ભભૂકી ઊઠયું. તે સીધો ગાંગાના તંબુમાં ચાલ્યો ગયો ને તેની છાતી પર અચાનક સ્વારી કરી તેની પાસેથી ભીમને ભાગ લખાવી લીધે.
આ યુદ્ધ પછી વિગ્રહો અને કૂટનીતિથી કંટાળેલા ડામરે નિવૃતિ સ્વીકારી. પ્રજાના કલ્યાણમાં તે પોતાની સમૃદ્ધિ વાપરવા માંડ્યો. તેણે લખલૂટ દાન આપ્યાં, સેંકડો સ્થાપત્ય-મદિરે બંધાવ્યાં, ભવ્ય જળાશયો સર્જવ્યાં. પણ એ સર્વમાં તેના નામને તે પાટણની ભાગોળના એક–દામોદર કુવાએ જ અમર બનાવ્યું છે.
એકાકી
નૌતમ
[ કુતવિલંબિત ] નીરવ સાંજ સમે છુટી એક વિજન સાગરની ગમ હું પણું, દિવસના શમશેરથી વેગળો જઈ હું એક નિસર્ગતણે તળું.
મુજ સમે નભ-અંક મહીં ઢળે, નિરખતે હું એકલ તારલો!
દલ પ્રકુલ ખીલે ઉર-પોયણું ઉઘડતાં. શુચિ સરભ સેલાં મુજ ઉરે ઉઠતા ધબકારમાં કવણું ઉર તણા પડઘા સુણું?
અનિલ લહેર વહી, કહી કે જતું, તુજ સમું ઉર એકલ મૂરતું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક દરજીની જીવનકથા
મરાઠીમાં મૂળ લેખક-કાશીનાથ અનન્ત દામલે
બી. એસસી., કળાભવન, વડોદરા. અનુવાદકા–રા. નાનાલાલ રતિલાલ વેરા
(૧) સીવવું અને સંય–સોયને ઉલેખ ઋગ્વદમાં નીચે પ્રમાણે છે-“ન ભાંગનારી સોયથી પડદા સી, અને તે સીવેલી વસ્તુ હજારો ઘા સહન કરનાર વીરલાઓને આપજે.” શ્રી અવીનાશચંદ્ર દાસના મતે કદની રચના ઈ. સ. પૂર્વે લગભગ ૨૫૦૦૦ વર્ષે થયેલી હેવી જોઈએ; એટલે કે આપણને-ભારતવાસીઓને સોયની ખબર ૨૭૦૦૦ વર્ષોથી છે. ઇન્ડો-યુરોપિયન ભાષાગ્રંથોમાં તેમજ લેટીન અને સંસ્કૃતૈભવ સર્વ ભાષાઓમાં સીવવાને અર્થ સૂચવવાને સ્યુ, સીવ, જેવા લગભગ સરખા ઉચ્ચારના શબ્દ છે. સોયની સુયોગ્ય માહિતી પહેલાં પણ સીવવાની એટલે કે જોડવાની કલા જાણીતી હોવી જોઈએ—એ અનુમાન ઘણું કરીને ખાટું ન ગણાય. આ બધી સોયો લાકડાની અથવા હાડકાની હતી. હાલ પૈસાની પચીસ મળતી પિલાદી સે, ઓગણીસમી સદીની શરૂઆતમાં નીકળી; સીવવાના યંત્રની શોધ થયાને હજી પૂરે એક સૈકે પણ વીત્યું નથી–સત્તાવીશ હજાર વર્ષોની આ પ્રગતિ ! ને છતાં હજી પણ યાંત્રિક સીવણ કરતાં હાસિલાઈ ચડી જાય છે. ફકત એટલું જ કે હાથથી જલદી કામ થઈ શકતું નથી. ચાલાકમાં ચાલાક દરજી પણ એક મીનીટમાં ત્રીસથી વધારે ટાંકા મારી શકતો નથી.
આજે બજારમાં સીવણ-યંત્રો આપણે જોઈએ છીએ તે એક જ શોધકની શોધનું ફળ નથી પણ અનેક શોધકોની શોધથી તે વિકાસ પામેલ છે. પૈસા આપીને એકની શોધને ઉપયોગ બીજાએ કરેલો હોય છે. કારણ એકની શોધમાં જે વિશિષ્ટતા હોય છે તે બીજામાં નથી હોતી. ગમે તેમ, પણ આ રીતે એકબીજાના સહકારથી બધાની શોધોને પ્રજાને સુઘટિત લાભ મળી શકે છે.
(૨) બન્ને બાજુએ અણુવાળી સેય–૧૭૫૫માં ચાર્લ્સ એફ. બેઈઝેયાલે બન્ને બાજુએ અણી અને વચ્ચે દોરે પરાવવાનું નાકું-એવી સેય તૈયાર કરી, તે બાબત અગ્રેસર હક મેળવ્યો. સાદી સમયની વારંવાર દિશા બદલવી પડતી હોવાથી સમયના વ્યય સાથે જ હાથને પણ કામ વધુ કરવું પડે છે. આ સમયે એ મુશ્કેલી દૂર કરી. આ સોય ખાસકરીને ભરતકામ (એમ્બ્રોયડરી) સારૂ તૈયાર કરી હતી. આગળ ઉપર તેને ઉપયોગ સીવવાના યંત્રમાં પણ થવા લાગ્યો. ઈ. સ. ૧૭૭૦માં ઍલસાપ નામના માણસે ભરતકામ જલદી થાય તેવા યંત્રની શોધ કરી. ત્યારબાદ ૧૮૦૪માં જન ડંકને એક આડા દાંડાને પાંચ-છ અણીદાર સોયા લગાડી એવું સાધન તૈયાર કર્યું કે જેના ઉપર જલદીથી ભરતકામ થઈ શકે. (આ તત્ત્વ ઉપરથી જ સીવવાનું યંત્ર નીકળ્યું.) હેઈલમેને આ યંત્રમાં પુષ્કળ સુધારા કર્યા. આ યંત્ર ઘણે ઠેકાણે વપરાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક દરજીની જીવનકથા ૨૩૯
૧
3 વિવું. મામા મારવા વગર કામ જાણ કરી
(૩) સેંટનું જોડા સીવવાનું યંત્ર –(ઈ. સ. ૧૭૯૦) આ યંત્ર નીચે પ્રમાણે હતું એક અણુદાર આરી એકદમ નીચે આવી ચામડાને કાણું પાડતી. તે જ વખતે એક ફરતી રીલમાં દોરો એક ટચલી આંગળી જેટલી ચીપ વડે, પડેલા કાણામાં બરાબર આડા જતો. દરો આડે થતાંની સાથે એક આંકડિયા નાકાને સોયે, કાણું ઉપરના દેરાને કાણામાંથી નીચે દાબી એકદમ ઉપર લાવતો. દેરે નીચે દબાવાથી નીચેની બાજુએ દોરાની આંટી તૈયાર થતી. આ થતાંની સાથે જ ચામડું એક ટકા જેટલું આગળ ખસતું, આરી વડે ફરીથી કાણું પડતું, દોરો આડો આવતા, આંકડિયામાં ભરાતો અને સોયો એ દોરાને કાણામાં ઘાલતા – આ પ્રમાણે નવીન થયેલી આંટી પહેલી આંટીમાં મળી જતી. આ જેને સાંકળીનું શીવણ કહે છે તેનું સ્વરૂપ છે. આમાં સોય વાપરવામાં આવી નથી એ યાદ રાખવા જેવું છે. '
(૪) દરજીઓનું તોફાન –(ઈ. સ. ૧૮૪૧) ઓગણીસમી સદીની શરૂઆતમાં યુરોપમાં ઠેકઠેકાણે ધાધક્કીને મામલે હતે. સિપાઈઓ સેકડોની સંખ્યામાં કપડાં જલદી શીવડાવવા તલ
-- પતા અને પરિણામમાં સીવવાના યંત્રની શોધને
વિશેષ જોરથી પ્રોત્સાહન મળ્યું. આ પહેલાં સીવવું, ધાગા મારવા વગેરે કામો ઘણું કરીને સ્ત્રીઓ કરતી હેવાથી, પુરુષોએ તે તરફ બેદરકારી દાખવી હોય એ સ્વાભાવિક છે.
