________________
प्रसृतेनांशुजालेन, चण्डमार्तण्डमण्डलात् ॥२९-२८॥
પ્રખર એવા સૂર્યબિંબમાંથી પ્રસરેલાં કિરણોના સમુદાયથી જેમ અંધકાર દૂર થાય છે તેમ વિનય વડે ખરેખર જ દોષો ક્ષય પામે છે.”-આ પ્રમાણે અઠ્ઠાવીસમાં શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અંધકારને દૂર કરવાનું પ્રચંડ સામર્થ્ય સૂર્યનાં કિરણોમાં છે. એના પ્રસારથી અંધકાર દૂર થાય છે એ સમજી શકાય છે. એવી રીતે જ આત્માના સઘળા ય દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિષય, કષાય અને મોહ વગેરે દોષોને દૂર કરવાનું સામર્થ્ય વિનયમાં છે. વિનયથી પ્રાપ્ત થયેલ અને પરિણત થયેલ સમ્યજ્ઞાન વગેરેથી એ અજ્ઞાનાદિમૂલક સર્વ દોષો નાશ પામે છે. પૂરગડુ મુનિ વગેરે મહાત્માઓએ જે રીતે વિનયથી દોપોનો ક્ષય કર્યો છે, તેનું અનુસંધાન કરવાથી તેમ જ કુલવાલક મુનિ વગેરે આત્માઓના દોષો; ઘોર સાધના કરવા છતાં લય પામ્યા નહીં, એનું અનુસંધાન કરવાથી સમજી શકાશે કે વિનયથી દોષોનો ક્ષય કઈ રીતે થાય છે. ૨૯-૨૮
વિનય વિના પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનની અનર્થકારિતા જણાવાય છે. આશય એ છે કે આ પૂર્વે એ જણાવ્યું છે કે વિનયપૂર્વક ગ્રહણ કરેલું શ્રુતજ્ઞાન, વિના વિલંબે વિવક્ષિત