________________
સ્પર્શજ્ઞાન કહેવાય છે. જે વસ્તુમાં કોઈ પણ ધર્મનો આરોપ કર્યા વિના તેના મૂળભૂત સ્વરૂપનો યથાર્થ બોધ છે, તેને સ્પર્શજ્ઞાન કહેવાય છે. વસ્તુને સ્પર્શે છે તેથી તે સ્પર્શ છે. તેથી હેયમાં હેયત્વની બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેયત્વની બુદ્ધિ ચોક્કસપણે થાય છે. અર્થાદ્ વસ્તુના સ્વરૂપનો બોધ સંવેદનાત્મક થાય છે. તે ક્રમે કરીને પ્રવૃત્તિ કે નિવૃત્તિ સ્વરૂપ કાર્યમાં પરિણમે છે. વસ્તુનું જ્ઞાન હોવું અને વસ્તુનું કાર્યપરિણત જ્ઞાન હોવું : એ બેમાં ઘણો ફરક છે. નિશ્ચયવ્યવહાર ઉત્સર્ગાપવાદ વગેરે અનેકની અપેક્ષાએ વસ્તુના વિશુદ્ધ સ્વરૂપને સ્પર્શે એવા બોધને છોડીને બીજો બધો બોધ, બોધમાત્ર છે. અર્થાર્ તેથી કોઈ કાર્ય થતું નથી... ઈત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. સામાન્યતઃ જાણવું અને એ મુજબ પ્રતીતિ થવી, એમાં વિશ્વાસ બેસવો : એમાં જે ફરક છે, તે સમજી શકાય એવું છે. ૨૯-૨૫
સ્પર્શજ્ઞાનના ફળનું વર્ણન કરાય છે
अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताम्रे सर्वाऽनुवेधतः || २९ - २६॥
“જેમ સિદ્ધરસનો સ્પર્શ તાંબામાં બધે અનુવેધ થવાથી વિલંબ વિના ફળને આપે છે તેમ સ્પર્શસ્વરૂપ બોધ
૩૫