________________
૨૨૬ સુવાસ : ભાદ્રપદ ૧૯૫ જેમ જેમ તે બુદ્ધિના વધુ ને વધુ તીણ ચમકાર અનુભવતો ગયો તેમ તેમ તેણે તેને આગળ આણવા માંડયો. ને થોડા જ સમયમાં ડામર ભટ પરરાજ્યખાતાના માનવંત એલચી બન્યા.
તે સમયના ભારતમાં ગુજરાતના પ્રતિસ્પર્ધી તરીકે માળવાનું મહારાજ્ય ગણાતું. ત્યાંને રાજવી ભેજ લક્ષ્મી, સરસ્વતી ને શકિતના પ્રિયતમ સમો હત; તેની મન્નસભા બુદ્ધિની ખાણ લેખાતી. માળવાનું પાટનગર અવંતી અમરાવતીની ઉપમા પામતું. રાજા ભેજની મહત્વાકાંક્ષા પણ અમાપ લેખાતી. એ સ્થિતિમાં એ મહારાજ્યની સમીપ આવેલા ગુજરાત માટે ત્યાંના સંયોગો પર ગુપ્ત દેખરેખ રાખવી આવશ્યક હતી. તે માટે ગુજરાતના એલચીઓ વારંવાર અવંતી જતાઆવતા; ભોજને રીઝવતા; ગુજરાતનાં સૈન્દર્ય, સામર્થ્ય ને બુદ્ધિની તેના પર છાપ પાડતા, અવંતીની પરિસ્થિતિનું સૂક્ષ્મ અવલોકન કરતા. ડામરની તીવ્ર બુદ્ધિના પરિચય પછી ગુર્જરપતિ ભીમદેવે માળવાના દરેક પ્રસંગમાં એલચી, મસ્ત્રી કે સાલ્પિવિગ્રહક તરીકે એની જ પસંદગી કરવા માંડી.
એવા એક પ્રસંગે ડામર એલચી તરીકે અવંતીની રાજસભામાં ગયેલો. તે વખતે ભારતના ચાર નામાંકિત વિદ્વાને, દક્ષિણ અને ઉત્તર હિંદમાં વિજયડંકા વગડાવી, વાદ માટે અવંતીની રાજસભામાં આવી ચડ્યા. પણ અવંતીના વિદ્વાનોએ તેમનું પાણી ઉતારી નાંખ્યું. રાજાજે એ જોઈ કહ્યું, “પૃથ્વી પર તે શું પણુ પાતાળ કે સ્વર્ગમાં પણ એવા વિદ્વાને નથી જે મારા વિદ્વાનોની તોલે આવે.”
ડામરે એ અવસરે ગુજરાતની કીર્તિ સાચવવા શાંતિથી ઉમેર્યું, “એક ગુજરાત સિવાય.”
“શું?” ભોજે ડામરને ડારતાં નયને પૂછ્યું.
“અમારે ગુજરાતમાં માણસો તે શું શીંગડાં વગરનાં પશુઓ પણ એવાં છે કે જે આવા વિદ્વાનને જીતી લે.”
ભોજે ખીજવાઈને એવાં પશુઓને વાદ માટે અવંતીની રાજસભામાં રજુ કરવાની ડામરને આજ્ઞા ફરમાવી.
ડામર તરત પાટણ પાછો ફર્યો. તેણે લોકવ્યવહારથી દૂર-ભોંયરાઓમાં રહી શાસ્ત્રોને અભ્યાસ કરતા ચાર પ્રખર પંડિત શોધી કાઢયા. એ વિદ્વાનોને અવંતીની ભાગોળ સુધી મૂકી જવાની એક અમલદારને સૂચના કરી તે તરત અવંતી જઈ પહોંચ્યો. ભોજે તેની પાસે શીંગડાં વગરનાં પશુઓની માગણી કરતાં તે બેલ્યો, “ડાજ સમયમાં તે અહીં આવી પહોંચશે.”
કંઈક સમય જતાં, એક સાંજે, ડામર ભેજની સાથે ફરવા નીકળેલો. રસ્તે તેમણે ગાડાંનાં પૈડાંને ધોંસરી સાથે બાંધી એ ગાડું ખભે ઉપાડી આવતા ચાર ધ્રુજતા માણસે મન્યા. ભોજે તેમને તેમ કરવાનું કારણ પૂછયું.
“ નરપતિ” તેમાં એક ગાડાનો બોજો દૂર કરી પોતાની ઓળખ આપવા ગયે પણ તેમ કરવા જતાં ગાડું તેના પગ પર પછડાતાં તેને દૂર કરી બીજા પંડિતે કહ્યું, “અમે હાલીમવાલી નથી; વિદશિરોમણિ છીએ.”
તે તે દેખાય જ છે,” ભોજે હસીને કહ્યું. “પણ તમે આ રીતે ગાડું કેમ ઉપાડયું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com