________________
જીવન સંસ્મરણ - ૨૨૩ હતી, ઉમા ને ચિત્રાંગદા હતી, જુલિયેટ ને મીરાન્ડ હતી, રતિ કે રાધા હતી, જયા અને ઉષા હતી. તેનામાં હું ‘રસ-લાલિત્ય-પ્રભા, માર્દવતા ને માધુર્ય ભર્યાભર્યા અંગપ્રત્યંગમાં વિકસતી ઉમાટેનું સાક્ષાત દર્શન કરું છું. આ સાક્ષાત્કાર કલ્પનાનું-પ્રણયીની કલ્પનાનું પરિણામ નથી. એ મારું જીવનસત્ય ને સૌન્દર્યનું વિશ્વસત્ય છે. હૃદયભાવને આવિષ્કાર નથી, વાસ્તવનું વિશુદ્ધ દર્શન છે.
હવે તે એ મુગ્ધા બની હતી. એના હૃદયમાં મારું સ્થાન ક્યાં હતું તેની મને ખબર નહોતી. મારા પ્રેમનો અંતરનાદ એણે એના હૃદયમાં સુણ્યો હશે કે નહિ તે પણ હું નથી જાણતો. મારા સ્નેહાકર્ષણને પ્રત્યુત્તર મેળવવા મેં કદી પ્રયાસ કે પ્રબળ ઇચ્છા સુદ્ધાંય નથી કરી. મને લાગે છે કે સ્નેહી પુરુષોમાં હું સૌથી વધુ કલ્પનાશીલ ને આદર્શ વાદી નીવડ છું.
તેને તે મેં મારા વિષે સદાય અલિપ્તજ કીિ છે. સ્વાભાવિક રીતે અમારી દષ્ટિ કેઈકવાર મળતી હશે એટલું જ, અમારા વચ્ચે એક પણ લાક્ષણિક દષ્ટિ કે શબ્દનું દાન-પ્રતિદાન થયું નથી, નિગૂઢ ભાવનું પ્રાગટય કે નિર્દેશ કદી થયાં નથી. એટલે પ્રેમમાં નિષ્ફળતા સહનાર પ્રણયીને પોતાના પ્રેમ વિષેની પ્રિયતમાની અભિજ્ઞતાનું જે આશ્વાસન ને પરિણામે કાંઈક દુઃખપૂર્ણ આનંદ પણ રહે છે તેનાથી મારે વંચિત રહેવાનું જ લખ્યું હશે.
આજ એ વાતને ચાર વર્ષ થયાં. એક ગ્રીષ્મપૂર્ણિમાની ધવલ રજનિમાં ચન્દ્ર પૂરબહારમાં અવની પર તેની અમૃત સ્ના વહાવી રહ્યો હતો ત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં, ચન્દ્રને નિરખતાં નિરખતાં, સમાચાર સાંપડ્યો કે તેનું ....... ની સાથે સગપણ થયું. મારી સન્મુખ સારીયે સૃષ્ટિ કેઈક અન્ય અવર્ણ સ્વરૂપમાં પલટાઈ ગઈ. જેની પર મેં અટલ સ્વામીત્વ કપ્યું હતું તે પ્રિયતમા મારા જીવનમાંથી સરકી ગઈ.
પછીનાં બે વર્ષ મેં અપાર હૃદયમંથનમાં—અસહાય એકલતામાં વીતાવ્યાં. ત્યારે જીવનનું તત્ત્વજ્ઞાન હું સમજ્યો નહોતો. બુદ્ધિનો વિકાસ ત્યારે થયો નહોતે. કેવળ લાગણી પ્રધાન એ જીવન હતું. પણ એ લાગણીપ્રવાહ અંતરમાં સમાવી દેવા પૂરતો તે હું સમર્થ હતો જ. આ સમય દરમિયાન ........... મને સાહિત્યમાં પ્રવેશ કરાવ્યો; સાહિત્યે મારી સૌન્દર્યપિપાસા કંઈક અંશે સંતોષી. મારા હૃદયને તે ગુરુદેવના જીવનની મધુરતાજ કરતી. તેમના જીવનમાં ઓતપ્રેત બની ગયેલા તત્વજ્ઞાનની રસસુધા મારા હૃદયમાં શાંતિનાં અમી સિચતી, મારા સંતપ્ત મનને શીતળતા અર્પતી. એવામાં મને ટાગોરની કવિતામાંથી પ્રગટતા તેમના વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થયાં. ત્યારે સૃષ્ટિનું–જીવનતત્ત્વોનું તાત્પર્ય હું સમજ્યો. ધીમે ધીમે હું બૌદ્ધિકમાંથી રસિકમાં અને રસિકમાંથી આધ્યાત્મિક તરફ ઢળતે ગયો. તેણે મને મધુર શાંતિ બક્ષી. એક રાત્રિએ મને વિશ્વનું તેજ દર્શન થયું. એ તેજદર્શનમાંથી તેને ” ભરી દેતી, “તેની ” સૌમ્ય પ્રભા વર્ષાવતી સુભગ દિવ્યાકૃતિ પ્રગટી. એ તેજદર્શનમાં છે અને હું એકમેકમાં સમ્મિલિત થઈ ઓતપ્રોત બની ગયાં. તે દિવસે મારા ભાવિ જીવનક્રમને મને સાક્ષાત્કાર થયો. વિશ્વના શાશ્વત સાક્ષાત્કારને માટે હું નિમય હતો તેમાં મને લેશમાત્ર શંકા રહી નહિ. તે મારા વિશ્વદર્શનની પ્રત્યક્ષ સિન્દર્યમૂર્તિશી વિરાછ રહી, મારા ધ્યેયની પ્રેરણામૂર્તિ સમી મારા જીવનાકાશમાં પ્રકાશી રહી. મને થયું, વિધાતાએ પ્રથમ મને તેની સહ સંયુજિત કરી, પ્રેમદર્શનમાંથી વિશ્વદર્શન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com