સને ૧૮૩૦-૩૪ દરમ્યાનમાં બાર્થેલેમી થીમોનિયર નામના ફેન્ચ દરજીએ એક સીવવાનું યંત્ર તૈયાર કર્યું અને તેનું પેટંટ મેળવ્યું. એણે બનાવેલા યંત્રમાં ઘણોખરો ભાગ લાકડાને હતો. તે યંત્ર ફેન્ય સરકારને પણ પસંદ પડયું હતું અને લશ્કરી કપડાં સીવવા માટે આવાં ૮૦ યંત્રો થીમોનિયરનો દેખરેખ નીચે ચાલુ હતાં. દરજીઓને આ ‘યંત્ર પિતાના પેટ ઉપર પગ મૂકે એમ લાગ
વાથી તેમણે થીનિયરના કારખાનાને આગ ચિત્ર ૧
લગાડી દીધી. થોમેનિયર મરતે મરતે બચી ૧ સેટના યંત્ર ઉપર કેવી સિલાઈ થાય છે. ગયે. ત્યારપછી વચલા ગાળામાં શું થયું તે બતાવતી આકૃતિ.
તેની માહિતી નથી. પરંતુ બિચારા થીમે૨, ૩, ૪. થીમોનિયરના યંત્ર ઉપર સિલાઈ નિયરને ઈ. સ. ૧૮૫૯ની સાલમાં દરિદ્રાકેવી થાય છે તે બતાવતી આકૃતિઓ.
વસ્થામાં મરવું પડયું એવી ખબર પડે છે. સ” સોઇ; “ક”=કાપડ; “બ'=સુતરની રીલ. એણે બનાવેલું યંત્ર નીચે પ્રમાણે ચાલતું - હતું.-એના યંત્રમાં સ્ત્રીઓ જે પ્રમાણે ભરતકામ માટે સોય વાપરે છે તેવી સંય હતી, (જુઓ ચિત્ર ૧). સીવવાના પાટિયા નીચે દોરાની રીલ હાઈ, રીલમાંના દેરાને એક છેડે એક ઠેકાણે મજબુત પકડી રાખવામાં આવતું. ચિત્ર ૧–આકૃતિ ૨ માં બતાવ્યા પ્રમાણે
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
--
-
--
--
-
-
-
૨૪૦ સુવાસ : ભાદ્રપદ ૧૫ સેય કપડામાં કાણું પાડી દોરાને ઉપર ખેંચી લાવતી, જેથી ચિત્ર ૧--આકૃતિ ૩ માં દર્શાવ્યા પ્રમાણે આંટી તૈયાર થતી. આ જ વખતે સોય ઉપરના ભાગના છેવટના છેડે પહોંચેલી હેવાથી તે નીચે ઊતરતાં, આંટી સાયના આંકડામાંથી છૂટી થઈ જતી અને આટલું થતાં જ કાપડ એક ટાંકે આગળ ખસતું. સોય, જે ફરીથી નીચે ઊતરતી તે પ્રથમની આંટીમાંથી ઊતરતી હોવી જોઈએ એ સહેજે ધ્યાનમાં આવશે. આવી રીતે જેને આપણે સાંકળીની સિલાઈ કહીએ છીએ તે તૈયાર થતી. (ચિત્ર ૧, આકૃતિ ૪) સેંટના યંત્રની સાંકળી નીચેના ભાગમાં આવે છે, અને થીમેનિયરના યંત્રથી તે ઉપરના ભાગમાં આવે છે–એટલે જ ફક્ત ફેર છે; બાકીનાં તો એક જ છે. સાંકળીની સિલાઇનો એક દોષ છે. અને તે એ કે તે સહેલાઈથી ઉકેલી શકાય છે, તે વાંચકના ધ્યાનમાં સહેજે આવી જશે.
(૫) હાથ-સિલાઈની નકલ –હાથસિલાઈથી જેવી સિલાઈ મળે છે તેવી સિલાઈ યંત્રેથી મેળવવાને પ્રયત્ન કોઈ પણ શોધકના ધ્યાનમાં આવે એ સ્વાભાવિક છે અને તેવા
પ્રયત્ન થયા પણ હતા. પરંતુ તે સફળ ન થવાનાં કારણ એ કે, આવાં યંત્ર પર સિલાઈ બહુ ધીમેધીમે થતી અને તે પણ મજબુત ન થતી. હાથની સિલાઇની નકલ કરવાને પ્રથમ પ્રયત્ન, વૈશિગ્ટનના ગ્રીનૌગ નામના ગૃહસ્થ જોડા સીવવાના યંત્રમાં કર્યો. તેમાં બઇઝેવાલનો બને બાજુએ અણીવાળી સોયને ઉપયોગ કર્યો હતો. [ચિત્ર ૨, આકૃતિ ૨] આ યંત્રમાંની બેવડી સોયની નીચે અને ઉપરની બાજુએ એક એક ચીપિયો હતો. યાંત્રિક યોજનાથી સોય જ્યારે એક પકડમાં સપડાયેલી હોય ત્યારે બીજી પકડમાં તે છૂટી રહેતી. હવે ધારો કે સોય નીચેની પકડમાં છે; આ જ વખતે બીજી કઈ પણ યાંત્રિક જનાથી સેય ચામડામાં ઘૂસી, બીજી બાજુએ બહાર
નીકળે અને ત્યાં બીજી પકડમાં પકડાઈ ચિત્ર ૨
જાય અને નીચેની પકડમાંથી છૂટે, એટ
લામાં ચામડું એક ટાંકા જેટલું આગળ આકૃતિ ૧ થી ૫માં “સ સેઈફ ‘દ દરે; ખસે. આવી રીતે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ક =કાપડ; પર=પકડ; “ચ=ચકરડી. ટાંકા મળી જતા.
ઇ. સ. ૧૮૪૩માં ન્યુયોર્કના મી. વીને કાપડને લાંબા લાંબા ટાંકા મારવાનું યંત્ર શોધી કાઢ્યું. એની રચના ચિત્ર ર–આકૃતિ માં બતાવેલી છે. ૬, વ, દર, આ દાંતાવાળા ચક્રોથી કાપડ ચૂણી થઈને આગળ ખસતું; એમાં “સ” આ ઠેકાણે સોય, ફકત અંદર બેસતાં રહીએ કે લાંબા લાંબા ટાંકા મારી શકાય. આ યંત્ર ધોબી, રંગારી અને ખડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક દરજીની જીવનકથા - ૨૪૧ કામ કરનારા ઘણા વાપરતા. હાસિલાઇના ટાંકા મારવાનું તત્ત્વ, યંત્રમાં લાવવું કેમ અશક્રય થયું તેનું કારણ હવે વાંચકના ધ્યાનમાં આવ્યું હશેજ.
(૬) હન્ટ અને હૈાએ, એમના પ્રયત્ન:--આ પછી સીવણયંત્રમાં જે જે મહત્વની શેાધા થઇ તે ધણીખરી અમેરિકામાં જ થયેલી છે. તે સમયે આજના જેટલી જલદી ખખરા ઢાંચતી નહેાતી, તેથી અમેરિકામાંના પ્રયત્ના સ્વતંત્ર હતા એમ કહેવાતે કાંઈ હરકત નથી.
