Book Title: Vinay Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ધ્યેયની સાથે તન્મય થવાથી વિના વિલંબે ફળને આપનાર બને છે.'-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેમ તાંબામાં સિદ્ધરસનો સ્પર્શ સર્વદેશમાં (પ્રદેશ પ્રદેશ) થવાથી સુવર્ણભાવને પ્રાપ્ત કરે છે, તેમ સ્પર્શ સ્વરૂપ જ્ઞાન આત્માના સર્વદેશ વ્યાપી જવાથી અર્થ-કામાદિ હેય પદાર્થોથી આત્મા બધી રીતે દૂર થાય છે. મોક્ષ અને તેના સાધનભૂત જ્ઞાનાદિમાં તન્મય બને છે. ભાવરસેન્દ્રસ્વરૂપ સ્પર્શાખ્ય તત્ત્વ-પ્રાપ્તિના સર્વાનુવેધથી આત્મા પરમાત્મભાવને પ્રાપ્ત કરે છે. આ વિષયને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં (૮૮માં) ફરમાવ્યું છે કે મહાન ઉદય છે જેનાથી એવા ભાવરસેન્દ્રથી(સ્પર્શયોગથી) કાલક્રમે જીવસ્વરૂપ તાંબામાં પરમ કોટિની સિદ્ધસ્વરૂપ સુવર્ણભાવની પ્રાપ્તિ થાય છે. આત્મા પરમાત્મા બને છે. આ બધા ભાવોની પ્રાપ્તિના મૂળમાં વિનયસમાધિ વગેરે ચાર સમાધિની પ્રાપ્તિ છે, જેનું અંતિમ ફળ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ છે. ૨૯-૨૬ો. આથી જે સિદ્ધ થયું છે તે જણાવાય છેइत्थं च विनयो मुख्यः, सर्वानुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु, निपतन्निक्षुजो रसः ॥२९-२७॥ પ.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50