Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
-
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૨
૨
अज्झप्पं णामाई चउव्यिहं चउबिहा य तव्वन्ता ।
तत्थ इमे अत्थुज्झिय णामेणज्झप्पिआ णेया ॥२॥ (अध्यात्मं नामादि चतुर्विध चतुर्विधाश्च तद्वन्तः । तत्रेमे अर्थोज्झिता नाम्नाऽऽध्यात्मिका ज्ञेयाः ॥ २॥) ___अध्यात्म किल चतुर्विधं नामस्थापनाद्रव्यभावभेदात् । तत्र नामादिचतुष्टयस्वरूपं द्रव्यालोकादवसेय, तथा च विशेषणभेदात् तद्विशिष्टा आध्यात्मिका अपि चतुर्विधाः। तत्र अधिकृता आध्यात्मिका वाराणसीदास पुरस्कृत्य प्रवर्त्तमाना इन्द्रादिसंज्ञामिव गोपालबाला यादृच्छिकीमयथार्थामाध्यात्मिकसंज्ञां बिभ्राणा न नाममात्रेणैवाभिमन्तुमर्हन्ति, तथाचाध्यात्मिकंमन्यानां परेषामेवाशङ्कानिरासायात्र प्रवृत्तिरिति न किश्चिदनुपपन्नम् ॥२॥ ગયો હોય, તેની કંઈ વિચારણા કરવાની હોતી નથી. પ્રસ્તુતમાં ક્રિયાકલાપારિરૂપ અધ્યાત્મને જણાવનાર શ્રી જિનવચનરૂપ અધ્યાત્મમત સ્વતઃ જ નિર્ણત છે (કારણ કે કહ્યું છે કે “સિદ્ધ મો પાળો મો જિળમણ..”) તેથી એની વિચારણા કરવી એ શું અમૃતમાં સાકર નાખી મીઠાશ વધારવાની હાસ્યાસ્પદ ચેષ્ટા કરવા જેવું નથી ?
[[નામ-આધ્યાત્મિક દિગબરમતની પરીક્ષા] ઉત્તર : શ્રી જિનવચનભાષિત ક્રિયાકલાપાદિરૂપ અધ્યાત્મ કે જે સ્વતઃ જ વિશદસ્પષ્ટ છે, (અર્થાત્ એના સ્વરૂપ વિશે સંદેહાદિરૂપ મળ નથી.) તે તે ભાવાધ્યાત્મરૂપ છે. એ જ જે અહીં વિચારણાના વિષય તરીકે અભિમત હોત તો તે તમે કહી એવી આપત્તિ આવત. પરંતુ એવું છે નહિ, કારણકે માત્ર નામથી જ આધ્યાત્મિક એવા અને દિગંબરમતની વાસનાથી વાસિત ચિત્તવાળા હોવાથી ચારિત્રના પાયારૂપ સમ્યકત્વ જ નબળું હોવાના કારણે દુલલિત એટલે કે દુર્બળ ચારિત્રવાળા એવાઓને જે મત (ગ્રન્થકારના કાળમાં) અધ્યાત્મમત તરીકે ઓળખાય છે, તેની પરીક્ષા પ્રસ્તુત છે. અર્થાત્ તેઓએ જે અધ્યાત્મમત માન્યો છે તેવો માનવામાં કયા ક્યા બાધક આવે છે તે દેખાડવા દ્વારા તેઓને મત ભ્રાન્ત છે એવું જણાવીને, મધ્યસ્થ વિદ્વાને તેને ઉપાદેયતાની બુદ્ધિથી ન જુએ એ માટે આ પ્રયાસ છે.
[ અધ્યાત્મના નામાદિ ચાર નિક્ષે૫] ગાથાથ :–અધ્યાત્મ નામાદિ ચાર પ્રકારનું છે અને તેથી તદ્ધાઆધ્યાત્મિકે પણ ચાર પ્રકારના છે. તેમાંથી અત્રે અધિકૃત જી અધ્યાત્મના અર્થ=ભાવથી રહિત હોવાથી માત્ર નામથી જ આધ્યાત્મિક જાણવા.
અધ્યાત્મ નામ–સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારનું છે. નામાદિ ચારે નિક્ષેપનું સ્વરૂપ દ્રવ્યાલોક ગ્રન્થમાં વિસ્તારથી સમજાવેલું છે. ચારેય નિક્ષેપ પરસ્પર ભિન્ન છે એટલે “ઉપાધિભેદથી ઉપહિતને ભેદ' એ ન્યાયે આધ્યાત્મિક પણ ચાર પ્રકારન છે. વિક્રમના ૧૭મા સૈકામાં વારાણસીદાસને પિતાના નેતા તરીકે સ્વીકારીને