________________
ફળનું કારણ બને છે. હવે એ જણાવાય છે કે વિનય વિના ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન વિવક્ષિત ફળને તો આપતું નથી, પણ અનર્થકારી બને છે
श्रुतस्याऽप्यतिदोषाय, ग्रहणं विनयं विना । યથા મહાનિયાનસ્ય, વિના સાધનસન્નિધિમ્ ।।૨૬-૨શા
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય એ છે કે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો દેવતાદિના કોપના કારણે અત્યંત ભયંકર દોષનો પ્રસઙ્ગ આવે છે. યોગ્ય પૂજાદિ ઉપચારાદિ સાધનના સન્નિધાન વિના જ મહાનિધાનનું ગ્રહણ કરવામાં આવે તો તે જેમ અત્યંત દોષ માટે થાય છે, તેમ અહીં પણ વિનય વિના શ્રુતના ગ્રહણમાં અત્યંત દોષ થાય છે.
ભૂમિ વગેરે સ્થાને દાટેલા નિધાન જ્યારે ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યથી એની આગળ ધૂપ દીવો વગેરે કરાય છે. તેના અધિષ્ઠાયક દેવાદિને જણાવવા પૂર્વક પછી જ આદરપૂર્વક લઈ જવાય છે. આવા પ્રકારનો પૂજાદિ ઉપચાર કર્યા વિના જો ગ્રહણ કરવામાં આવે તો દેવતા કે સર્પાદિનો ઉપદ્રવ થતો હોય છે, જે અત્યંત દોષ માટે થાય છે. એવી રીતે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ વગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેથી શાસ્ત્રીય
૩૯