૪. ૧૮૩૪માં ન્યુયોર્કના હન્ટ નામના ગૃહસ્થે પહેલાંની સાંકળીના ટાંકાની કલ્પના ાડી આજની સર્વમાન્ય થયેલી, તાળાના આકારના ટાંકાની કલ્પના શેાધી કાઢી. આવા પ્રકારના ટાંકાને ઇંગ્લીશમાં (Lock-stich) કહે છે. તેના યંત્રમાંની સેાય જરાક વાંકવાળી હાર્દ, નાકું અણીની પાસે જ હોય છે. ચિત્ર ૧-આકૃતિ ૩, ૪માં આ યંત્રનું તત્ત્વ બતાવવામાં આવેલું છે. તે ઉપરથી એ દેારા મળી સિલાઈ મળતી હાવાનું આપણા ધ્યાનમાં આવશે. વાંકવાળા સાઈમાં દેરા ઉપરના હાઈ, સાયથી કાણું પડયા પછી, સાયની જલદગતી વડે આ ઉપરના દેારાની કપડાની નીચે આંટી તૈયાર થાય છે. આ આંટીમાંથી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક દારાવાળી ગરેડી (Shuttle) સામેની ખાજુએ જાય અને એટલામાં સાય ઉપર ખેંચાઈ જતી હતી. સાયના દેારાથી થયેલી આંટી બન્ને કપડાંની વચ્ચેવચ પડતી. પછી કાપડ એક ટાંકા આગળ ખસતું, ગરેડી પ્રથમના સ્થળે જતી અને ફરીથી ઉપરના પ્રમાણે કૃતિ થતી. ચિત્ર ૨-આકૃતિ ૪, ‘ક્ષ’ આ ઠેકાણે બન્ને દેારાનું ખેંચાણ સરખું ન થવાથી કેવી સિલાઈ મળે છે તે બતાવે છે. ભલે ગમે તેમ હાય-પણ હન્ટને પેટંટ લેવાની બુદ્ધિ વહેલાં સૂઝી નહીં. એગણીસ વર્ષો પછી તેને આ બુદ્ધિ સૂઝતાં એણે અરજી કરી જેના જવાખમાં એને, એના પેટંટ લેવાના હક્ક જતા રહેવાનું જણાવવામાં આવ્યું.
આ જ સમયે ઢાએ નામના ખીજા એક અમેરિકનનેા પ્રયત્ન ચાલુ હતા. એ એસ્ટનના એક કારખાનામાં યાંત્રિક હતા. તેના માલિક પાસે એક માટી શ્રીમંત વ્યક્તિ રાજ ગપ્પાં મારવા આવતી. સીવણયંત્ર કાઢવાથી ખાત્રીપૂર્વક ખૂબ પૈસા મળશે એવી એ વ્યક્તિની સમજ હતી. માલિક મોટા કારખાનાદાર હેાવા છતાં પણ એણે આ વાતને હસી કાઢી હતી. પણ ઢાએને એ એક દૈવી સંદેશ પ્રમાણે લાગ્યું–અને તે કામે લાગ્યા. એના વિષે ખીજી એક રમ્ય વાત પણ પ્રચારમાં છે. એના ધરની ગરીબીને લીધે, એની બૈરીને લેાકાનાં સીવષ્ણુ, ટીપણું વગેરે કરવું પડતું. તેથી એની (બૈરીની) મહેનત ઓછી કરવાના હેતુથી તેનું લક્ષ સીવણયંત્ર તૈયાર કરવા તરફ લાગ્યું. એટલું ખરૂં કે સીવવાના યંત્ર તરફ તેનું લક્ષ વળતાં જ શાધકાને માટે ઠરેલા નિયમ પ્રમાણે, લક્ષ્મીદેવીએ એના પરથી પેાતાની કૃપા ઘણી જ ઓછી કરી નાંખી. તેની કલ્પના તેના મગજમાં જ રહી જાત-પરંતુ તેના એક સન્મિત્રે તેને આવા સંકટ વખતે મદદ કરી. બદલામાં હૈાએએ એને પ્રાપ્તિના અડધા ભાગ આપવાનું કબૂલ કર્યું. એણે થાડા જ દિવસમાં એક યંત્ર તૈયાર કરી તેનાથી પેાતાને તથા પેાતાના મિત્ર માટે, એક એક ડગલા સીજ્યેા. તેના યંત્રનું ટૂના યંત્ર સાથે ધણું સામ્ય હતું. પરંતુ તેની શેાધ માત્ર તેની પાતાની જ હતી એ વાત નિર્વિવાદ છે.
પેલા મેાટા માણુસે દોરેલા ચિત્ર પ્રમાણે, યંત્ર તૈયાર થયા પછી પૈસાના વરસાદ પડશે એવી જે કલ્પના હૈએ કરી હતી—તે જ પ્રમાણે કેટલાક વાંચકાએ પણ કરી હશે—તે ખોટી ઠરી. પહેલાં, લેાકાને એ એક નવીન વસ્તુ છે એથી વધારે કંઈ લાગ્યું નહીં. એટલે તેણે પેાતાના યંત્રની કરામત બતાવવા પુષ્કળ પ્રયત્ન કર્યાં. પાંચ દરજી એક કામ જેટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૪ર • સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
વખતમાં કરી આપતા તેનાથી અર્ધા વખતમાં તેટલું જ કામ સહેલાઈથી તે શરત સાથે કરી બતાવતે. લેકીને તેની ઉપયુક્તતા પસંદ પડી એટલે દરજીઓએ એટલી ધમાલ કરી કે અમેરિકામાં તેનું યંત્ર ચાલુ થવાની તેણે આશા જ છોડી દીધી. ઇંગ્લેન્ડમાં કદાચ એ ફાવશે એમ ધારી તે માટે તેણે પિતાના ભાઈને ત્યાંની પરિસ્થિતિ જોવા માટે મોકલ્યા. ભાઈએ ઇગ્લેન્ડમાં પેટન્ટ-હક, કાર્સટના વિલિયમ ઘૂમસ નામના કારખાનાદારને ૨૫૦ પિન્ડમાં વેચ્યો. તેમાં એક શરત એવી હતી કે હૈએ ઇંગ્લેન્ડ આવી, તે યંત્ર બનાવવાના કામ ઉપર દેખરેખ રાખવા સારૂ કરીએ રહેવું જોઈએ. ઍમસે તેને યોગ્ય પગારે દાખલ કર્યો. હએને પિતાને ધધો બરોબર ચાલે છે એમ લાગવાથી તે બૈરાં-છોકરાને ઇંગ્લેન્ડમાં લઈ ગયા. પરંતુ ચૅમસનો અને તેને, એક બાબતમાં જલદી મતભેદ પડે તેથી તેને બન્યું નહિ. થોમસ તેને કહેવા લાગ્યો કે એણે (એએ) નાદુરસ્ત થઈ આવેલાં યંત્રોની દુરસ્તીને કામ પર દેખરેખ રાખવી જોઈએ. અને હૈએને એ ન ગમ્યું. તે પછી ઈગ્લેન્ડમાં જ રહીને એકદમ જુદા પ્રકારનું યંત્ર તૈયાર કરવાનો હૈએએ પ્રયત્ન કર્યો, પરંતુ આ અદેખાઈને લીધે તેને આ પ્રયત્ન નિષ્ફળ થશે અને અમેરિકાને પેટંટ-હક ગીરે મૂકી તેને માતૃભૂમિને રસ્તા પકડ પડે. અમેરિકામાં આવતાં જ એને સીંગર આદિ અનેકાએ તેના પિતાના હક્કનું ઉલ્લંઘન કરી યંત્રો બનાવવાને સપાટ લગાવ્યો હતો એવું દેખાયું. તેથી તે બધાને એણે કોર્ટમાં ખેંચ્યા અને દાવો કર્યો, જેમાં એ સફળ થયે અને તેના તત્વ ઉપર તૈયાર થનારા દરેક યંત્ર ઉપર સ્વામિત્વધન (Royalty) આપવી, એવો ન્યાયાધીશ હુકમ કર્યો. તેના હક્કની મુદતમાં તેને ૨૦ લાખ ડોલર સ્વામિત્વધનના મળ્યાનો ઉલ્લેખ છે. કેન્ય-સરકારને પણ તેની શોધ પસંદ પડવાથી સરકારે તેને એક પદક આપી તેનું સન્માન કર્યું.
