________________
પ્રસ્તાવના
भवबीजाङ्करजनना रागादयः क्षयमुगागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।।
–શ્રી, હેમચન્દ્રાચાર્ય કૃત મહાદેવ સ્તોત્ર, આ વીતરાગસ્તવ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીની અમર કૃતિ છે. જે વિતરનું રમત્તિ વૈવતમ્વિતરાગથી પર દૈવત–દેવતાપણું છે નહિં એમ ઉદ્ઘોષનારા હેમચન્દ્રાચાર્યજીએ અત્રે પૂર્ણ ભક્તિભાવથી વીતરાગ ભગવાનની સભૂત ગુણોથી અદ્ભુત સ્તુતિ કરી છે. આ સ્તવ એમ તે દેખાય છે સાવ સાદું, પણ તેમાં ઘણું ઊંડા ભાવ ભર્યા છે. તેમાં કંઈક ભાવે શોધવા આ વિવેચનકર્તાએ અત્ર યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, તે પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને જણાઈ આવશે.
આ વીતરાગસ્તવની રચના કલિકાલસર્વ ખાસ ગૂજરદેશાધિપતિ પરમહંત કુમારપાળ મહારાજ માટે–એમના સ્વાધ્યાય-ભક્તિ અર્થે કરી હતી, એ ઈતિહાસપ્રસિદ્ધ હકીકત છે, અને તે આ ગ્રંથના પ્રથમ પ્રકાશ અને અંત્ય પ્રકાશના અંતે આવતી કુમારપાળ મહારાજને મંગલાશિષરૂપ આ પુપિકા પરથી સ્વયં સૂચિત થાય છે –
'श्रीहेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org