________________
મર્યાદાએ યોગ્ય જગ્યાએ બેસીને વંદનાદિ વિનયપૂર્વક અંજલી કરીને શ્રુતનું ગ્રહણ કરવું જોઈએ. આ અંગેના વિનયનું વર્ણન શ્રી આવશ્યકસૂત્રની નિયુક્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ગ્રંથમાં વિસ્તારથી છે, ત્યાંથી તે જાણી લેવું જોઈએ.. અહીં તો માત્ર પ્રકૃતોપયોગી જ વર્ણન કર્યું છે. ||૨૯- ૨૯ાા.
વિનયના પ્રાધાન્યનું સમર્થન કરાય છેविनयस्य प्रधानत्वद्योतनायैव पर्षदि । तीर्थं तीर्थपति नत्वा, कृतार्थोऽपि कथां जगौ ॥२९-३०॥
લોકાર્થ અને એનો આશય સ્પષ્ટ છે. સર્વ રોગોમાં વિનયની પ્રધાનતા છે-એ જણાવવા માટે, શ્રી તીર્થકર પરમાત્મા બાર પર્પદામાં સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થને નમસ્કાર કરીને દેશના કરે છે. શ્રી તીર્થંકર પરમાત્મા કેવલજ્ઞાની હોવાથી સ્વયં કૃતાર્થ છે. તેઓશ્રીને વિનયાદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેઓશ્રી વિનયાદિ ન કરે તો તેઓશ્રીને કોઈ દોષની પ્રાપ્તિ થવાની નથી કે કોઈ પણ ગુણની હાનિ થવાની નથી.
આમ છતાં સમવસરણમાં બાર પર્ષદાની આગળ ધર્મદેશના ફરમાવતાં પૂર્વે શ્રી તીર્થંકર પરમાત્મા નો તિસ્થ’ કહીને તારક તીર્થને નમસ્કાર કરે છે. એની