(૭) હૌએના યંત્રની હજી થેડી વધુ માહિતી –હાલના બધા યંત્રમાં સંય ઊભી ચાલે છે એ આપણને ખબર છે જ.
જ્યારે હૈએના સૈથી પહેલાંના યંત્રમાં સીવવાનાં કપડાં ઊભાં ધરવામાં આવતાં અને સાય, લક્કડ ફેડનારાઓની કુહાડી લાકડું ફોડતી વખતે જેમ આગળ પાછળ થાય છે, તેવી જ રીતે લગભગ હલનારા એક નાના દાંડામાં બેસાડેલી હતી. નાકું, આજના સીવવાના યંત્રમાં વાપરવામાં આવતી સેયો પ્રમાણે, અણી પાસે જ હતું. આધુનિક યંત્રોમાં અને હએના યંત્રમાં બીજી બધી બહારની બાબતમાં પુષ્કળ ફેર હશે તો પણ તેના યંત્રમાંની મૂળ
કલ્પના એક પ્રચંડ વૃક્ષનાં મૂળિયાંની માફક ચિત્ર ૩
કાયમ છે. તે આવી છે–૧. સોયની અણીની હૌએનું પહેલું યંત્ર
પાસે જ નાકે. ૨. નીચેના અને ઉપરના દેરાની આંટીથી મળતા તાળાના આકારના ટાંકા (Lock-stich). ૩. દોરે એની મેળે સીવતે દેરે આપોઆપ આવતો જાય અને સીવતો જાય એવી યોજના,
પદ કે
E
-:-:
:
&
#
*
*
A
A
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
યાંત્રિક દરજીની જીવનકથા “
ચિત્ર ૪ (ડાખી બાજુથી જમણી બાજુ)
A. દારાની એબીન ઉર્ફ રીલ જેમાં હાય છે તે કવચ
B. મેાખીન ઉર્ફે રીલ
C. આકડા અને રીલની યંત્રમાંની જગા
600
(૮) હોંશિયાર વીલસનની યાજનાઓ:--ઢાએ પાવડાથી પૈસા ખેચવા માંડયા એ જોતાંની સાથે બીજા અનેકની કલ્પનાશક્તિએ જાગૃત થઈ, તેમાં વીલસન નામના સુથારને મુખ્ય ઉલ્લેખ કરવા જોઈએ. પ્રથમ એક શોધ હાથ લાગ્યા પછી તે પછીના શેષકાને પ્રથમના પેટંટ-હક્કની કાઈ પણ પ્રકારે તકલ (Imitation) ન થાય એવા પ્રકારનું બીજું યંત્ર બનાવવું પડતું. એટલે પાછળના શોધકની બુદ્ધિ, પહેલા શેાધક કરતાં વધારે છે એમ કહીએ તે! વધારે પડતું ગણાશે નહીં. વીલસને . સ. ૧૮૫૦ની સાલમાં જે એ યેાજના ધડી કાઢી તે ઘણી પ્રશંસાપાત્ર ઠરી અને તેને હૈ।એના કરતાં વધુ પૈસે મળ્યા. પહેલી ચાજનાઃ-એક ફરતી ચકતીના પરિધની બાજી–ધસીને એવી રીતે બનાવેલી હાય છે કે ચકતી ગાળ ગાળ ફરતી હૈાય ત્યારે પરિધની ખાજી, ઉપરના સાયના) દારાથી બનેલી આંટીમાં જરાક સાધારણપણે ત્રણ ચતુરૈશ વર્તુળ સુધી અટકી, આંટીને વ્યાસ વધારે છે. ત્યારપછી એક ચતુથાશ જેટલા વર્તુળમાં આંટી, ચકતીની કક્ષામાંથી છૂટતી જઈ, ખાજુમાં રહેલી નીચેના દેારાવડે ભરેલી રીલના ( Bobbin ) કવચ ( Case )ની આજુબાજુ પડતી જાય છે. રીલના કવચની ગતિ અને ચકતીની ગતિ એકબીજાની વિરૂદ્ધ દિશામાં હેાય છે. રીલકવચ, એક ગેાળ પેલી વાટકી (કાપરાના આકારની ) માં બધી બાજુએથી છૂટું હાય છે. તેથી જ્યારે આંટી સાયની ગતિ ઉપર હાય ત્યારે ખેંચાઈને મરેાખર પીલાયે જાય છે ને ત્યારે આંટીમાં છત નીચેના જ દ્વારા પકડાય છે. રીલનું ઢાંકણું ( Bobbin case ) જરા ઊંચકાય છે અને નીચે પડે છે.
૨૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બીજી યાજનાઃ—સીવવાના પાટિયામાં સાયની નીચે એક દાંતાવાળી પટ્ટી કરતી દેખાય છે તે ઘણાને ખબર હશે. આ પટ્ટી જુદી રીતે, ઉપરનીચે અને આગળપાછળ ખસતી હેાય છે. શરૂઆતમાં તે ઉપર જાય છે અને કાપડને, સાય-પકડનાર લાંબા દાંડામાંથી આવેલી નાની પટ્ટીને દાખે છે. તેથી બંને કપડાં સખત (પીટ) બેસવાથી સીવણ મજબુત થાય છે. ત્યારપછી પેલી પટ્ટી સમાન્તર ખસે છે. પટ્ટી ઉપર રહેલા દાંતાને લીધે કાપડ આગળ ખસે છે, પછી પટ્ટી પાટિયાની નીચે નમે છે અને કપડાને ખસાડતી વખતે જેટલી આગળ આવેલી હાય છે, તેટલી જ ખસીને પાછી પેાતાની જગ્યાએ જાય છે. આવી રીતે ગતિ મેળવવા માટે ક્રમ ( Cam) નામના–સામાન્યરીતે પીપળાના પાનના આકારની ચકતીને ઉપયાગ કરવા પડે છે.
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
SNOER'S FOTOS VW YORK
'Builipi
બE
૨૪૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯લ્પ
(૯) સિંગરનું પગયંત્ર અને બીજી યુક્તિઓ-હોએની કલ્પનાની નકલ કરનારે સિંગર કંઈ એકદમ ડેબે નહે. એણે પણ એક-બે શોધો જોડીને સીવણયંત્રની સુલભતામાં વધારો કર્યો છે. યુરોપીય દેશમાં તે તેણે પોતાની વેચાણ ચાલાકીને લીધે સીવણયંત્ર એ દરેકે દરેક ઘરમાંની મામુલી વહુ કરી નાંખી છે. અહીંયા પણ હવે મધ્યમ વર્ગના સુખી ઘરની સ્ત્રીઓને “સીવવાના સંચા”ની જરૂરિયાત ભાસવા લાગી છે. ખૂબ જાહેરાતથી, સુશોભિત અને મનહર વેચવાનાં સ્થળાથી, હસ્તે
ચિત્ર ૫ હતે યંત્ર મેળવવાની યોજનાથી, તેના યંત્રને સિંગરનું પહેલું સીવણયંત્ર ઈ. ૧૮૫૧ આખી દુનિયામાં ફેલાવો થયો. પહેલાં નીકળેલાં બધાં સીવણયંત્રોને ગતિ આપવા માટે હાથથી જ કામ કરવું પડતું હતું. સિંગરની પગે ગતિ આપવાની યોજના એટલે ઉપરની અને નીચેની દેરીને આંટી પડવાથી, (હૌએની ગરેડીને વલસનની ફરતા આંકડાની યોજના બાદ કરતાં) કાઢેલી અર્ધ વર્તુળમાં–ચકરી અથવા ફરતી ગરેડીની યોજના છે.
