SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ છૂટાં ફૂલ આખું જગત આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક પક્ષે કૃત્રિમ લોકશાસન વાદ, અન્ય પક્ષે વિકૃત એકતંત્રવાદ. લેકશાસનપક્ષમાં મુખ્યત્વે બ્રિટન, ફન્સ, પિલાંડ ને અમેરિકા છે; એકતંત્ર પક્ષમાં જર્મની, ઈટલિ. રશિયા, જાપાન ને સ્પેન છે. તે તે સ્વતંત્ર સત્તાઓનાં રક્ષિતરાજ્યોની પ્રજા શાસકે કેળવેલા વાદને અનુસરનાર હેઇ, પરતંત્ર જગત પોતપોતાના રાજકર્તાઓની મદદે દેડે છે. અમેરિકા, પેન કે જાપાન જેવાં કેટલાંક રાજ્યો આજે ભલે ટસ્થ ગણાય, પણ એમને પણ પિતા પોતાનાં રાજકીય ને સાંસ્કૃતિક હીતે જાળવવાને સમાનપક્ષે ભળ્યા વિના છૂટકે જ નથી. આ રીતે આખા જગતપર આજે યુદ્ધદેવતાનું તાંડવનૃત્ય ખેલાઈ રહ્યું છે. લેકશાસનપક્ષ પાસ સંખ્યાબળ, કાચો માલ અને દ્રવ્યની વિપુલતા છે; એકતંત્ર પક્ષ પાસે દાનવી જુમ્સ, યંત્રબળ ને યુદ્ધપ્રિયતા વિશેષ પ્રમાણમાં છે. પરિણામે કોણ હારશે?— કેણિ જીતશે?— કહેવું મુશ્કેલ છે; પણ આ ઘર્ષણ અર્ધજગતને ખુવાર કરી નાખશે એની કેઈથી ના કહી શકાય એમ નથી. આ ખુવારીનાં મૂળ કયાં છે?—આજનું જગત અને એને શાસકવર્ગ ન્યાયનાં મૂળ તોને વીસરી ગયાં છે. આજનો લેકશાસનવાદ એ સાચું પ્રજાતંત્ર નથી, પણ કેઈ એક વ્યક્તિની શક્તિ, બુદ્ધિ અને સ્વદેશપ્રીતિ પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકવાની પ્રજાની અશક્તિનું અથવા તો એવી વ્યક્તિના અભાવનું પરિણામ છે. આજનો એકતંત્રવાદ સરમુખત્યારેનું એવું સ્વરૂપ સર્જે છે કે જે વ્યક્તિ સ્વાતંત્ર્ય, મૌલિક બુદ્ધિવિકાસ કે શાંતિનો વિકાસ નથી થવા દઈ શકતું. લોકશાસનવાદ મૂડીવાદને જન્માવે છે; એકતંત્રવાદ લશ્કરવાદને પ્રેરે છે. લેકશાસનવાદી દેશમાં રાજકર્તવર્ગની ચૂંટણી ન્યાય, નીતિ, શકિત, બુદ્ધિ કે પરમ પ્રેમભર્યા વર્ગમાંથી નથી થતી, પણ જેઓ પ્રચાર કે પૈસાની છોળો ઉડાડી શકે છે તેમનામાંથી થઈ જાય છે. ત્યાં પ્રજાના સદગુણ રાજકર્તાઓને નથી દેરતા, પણ રાજકર્તાઓએ વિકસાવેલા ને દ્રવ્યની કોથળીઓએ જન્માવેલા પ્રચારથી ભરેલાં વર્તમાનપત્રોએ પ્રેરેલી પ્રજા રાજકર્તાઓને દોરવાના ખોટા ગુમાની શિખરે ઊભી, આજ્ઞાપાલન અને શ્રદ્ધાનાં તો વીસરી જાય છે. એકતંત્રવાદમાં સરમુખત્યારે પ્રજાની ગુણદષ્ટિએ પ્રભુ નથી દેતા, લશ્કરી દૃષ્ટિએ આગેવાન હોય છે. તેઓ પ્રજાના સમગ્ર ગુણોનું એકીકરણ નથી કરી શકતા, પ્રત્યેક પ્રજાજનમાં પિતાનું પ્રતિબિંબ પાડવા મથે છે. પરિણામે જ્યારે તેઓ આથમી જાય છે ત્યારે પ્રજામાંથી પ્રતિબિંબ અદશ્ય થતાં પ્રજા નિસર્વ બને છે. આમ આજે ન્યાય અને સર્વભૂલી સંસ્કૃતિઓના પરિણામે, પ્રચાર, પૈસે કે દાનવબળ જગત પર શાસન ચલાવે છે તે નિર્બળ કે ગુણવાન પ્રજાને પિતાની ચક્કીમાં પીસી નાંખે છે. ગત મહાયુદ્ધના વિજેતાઓમાં જે ન્યાયદષ્ટિ હેત તે આજનું યુદ્ધ જગ્યુ જ ન હેત. વર્તમાન સરમુખત્યારે માં જે શાંતિ અને વિશ્વાસ જન્માવવાની શકિત હેત તે એક ડેઝીગને માટે આખા પિલાંડ અને જગતને ન સળગવા દેવાનું પોલાંડના રાજકર્તાઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy