Book Title: Vinay Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ 9. 1126-311 ** પ્રથમ ઉપચારવિનયના ત્રણ પ્રકારના વિનયમાંના ટીકામાં જણાવેલા પ્રથમ કાયિક વિનયના પ્રકાર જણાવાય છે अभिग्रहाऽऽसनत्यागावभ्युत्थानाञ्जौि । कृतिकर्म च शुश्रूषा, गतिः पश्चाच्च सम्मुखम् ||२९-४॥ ‘“અભિગ્રહ, આસનત્યાગ, અભ્યુત્થાન, અંજલિગ્રહ, હૃતિકર્મ, શુશ્રૂષા, પશ્ચાદ્ગતિ અને સમ્મુખગતિ (આ આઠ પ્રકારનો કાયિક ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનય છે.)'' આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે પૂ. ગુરુદેવશ્રીનાં કાર્યો કરવાનો અભિગ્રહ ધારણ કરવા સ્વરૂપ પ્રથમ કાયિક વિનયનો પ્રથમ પ્રકાર છે. પૂ. ગુરુદેવશ્રી માટે આસનાદિનો ત્યાગ કરી તેઓશ્રીને ઉપયોગી એવા પીઠલક-પાટિયાં વગેરે આપવા સ્વરૂપ બીજો કાચિકવિનય છે. આસને બેસેલા શિષ્યને અભ્યુત્થાન માટે યોગ્ય એવા પૂજ્ય ગુરુદેવશ્રીના એકાએક દર્શન થતાંની સાથે શિષ્યનું ઊભા થવું તે સ્વરૂપ ત્રીજો કાયિક વિનયનો પ્રકાર છે. પ્રશ્ન પૂછવા વગેરે પ્રઅે અંજલિ કરવી તે ચોથો ૪Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50