(૧૦) યાંત્રિક શોધોની સમાલોચના–આધુનિક યંત્ર અને તેની માહિતી કેઈપણ : ઠેકાણે જોવા મળવા જેવી હોવાથી તે વિષે લખત નથી. ઉપરના લખાણમાં મુખ્ય ધાને જ
ઉલલેખ કરવામાં આવ્યો છે. ફક્ત આજના યંત્રમાં સેંકડો શેધકોની શોધોનું એકીકરણ થયેલું છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. પહેલાંના શોધકેમાં દરજી તે હતા જ તે સિવાય હૌએ જેવા યાંત્રિક પણ હતા. વિલસન અને
હર જેવા, આ યંત્ર સાથે જેમને દૂરથી ચિત્ર ૬
પણ સંબંધ થવે અશક્ય હતે એવા, એકદમ જર્મન વહેચ્છા કંપનીનું હાથ યંત્ર સ્મૃતિ પામેલા લોકો પણ આ ધકેમાં થઈ ગયા; વલસન સુથાર હતા જ્યારે ગ્રાહર ખેડૂત હતો.
કપડાં, જોડા, ટોપીઓ, છત્રીઓ, ગાદીઓ, હેયિરી તથા કેનવાસની વસ્તુઓ વગેરે અનેક ચીજો તૈયાર કરવાના કારખાનામાં, જુદા જુદા પ્રકારનાં સીવણયંત્રો ઉપયોગમાં આવે છે. સીવવાના યંત્રમાં એકંદર બે હજાર પ્રકારો છે; એ ઉપરથી સઘળી કલ્પના આવી શકશે.
શારીરિક કષ્ટ ઓછું કરવા માટે હવે વિદ્યુતશક્તિની પણ મદદ લઈ શકાય છે. ગાદીઓ જોડવાના યંત્રમાં સીવણયંત્ર ગાદી ઉપરથી ટાંકા મારતું મારતું આગળ ખસે છે.
એક એવું પણ યંત્ર છે કે જેમાં એક લાઈનમાં બાર સે ટાંકા મારવાનું કામ એકી વખતે કરે છે. આ યંત્ર એક મીનીટમાં વીસ હજાર ઉપર ટાંકા મારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ.
प्रभा
મહારાણી વિકટેરિયાને પુત્ર અવતયો પછી પ્રજાજોગ એક નિવેદન બહાર પાડવાનું હતું. મહારાણી પાસે એ નિવેદનની નકલ રજુ કરવામાં આવી. તેમાં લખેલું હતું, “મહારાણી અને પ્રીન્સ બંને સંપૂર્ણ સુખશાંતિમાં છે.”
મહારાણી એ નકલ લઈ પોતાના પતિ પ્રીન્સ આબર્ટ પાસે પહોંચ્યાં. ને તેમની સોડમાં ભરાતાં હસીને કહ્યું, “પ્રિયતમ, લેખકે તદ્દન મૂર્ખ હેય છે.”
“કેમ?” પ્રીન્સ આલ્બર્ટ ચમકીને પૂછ્યું.
“જુઓને” મહારાણીએ નિવેદનની નકલ બતાવતાં કહ્યું, “આમાં લખ્યું છે કે, મહારાણ ને પ્રીન્સ બંને સુખશાંતિમાં છે. શું આ ઉપરથી લેકે એમ ન ધારી બેસે કે મારી સાથે આપને પણ સુવાવડ આવેલી હશે.”
પ્રીન્સ આલ્બર્ટે હસીને નિવેદનમાં પ્રીન્સની આગળ ઈન્ફન્ટ (બાળક) શબ્દ ઉમેર્યો.
કયા મગધની નામાંકિત ગણિકા હતી. તેનું લાવણ્ય દેવોને પણ લલચાવે એવું હતું, પણ પોતાના પ્રિયતમ સ્થૂલિભદ્રના સંસારત્યાગ પછી તે સન્માર્ગે વળી હતી. છતાં પગધપતિ નિકે, તેના એ પરિવર્તનને ન ગણકારતાં, પોતાના એક વહાલા કલાકારને એની પાસે મોજ માણવા મેકલ્યો.
કલાકારે જોયું કે કેશ્યામાં ઉલ્લાસને અભાવ છે. તેને રીઝવવા તેણે રત્નજડિત પલંગમાં પડવાં પડ્યાં, ઝરૂખામાંથી એક બાણ ફેંકી, દૂર બગીચામાં આંબા પર ઝૂલતી કેરીની એક લૅબ વીંધી નાંખી. ને એ લૂંબ જમીન પર પડે એ પહેલાં જ, અર્ધચન્દ્રાકાર ગતિમાં બીજાં બાણ ફેંકી, તેની મદદથી, એ મધમધતી લુંબને ખેંચી લાવી તે પાસે બેઠેલી કેશ્યાના હાથમાં મૂકી.
કાસ્યા કલાકારને આશય પારખી ગઈ. તેનાં નયનમાં વિજળીની ચમક ઊભરાણું. તેણે તરત જ દર્પણખંડમાં સરસવને ઢગ બનાવ્યું, તે ઢગ પર એક ઝીણી સેય ભેરવી, એ સેય પર એક શિરીષપુષ્પ ગોઠવ્યું. તે પછી તેને અલંકાર સછ છે, તે પુષ્પ પર નાચવા લાગી. ન સરસવ ડગ્યા, ન સંય ચસકી, ન કુસુમ છૂંદાયું.
કલાકાર તે મેંમાં આંગળાં જ નાંખી ગયે.
“ભાઈ” કેશ્યાએ કહ્યું, “ચક્તિ કાં બને? પરમ કલા પાસે તે આ કલા કશી જ વિસાતમાં નથી.”
“એ પરમ કલા કઈ?” કલાકારે ઊર્મિછલતી જિજ્ઞાસા દર્શાવી. “સંયમ” સ્મિત ફરકતા મુખે કેશ્યાએ ઉત્તર દીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯હ્યું
રશિયન સામ્રાજ્ઞી ઇલિઝાબેથને પિતાના સોનેરી વાળનું ખૂબ જ અભિમાન હતું. માથામાં અવનવાં સુગંધી અત્તર નાંખી તે હંમેશાં કલાકો સુધી દાસી પાસે વાળ ઓળાવ્યા કરતી, પણ ઓળતી વખતે કાંસકામાં એકાદ વાળ પણ ખેંચાઈ ન જાય એમ વર્તવાની દાસીને તેણે આજ્ઞા ફરમાવેલી. - આજ્ઞાનું અક્ષરશ: પાલન અસંભવિત હતું. પરિણામે ચાલાક દાસી, રાણીના કેપમાંથી બચવાને, કાંસકામાં ખેંચાઈ આવતા વાળ વસ્ત્રમાં ગોપવી દેતી ને પાછળથી તે ઠેકાણે પાડતી.
એક દિવસે અરીસા પર માં ઠેરવી બેઠેલી રાણીએ દાસીની એ ચાલાકી પકડી પાડી. તેની આંખમાં તત્પણ કાપ ઊભરામે. તેણે દાસી પાસે આજ્ઞાભંગને જવાબ માગ્યો.
મહારાણી” દાસીએ હાથ જોડી કહ્યું, “મારો પુત્ર બિમાર છે.”
