________________
પાછળનો આશય “સર્વ યોગોમાં વિનયનું પ્રાધાન્ય જણાવવાનો છે. આથી સમજી શકાશે કે સર્વથા કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકર પરમાત્મા પણ જો વિનયને કરતા હોય તો આપણા જેવા અકૃતાર્થ આત્માઓને વિનય આચરવાનું સર્વથા અનિવાર્ય છે. સ્વછંદતા અને ઉદ્ધતપણું આ બંન્ને દોષો ખૂબ જ ભયંકર છે. સર્વથા વિનયપૂર્ણ જીવનને જીવ્યા વિના એ દોષોથી દૂર રહી શકાય એવું નથી. એક રીતે જોઈએ તો ખૂબ જ સરળ જણાતો વિનય પણ બીજી રીતે ખૂબ જ વિકટ છે. પરંતુ એને આત્મસાત્ કરવા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. આત્મસ્વભાવને પ્રકટ કરવા માટે એ જ એક ઉપાય છે. ૨૯-૩૦ના
ગુરુકુળવાસમાં રહીને વિનય કરવાના બદલે શુદ્ધભિક્ષાદિના પ્રાધાન્યને સ્વીકારનારા, ગુરુકુળવાસનો ત્યાગ કરી વિનયનો અપલાપ કરે છે. તેમની પ્રત્યે વિનયનું પ્રાધાન્ય જણાવાય છેछिद्यते विनयो यैस्तु, शुद्धोञ्छादिपरैरपि । તૈરવ્યપૂર્ણ, મોક્ષમાર્યો વિદ્યુતે ર-રા
“નિર્દોષભિક્ષા વગેરેમાં તત્પર એવા પણ જે લોકો વડે વિનયનો ઉચ્છેદ કરાય છે, તેઓ વડે પણ આગળ થઈને મોક્ષમાર્ગનો લોપ કરાય છે.”-આ પ્રમાણે એકત્રીસમાં