________________
પરંતુ વિનયથી રહિત એવા શ્રદ્ધાસવેગ વગરના તેઓ ચારિત્રની આરાધના કરતા નથી. ચારિત્રથી પડેલા એવા તેઓ સંસારમાં ભટકે છે.... ઈત્યાદિ વિચારવું.
/૨૯-૩૧ા.
પ્રકૃતાર્થના નિરૂપણનું સમાપન કરાય છેनियुङ्क्ते यो यथास्थानमेनं तस्य तु सन्निधौ । स्वयंवरा, समायान्ति, परमानंदसम्पदः ॥२९-३२॥
“આ વિનયને; સ્થાનને અનુરૂપ જે જોડે છે, તેની પાસે પરમાનંદની સંપત્તિ પોતાની મેળે સામેથી આવે છે.”આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. એનું કહેવાનું તાત્પર્ય એ છે કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ; પોતાનું સામર્થ્ય અને પોતાના સંયોગોને અનુરૂપ તેમ જ નાના મોટા તથા તેમની આવશ્યક્તા વગેરેનો વિવેક કરીને જે વિનય કરે છે તેને સત્ત્વર મોક્ષસ્વરૂપ પરમાનંદસંપત્તિ સામેથી જ પ્રાપ્ત થાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે બધાય યોગોમાં જેમ વિનયગુણની મુખ્યતા છે તેમ તેટલી જ મુખ્યતા વિવેકની પણ છે. જેમનો આપણે વિનય કરવાની ઈચ્છા રાખતા હોઈએ તે પૂજ્ય વ્યક્તિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ક્યા અનુકૂળ છે અને કયા પ્રતિકૂળ છે-એનો વિચાર કરવા