એમાં શું?” રાણીની આખમાં વીજળી ચમકવા લાગી.
“દેવી,” દાસીએ વિશેષ ને વિશેષ નમ્રતાથી કહ્યું, “જોશીઓ કહે છે કે માદળિયામાં મહારાણીના વાળ પરેવી, બિમાર બાળકના ગળે જે એ બાંધવામાં આવે, તે બાળકની બિમારી નાસી જાય છે. એ માટે મેં આપના બે વાળ લીધા છે.”
ઠીક.રાણીએ બેપરવાઈ દાખવતાં કહ્યું, “ આજે તે તેને જવા દઉં છું. પણ હવે પૂરતું ધ્યાન રાખજે.”
બીજે દિવસે જ્યારે દાસી એ જ સમયે વાળ ઓળતી હતી ત્યારે રાણીએ તેના હાથમાં સોનાનું એક હીરાજડિત માદળિયું મૂકયું.
“આ શું ?” દાસીએ ચમક અનુભવી.
“તારું બાળક બિમાર હોય કે નહિ.” રાણીએ હસીને કહ્યું, “પણ જે બાળકની માતા, તારા જેવી સુંદર હાજરજવાબી દાખવી શકે છે એને માટે વાળના સાદા માદળિયા કરતાં આ માદળિયું વધારે યોગ્ય ગણાય.”
એક સંધ્યાએ ઇલિઝાબેથ પુરુષવેશમાં બુડાપેસ્ટની ભાગોળે ફરવા નીકળી હતી. તે સમયે તેને નગરના ગરીબ લત્તામાંથી આવતી એક સ્ત્રીની તીણું ચીસો સંભળાઈ. તે તરત મદદે દોડી. ત્યાં જઈ તેણે જોયું તે એક પણ પિતાની સ્ત્રીને ચાબુકથી ફટકારતે હવે અને લેહીનીતરતી સ્ત્રી ચીસો નાંખતી હતી. રાણી ઉશ્કેરાઈ ગઈ. તેણે પુરુષને એક બાજુએ પછાડી ફટકારવા માંડ્યો. પણ એ જ વખતે ચીસો પાડતી સ્ત્રી તેના પર ધસી આવી ને રાણીના ગાલ પર બે તમાચા ડી કાઢવ્યા.
આ શું?” રાણીએ ગુંચવાઈને પૂછયું.
“મારા પતિનું અપમાન કરે છે?” સ્ત્રી ઉશ્કેરાઈને બેલી, “એ મને ફટકારતે હત, તને તે નહિ ને?”
“શાબાશ” રાણીએ હસીને ખીસામાંથી સેનામહેરે કાઢી તે પુરુષના હાથમાં મૂકતાં કહ્યું, “આવી વફાદાર સ્ત્રીના ધણીને આ ભેટ વધારે અનુકૂળ આવશે.”
એક ઉમરાવે ઈગ્લાંડના પરદેશમંત્રી લેવું પામર્સનને પોતાના એક સ્નેહી યુવાનને કેઈક પ્રદેશમાં એલચી તરીકે નીમવાની ભલામણ કરી. પામર્સ્ટન જાણતા જ હતા કે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
જીવન ઝરણ-૨૪૭
યુવાન જુગારી હત; છતાં તેણે મેંમાંથી તે સંબંધી એક શબ્દ પણ કાઢયા વિના યુવાનની, વાર્ષિક દશ હજારના પગારે, એશિયામાઇનેરના એલચી તરીકે નિમણૂક કરી. ઉમરાવ હરખાઈ ઊ; પણ એ હરખ ઊભરાઈ જાય તે પહેલાં મંત્રીએ તેના હાથમાં એક કાગળ મૂકી તે પર તેને સહી કરવા કહ્યું.
“સહી શાની?” ઉમરાવે ચમકીને પૂછ્યું.
“એ જ કે” મંત્રીએ શાંતિથી કહ્યું, “એલચીના હાથમાં જે કાંઈ નાણાં મૂકવામાં આવે તેની જોખમદારી તે એલચીની ભલામણ કરનાર પિતાને માથે સ્વીકારી લે છે. આપણું પરદેશ –કચેરીમાં આ શિરસ્તે ઘણો જ લાભદાયી નીવડે છે.”
ઉમરાવ એ કાગળને ટેબલ પર જ રહેવા દઈ અંતર્ધાન થઈ ગયો. તે પછી વગર જોખમની ભલામણ તે હંમેશને માટે ભૂલી ગયા.
'' બર્નાડ શૈ એક વખતે એક સુશોભિત કલબમાં જઈ પહોંચ્યા. બારણે છત્રી મૂકી તે અંદરના ભાગમાં પ્રવેશ્યા. પણ જયારે તે બહાર આવ્યા ત્યારે છત્રી ત્યાંથી ઊડી ગયેલી.
શએ હેહા કર્યા વગર પાસેના બોર્ડ પર એક નોટીસ લગાવી–જે અમીરે અમારી છત્રીને છૂમંતર બનાવી હોય તેમણે મહેરબાની કરીને તેને પાછી મૂકી જવી.” - એક અમીરે શેને અમીરે સામેના આવા કૂર કટાક્ષ માટે ઠપકો આપતાં શૈએ કલબના બેડ તરફ તેનું ધ્યાન ખેંચ્યું. તે પર લખેલું હતું, “ફક્ત અમીર અને સદગૃહસ્થો માટે.”
એમાં શું?” અમીરે વિસ્મયથી પૂછયું.
કેમ?” બર્નાડ શોએ તીક્ષ્ણ સ્વરે કહ્યું, “સદગૃહસ્થ હેય એ તે છત્રી રે નહિ. પછી એ ધંધે અમીરને જ માફક આવે ને ?”
મહાન શિવાજીને ભાઈ વ્યકેજી તુંડમિજાજી અને કાચા કાનને હતેપિતા તરફથી વારસામાં મળેલે કર્ણાટક પ્રાન્ત તેણે એકલાએ જ પચાવી પાડેલ. શિવાજીને મુસલમાનોને યોગ્ય નસિયત આપવાને એ પ્રાન્તના કેટલાક પ્રદેશની જરૂર હતી; પણ વ્યકેજીએ તેમાંથી એક ઇંચ પણ આપવાની ના કહી.
યુદ્ધથી શિવાજી આખો પ્રાત ઝૂંટવી લઈ શકે તેમ હતું. પણ ભાઈ સામે શિવાજીને એ માર્ગ પસંદ નહતા. તે શાંત ઉકેલની રાહ જોઈ રહ્યો. ને જ્યારે તેને સમાચાર મળ્યા કે કાજીની સુશીલ પત્નીએ ગુંચવાયેલા કકડાને સુલેહપૂર્વક ઉકેલવામાં પતિને યોગ્ય દેરવણી આપી છે, ત્યારે તે મહારાષ્ટ્રની સ્ત્રીશક્તિ પર મુગ્ધ બની ઊઠે.
ને પિતાને સુલેહથી મળતા પ્રદેશ કરતાં પણ વિશેષ-વાર્ષિક પાંચ લાખની આવકના પ્રદેશની એ સુશીલ નારીને અંગત ભેટ મોકલાવતાં તેણે લખ્યું, “સદ્દગુણી સ્ત્રીના ચરણે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ
આખું જગત આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક પક્ષે કૃત્રિમ લોકશાસન વાદ, અન્ય પક્ષે વિકૃત એકતંત્રવાદ. લેકશાસનપક્ષમાં મુખ્યત્વે બ્રિટન, ફન્સ, પિલાંડ ને અમેરિકા છે; એકતંત્ર પક્ષમાં જર્મની, ઈટલિ. રશિયા, જાપાન ને સ્પેન છે. તે તે સ્વતંત્ર સત્તાઓનાં રક્ષિતરાજ્યોની પ્રજા શાસકે કેળવેલા વાદને અનુસરનાર હેઇ, પરતંત્ર જગત પોતપોતાના રાજકર્તાઓની મદદે દેડે છે. અમેરિકા, પેન કે જાપાન જેવાં કેટલાંક રાજ્યો આજે ભલે ટસ્થ ગણાય, પણ એમને પણ પિતા પોતાનાં રાજકીય ને સાંસ્કૃતિક હીતે જાળવવાને સમાનપક્ષે ભળ્યા વિના છૂટકે જ નથી. આ રીતે આખા જગતપર આજે યુદ્ધદેવતાનું તાંડવનૃત્ય ખેલાઈ રહ્યું છે.
