SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫ સાધવા નિર્યો હશે અને પછી કોઈ નિગૂઢ હેતુને ખ્યાલ આવતાં તેની સિદ્ધિ સારૂ એ પ્રેમસંજનને અદ્ધર ઉડાવી દઈ સીધા વિશ્વદર્શનની સાધના સાથે મારા જીવન-ક્રમને સાંકળી દીધો હશે. એ તેજદશને પછી એવા અસંખ્ય દિવસો ને મહિનાઓ ગયા છે, જ્યારે કઈ અપૂર્વ, વિશ્વવ્યાપી, દિવ્યપ્રકાશથી વીંટળાયેલા મેં પ્રત્યેક પ્રાણીને, સૃષ્ટિના પ્રત્યેક અણુને, જે પ્રેમલતાથી હું.......ને ચાહતે હતો તે જ પ્રેમલતાથી એક સરખાં ચાહ્યાં છે. એ સુવર્ણકાળમાં, વ્યતિપ્રેમની નિષ્ફળતામાંથી જન્મેલી હતાશા અદષ્ટ થઈ હતી. મારા હૃદયમાં ત્યારે આનંદ-આનંદના એ ઊભરાતા. કોઈ અપૂર્વ દર્શન સાથે ત્યારે હું જાણે કઈ તેજભૂમિપર વિચરી રહ્યો હતે. તે પછી...........દિને એનાં લગ્ન થયાં. મને યાદ છે કે ત્યારે સ્વસ્થ દેખાવા છતાં મને અધકાર આવરી રહ્યો હતે. ફરી મંથન શરૂ થયું. મારા હંમેશના સાથી એ તેજદર્શને પણ વિદાય લીધી. કેઈક કેઈકવાર ફરી તે પ્રગટતું પણ બહુધા અંધકારને નિરાશા જ જીવનમાં વ્યાપી રહ્યાં હતાં. એ તેજદર્શનના સુવર્ણયુગમાં મેં કદી નહેતી અનુભવી તેવી એકલતા, ઉણપ ને અપૂર્ણતા મારા હૃદયને ભરી રહી. તેનું પ્રતિબિંબ સ્થાયી વિષાદરૂપે મારા દેવપર પડયું. મારી વિશ્વદૃષ્ટિ હવે કેઈક કોઈકવાર જ મારી પાસે પાછી આવે છે, અને તે પણ એ૯૫ સમય માટે. પણ મને શ્રદ્ધા છે કે હું તેને અમરતામાં જડી દઈ શકીશ. સ્વગત લાભને ખાતર નહિ પણ તદ્રુપ-દર્શનની મારા હૃદયની પૂર્વની ઉત્કટ અભિલાષાની તૃપ્તિને ખાતર, પ્રકૃતિપ્રે જગતમાં તેની પ્રતિકૃતિની શોધ–અંતર સ્વરૂપે કરવામાં કમી નથી રાખી. પણ જેમ શેલીને તેની કલ્પના સંદરીની પ્રતિકૃતિ જગતમાં ન સાંપડી–તેમજ જગતની અસંખ્ય સૌન્દર્યબાલાઓ, કુમારિકાઓ, અરે રૂપસુંદરીઓ –જેમને મેં આજસુધીમાં જોઈ છે–માં મને તેની પ્રતિકૃતિ તો શું, પણ એક આછી રેખાય નથી મળી. અને હવે મને મારા જીવનમાં તેની એક પણ રેખા સાંપડશે તેય હું મારું અહોભાગ્ય માનીશ. તેના ગુણદેવની મને ખબર નથી. મેં તે એવા સમયે મારું હૃદય અપ દીધું હતું કે જ્યારે તે ગુણદોષથી અલિપ્ત એવી અg, મધુર બાલ્યાવસ્થામાં સ્વર્ગબાલિકા સમી વિહરતી હતી. પછીથી તેનામાં ગમે તે ગુણદોષોને વિકાસ થયે હેય–મેં તે કદી જોવાની ઈચ્છા સવી નથી; મને તે વિષે કશે વિચાર સુદ્ધાં નથી આવ્યો. પ્રકૃતિસૈન્દર્ય ને આત્મસરભ સમીપ ગુણદોષની શી કિંમત ? સંભવિત છે કે તેનું આત્મસન્દર્ય ધ્યેયહીન જીવનમાં ચૂંથાઈ પણ જાય–તેમ થશે તે ય મને તે વ્યથાકરજ હશે, મારા પ્રેમને તે નહિ ચળાવી શકે. જો કે તેના વાસ્તવિક જીવનક્રમ વિશે હું તદ્દન તટસ્થ જ રહું છું. પહેલાં ઘણીવાર થતું કે તેના જીવનને હું ગમે તે રીતે ઉન્નત બનાવું. પણ મને ભય છે કે તેમ કરવા જતાં, મારા પ્રત્યે હું તેને જે અભાનવૃત્તિ–સ્વભાવગત અજ્ઞતા – ધરી રહેલી જોઉં છું – તેમાંથી તે સહેજ પણ મૃત થતાં, ઊલટું તેના જીવનને ક્ષોભાયમાન કરી મૂકીશ. એટલે હૃદયનો નિર્મળ પ્રેમ છતાં, હું તટસ્થવૃત્તિને જ આવકારી લઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034625
Book TitleSuvas 1939 07 Pustak 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy