________________
કરતી વખતે માત્ર નિર્જરાનું ધ્યેય રાખવાનું અનિવાર્ય છે. સુખનું અર્થીપણું ગયા વિના નિર્જરાનું અર્થીપણું આવે એવું નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તપ અને આચારની આરાધનામાં અવરોધ જ સુખના અર્થીપણાનો છે. તપ અને આચાર સમાધિ, એ માટે ચોક્કસ દિશાસૂચન કરે છે. સુખની ઈચ્છા, કરેલા ધર્મને પણ નિષ્ફળ બનાવે છે. ૫૨૯-૨૪
વિનયવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેના ફળનું વર્ણન કરાય છે
इत्थं समाहिते स्वान्ते, विनयस्य फलं भवेत् । સ્વયં સ દિ તવાર્ષોિથમાä પર: પુન: ર૬-રા.
આ રીતે વિનયાદિ ચાર સમાધિથી યુકત ચિત્ત થયે છતે સ્પર્શ નામનું વિનયનું ફળ પ્રાપ્ત થાય છે. તત્ત્વની સમ્મામિ(નિશ્ચયાત્મક જ્ઞાન)ને અહીં સ્પર્શ કહેવાય છે. સ્પર્શથી બીજું બધું જ્ઞાન માત્ર બોધસ્વરૂપ છે.”-આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટ વિનયરૂપ ચાર સમાધિથી યુક્ત મન થયે છતે, વિનયના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક બોધ પ્રાપ્ત થાય છે. વસ્તુના પારમાર્થિક સ્વરૂપના સુદઢ નિશ્ચયાત્મક જ્ઞાનને