લેકશાસનપક્ષ પાસ સંખ્યાબળ, કાચો માલ અને દ્રવ્યની વિપુલતા છે; એકતંત્ર પક્ષ પાસે દાનવી જુમ્સ, યંત્રબળ ને યુદ્ધપ્રિયતા વિશેષ પ્રમાણમાં છે. પરિણામે કોણ હારશે?— કેણિ જીતશે?— કહેવું મુશ્કેલ છે; પણ આ ઘર્ષણ અર્ધજગતને ખુવાર કરી નાખશે એની કેઈથી ના કહી શકાય એમ નથી.
આ ખુવારીનાં મૂળ કયાં છે?—આજનું જગત અને એને શાસકવર્ગ ન્યાયનાં મૂળ તોને વીસરી ગયાં છે. આજનો લેકશાસનવાદ એ સાચું પ્રજાતંત્ર નથી, પણ કેઈ એક વ્યક્તિની શક્તિ, બુદ્ધિ અને સ્વદેશપ્રીતિ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકવાની પ્રજાની અશક્તિનું અથવા તો એવી વ્યક્તિના અભાવનું પરિણામ છે. આજનો એકતંત્રવાદ સરમુખત્યારેનું એવું સ્વરૂપ સર્જે છે કે જે વ્યક્તિ સ્વાતંત્ર્ય, મૌલિક બુદ્ધિવિકાસ કે શાંતિનો વિકાસ નથી થવા દઈ શકતું. લોકશાસનવાદ મૂડીવાદને જન્માવે છે; એકતંત્રવાદ લશ્કરવાદને પ્રેરે છે. લેકશાસનવાદી દેશમાં રાજકર્તવર્ગની ચૂંટણી ન્યાય, નીતિ, શકિત, બુદ્ધિ કે પરમ પ્રેમભર્યા વર્ગમાંથી નથી થતી, પણ જેઓ પ્રચાર કે પૈસાની છોળો ઉડાડી શકે છે તેમનામાંથી થઈ જાય છે. ત્યાં પ્રજાના સદગુણ રાજકર્તાઓને નથી દેરતા, પણ રાજકર્તાઓએ વિકસાવેલા ને દ્રવ્યની કોથળીઓએ જન્માવેલા પ્રચારથી ભરેલાં વર્તમાનપત્રોએ પ્રેરેલી પ્રજા રાજકર્તાઓને દોરવાના ખોટા ગુમાની શિખરે ઊભી, આજ્ઞાપાલન અને શ્રદ્ધાનાં તો વીસરી જાય છે. એકતંત્રવાદમાં સરમુખત્યારે પ્રજાની ગુણદષ્ટિએ પ્રભુ નથી દેતા, લશ્કરી દૃષ્ટિએ આગેવાન હોય છે. તેઓ પ્રજાના સમગ્ર ગુણોનું એકીકરણ નથી કરી શકતા, પ્રત્યેક પ્રજાજનમાં પિતાનું પ્રતિબિંબ પાડવા મથે છે. પરિણામે જ્યારે તેઓ આથમી જાય છે ત્યારે પ્રજામાંથી પ્રતિબિંબ અદશ્ય થતાં પ્રજા નિસર્વ બને છે. આમ આજે ન્યાય અને સર્વભૂલી સંસ્કૃતિઓના પરિણામે, પ્રચાર, પૈસે કે દાનવબળ જગત પર શાસન ચલાવે છે તે નિર્બળ કે ગુણવાન પ્રજાને પિતાની ચક્કીમાં પીસી નાંખે છે.
ગત મહાયુદ્ધના વિજેતાઓમાં જે ન્યાયદષ્ટિ હેત તે આજનું યુદ્ધ જગ્યુ જ ન હેત. વર્તમાન સરમુખત્યારે માં જે શાંતિ અને વિશ્વાસ જન્માવવાની શકિત હેત તે એક ડેઝીગને માટે આખા પિલાંડ અને જગતને ન સળગવા દેવાનું પોલાંડના રાજકર્તાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
છૂટાં ફૂલ - ૨૪૯ સમજાવવામાં તેઓ સહેજે સફળ થઈ શકયા હેત. પણ આજની સંસ્કૃતિઓનાં મૂળભૂત તમાં એટલે વિકાર રમી રહેલ છે કે કુદરતને પાને પરસ્પર ઘર્ષણથી એમનો નાશ જ નિર્માયો જણાય છે.
પચાશ કરેડની પ્રજા પર શાસન કરતા બ્રિટનને આઠ કરોડનું સંખ્યા બળ ધરાવતું જર્મની છંછેડી શકયું છે કેમકે જર્મની જાણે છે કે એ પચાશ કરેડમાં સાતજ કરેડ જીવતાં છે, તેતાળીશ કરોડ તે મુએલાં છે. જો બ્રિટને સાચે લેકશાસનવાદ દાખ હેત, જેના પર શાસન કરે એ દરેકના જીવનસુખની એણે જોખમદારી સ્વીકારી હેત, પ્રત્યેક પ્રજાજનના સ્વતંત્ર વિકાસને સંભવિત રાખે હેત, પ્રજામાત્રને એકજ નજરે નિહાળી હેત; હીંદ નિસત્વ બને એ કરતાં તે સ્વતંત્ર બની જાય એને વધારે બહેત્તર ગયું હતું, તે આજે જગતમાં એ અછત હેત. પાંત્રીસ કરોડ ગુલામ હિંદીઓના સ્વામી તરીકે આજે એની કોઈને દરકાર નથી. પાંત્રીસ કરોડ સ્વતંત્ર હિંદીએના મિત્ર તરીકે જગતમાં એને કેઈ નામ ન લઈ શકત.
આજે પરતંત્ર પ્રજાઓને જીવન નથી, સ્વતંત્ર પ્રજાઓને શાંતિ નથી. એકતંત્રવાદને પ્રજાસત્ત્વ નથી, લેકશાસનવાદને આત્મા નથી. પરતંત્ર પ્રજાઓની લૂંટથી સ્વતંત્ર પ્રજાઓ એવી ફાલી ગઈ છે કે તેમને ઇમૂલક આફરે ચડે છે. પરિણામે જયાં સુધી વિજયનાં ગુમાને ન ભૂલાય, પરાજિત પ્રજાઓના જીવનના વિકાસની જવાબદારી ન રવીકારાય, ગુલામ રાષ્ટ્રને ગળેથી ધીમેધીમે દૂર કરી વિજેતાઓના ભાર ઓછા ન કરાય, જીવમાત્ર પ્રત્યે રાજપિતૃધર્મ દાખવતો સંસ્કૃતિ-સમન્વય ન સધાય, ત્યાં સુધી જગત પર સુખને સૂર્ય નથી પ્રગટવાને. પરસ્પરના સર્વનાશના આશયથી ખેલાતાં યુદ્ધો જગતની કોઈપણ પ્રજાને સુખી નથી બનાવી શકવાનાં.
