________________
તપ કરવો ના જોઈએ અને આચાર પાળવો ના જોઈએ. અર્થા આ લોક સંબંધી કોઈ પણ ફળની અપેક્ષા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ-આ તપસમાધિનો અને આચારસમાધિનો પહેલો પ્રકાર છે. આવી જ રીતે પરલોકમાં દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તી વગેરે થવાદિની ઈચ્છા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ-આ તપસમાધિ અને આચારસમાધિનો બીજો પ્રકાર છે.
કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘાદિની ઈચ્છાથી તપ કરવો ના જોઈએ અને આચાર પણ પાળવા ના જોઈએ. સર્વ દિશામાં થતી પ્રશંસા, એક દિશામાં થતી પ્રશંસા, દિશાના અદ્ધભાગમાં થતી પ્રશંસા અને માત્ર પોતાના સ્થાનમાં થતી પ્રશંસા; અનુક્રમે કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘા સ્વરૂપ છે. તે કીર્તિ વગેરેની ઈચ્છા વિના જ તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ. આ તપસમાધિનો અને આચારસમાધિનો ત્રીજો પ્રકાર છે.
તેમ જ કોઈ પણ પ્રકારની ઈચ્છા વિના માત્ર શુભાશુભ કર્મની નિર્જરા માટે તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ. આ પ્રમાણે તપસમાધિ અને આચારસમાધિનો ચોથો પ્રકાર થાય છે. ચારે ય સમાધિનો વિચાર કરીએ તો સમજાશે કે તપ અને આચારની આરાધના