આજની પરસ્પર વિરોધી સંસ્કૃતિઓ માનવને દેવ તે નથી જ બનાવતી, પણ એની માનવતા ઝૂંટવી લઈ, ઊલટા એને દાનવ બનાવી દે છે. યુદ્ધ માનવી માટે કદાચ અનિવાર્ય હશે પણ યુદ્ધને પણ પોતાની મર્યાદા અને સંયમો હોઈ શકે છે. આજનું યુદ્ધ માને નથી લડતા દાને લડે છે. તેમાં બિનલશ્કરી પ્રજાઓની પણ સલામતિ નથી જળવાતી, શસ્ત્રને સંયમ નથી સચવાતે, યુદ્ધના ધર્મ નથી પળાતા. સર્વસંહારની પ્રતિજ્ઞા લઈ ખેલાતાં દાનવી યુદ્ધો એ યુદ્ધ નથી, ખૂનની પરંપરા છે.
બ્રિટનનું પ્રજાબળ આજે નીચે પ્રમાણે છે-- ઈંગ્લાંડ - ૩,૭૩,૫૪૯૧૭ હિંદ -૩૫,૧૩,૯૯૮૮૦ ઓસ્ટ્રેલિયા-૮૯,૫૬ ૧૭૯ વેસ - ૨૫,૯૩૦ ૧૪ બાકી એશિયા – ૫૫,૫૭ર ૦૩ એસનીયા - ૪૧૨૫૪૬ સ્કોટલેડ - ૪૮,૪૨૫૫૪ ઉત્તર અમેરિકા – ૧,૦૬,૬૫૯૨૨ ઉત્તર આયલડ- ૧૨,૫૬૩૨૨ મધ્ય , - ૫૧૩૪૭ પરચુરણ ટાપુઓ- ૧,૪૨૩૬૯ દક્ષિણ , - ૩,૧૪૦૩૪ ૪૯,૪૮,૭૦,૧૦૪ બાકી યુરેપ – ૩૫,૭૨૮૩૯ વેસ્ટ ઇન્ડીઝ- ૨૦,૫૦૩૫૧
યુનાઈટેડ કીંમ (ઇગ્લાંડ, ર્કોટલેડ, ઉત્તર આયર્લેન્ડ, ટાપુઓ )ની કુલ વસતી આજે તો ૪,૬૧,૮૯૧૬ માણસની છે. પણ એ વધારો તે છેલ્લાં સવા વર્ષ માં થયો છેઃ ઈ. સ. ૧૮૦૧માં - ૨,૦૮,૯૩૫૮૪ ઇ. સ. ૧૯૩૧માં – ૪૪૭૯૦૪૮૫ , ૧૮૬૧માં – ૩,૧૪,૮૪૬ ૬૧ વર્તમાન - ૪,૬૧,૮૯૧૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ 250 સુવાસ : ભાદ્રપદ 195 ઇંગ્લાંડની આવક, તેની સમૃદ્ધિ, તેનો સોનાને જ વગેરેમાં પણ છેલ્લાં સેવાસે વર્ષથી એટલે જ વધારે થતું આવ્યો છે. તેમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તો એની હદ જ નથી રહી. ૧૯૦૧નું તેનું સામાન્ય બજેટ 28,06,41067 પાઉંડનું હતું તે વધીને ૧૯૩માં 1,93,92,04000 પાઉંડનું બન્યું છે. ૧૯૩૬માં તેને સેનાને જ 2001, 00000 પાઉંડને હવે તે ૧૯૩૭માં 31,37,00000 પાઉંડનો બન્યો ને ૧૯૩૮માં તે 32,64,10000 પાઉંડની હદે પહોંએ. પ અને ક્ષમાપના– જગતનું વાતાવરણ આજે ડહોળાઈ ગયું છે, પ્રજાઓ અસ્થિરતાના જવાળામુખી પર ઊભી છે. લેહીની તરસ સિવાય ક્યાંય બીજી ભાવના નથી જણાતી--ત્યારે પણ હિંદી પ્રજા સંયમ જાળવીને શાંતિ અને પુણ્યને, સંયમન અને રસિકતાને, અહિંસાને અને પ્રેમને માર્ગ ઊજાળી શકે છે; પવિત્ર દિવસની શાંતિથી ઉપાસના કરી શકે છે એ હિંદી સમાજ બંધારણના ઘડવૈયાઓની બુદ્ધિપ્રભાનાં વિજયચિન્હ છે; શ્રદ્ધાને અજબ નમુન છે. સ્નાન, દાન, તપ, સંયમ ને રસપૂર્વક શ્રદ્ધાળુ હિંદુ પ્રજાએ પવિત્ર અધિક શ્રાવણ માસ ઊજવ્યો. તે પછી ગોકુલ અષ્ટમી–નંદકિશોરના રસિક, પ્રેમલ અને વીરતાભર્યા જીવનનાં એ દિને પુણ્યગાન ગવાયાં; હિંદના એ મહાન યોગીવરની હૈયાના દેવ તરીકે વાર્ષિક સ્થાપના કરાઈ. શ્રાવણ વદ બારસથી ભાદ્રપદ સુદ ચોથ–જેનું પવિત્ર અઠવાડિયું–મહાપર્વ પર્યુષણ. જે પર્વ દરમિયાન શાંતિ અને સંયમ, તપ અને બ્રહ્મચર્ય, ભક્તિ અને પૂજન, ઉત્સવ અને નિર્દોષ આનંદ સમાજની એકેએક વ્યક્તિને પ્રેમભર્યા સંસર્ગમાં લાવે છે, જે પર્વમાં આદિનાથથી માંડી પ્રભુ મહાવીર પર્યન્તના પરમ પુરુષવનાં પુણ્યગાન ગવાય છે; જે પર્વ સંયમીઓનાં-તપસ્વીઓનાં પૂજન કરાવે છે, સામાન્યામાં પણ સંયમ પ્રેરે છે; જે પર્વ આખા વર્ષ દરમિયાન અણજાણમાં પણ થયેલી ભૂલની ક્ષમા મંગાવી માનવ-હૈયા પરથી મેલ ધોઈ નાંખે છે એ પર્વની પવિત્ર સ્મૃતિ સાથે અમે પણ પ્રત્યેક મિત્રની-વાંચકન-જીવમાત્રની, જાણે અજાણે પણ થયેલી ભૂલ માટે, ક્ષમા માગીએ છીએ. ખુલાસો:– મુખ્ય લેખક અને વ્યવસ્થાપની અનિવાર્ય ગેરહાજરી તેમજ શ્રાવણી તહેવારોને અંગે આ અંક પંદરેક દિવસ મોડે બહાર પડે છે; એ જ કારણે આ અંકમાં ચાલુ-પ્રન્ય પરિચય, તારા તણખ, નોંધ આદિ-વિષયો લઈ શકાયા નથી; તેમજ બીજી પણ કંઈક ક્ષતિ રહી જવા પામી હોય તે-વાંચકમિત્રો અને ગ્રાહકબધુઓ એ દરગુજર કરશે એવી આશા રાખીએ છીએ. આવતા અંકે એ બધી ખોટ પૂરી પડાશે. વિનંતિ જે જે સંગ્રહસ્થાને કે સંસ્થાઓને “સુવાસ’ નમુનાના અંક તરીકે મેકલાય છે તે તે બધુઓ કે સંસ્થાના સંચાલકે “સુવાસેના ગ્રાહક રહેવા-ન રહેવા સંબંધી પિતાની ઈચ્છા તરત લખી જણાવે એ ચાલુ વિનંતિ પ્રત્યે ફરીથી દરેક મિત્રનું ધ્યાન ખેંચીએ છીએ. અને એવા દરેક સદ્દગૃહસ્થ પાસેથી તે સંબંધી ત્વરિત ખુલાસાની આશા રાખીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com